Tuesday, February 28, 2006

તૌહીદની મયકદા-મોહમ્મદઅલી ભૈડુ"વફા"

તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.

કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.

હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

બસ ખુસદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.

કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.

નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;

ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.

ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.

અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.

ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

વિશ્વ પણ સમજી જ્શે મારા હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;

કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઝિજહ
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.

કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.

મોહમ્મદઅલી ભૈડુ"વફા"

Monday, February 27, 2006

કુરઆનીક સંદેશ(સૂરએ હમ્દ-સુરે ફાતિહા)-જનાબ "દીપક"બારડોલીકર

ફ્કત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ;
ભલાઈ,બંદગી ભકિત અનેછે સર્વ ગુણગાનો.

બહુ સુંદર,અનુપમ સર્વ સ્રુષ્ટિનો જે સર્જક છે;
સકળ સંસારનો માલિક, દશે દિશાનો જે શાસક છે.

કણેકણ પર દયાદ્રષ્ટિછે તેની, તે દયાળુ છે.
કરુણાવંત છે મોટો અને બેહદ ક્રુપાળુ છે.

કયામતના દિવસનો તે ફકત છે એક તે આકા;
નહીં ત્યાં અન્ય કોઈની લગીરે ચાલશે આજ્ઞા.

અમે કરીએ છીએ બસબંદગી તારી ,ફકત તારી;
તમાન્નાછે ,મળે તારોજ ટેકો ને મદદ તારી .

ખુદવંદ , તુ રસ્તો ચીંધજે સીધો -સફળતાનો
હ્ર્દયની શુધ્ધતાનો,ભવ્ય ઈન્સાની મહ્ત્તાનો.

સુભાગી એ જ્નોને ચીંધજે એરસતો કે જેઓ પર ;
થઈ તારી ક્રુપા વર્ષા ,રહી મીથી નજર અકસર.

નથી ઈચ્છા મળે તે દુર્જનોના દ્રુટ રસ્તાઓ,
વરસતી જેમના પર રહી તવ ક્રોપ જવાળાઓ.

ખપે ના તેમનો મારગ ,થયા બર્બાદ જે લોકો.
ગયા અવળી દિશામાં ને થયા બર્બાદ જે લોકો.

જનાબ "દીપક"બારડોલીકર. (આબે કવસરના સૌજ્ન્યથી)
-

શરુ અલ્લાહના નામથી-જનાબ દીપક બારડોલીકર

આબે કવસર

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.
નથી જેની દયાનો પાર ,જે અનહદ દયાળુ છે.

હો હ્ર્દયમા ખોફ સર્જનહારનો,
ને હો મ્અહોબ્બત હો ખરી કુરઆનથી,

એ સુભાગી લોકને અર્પણ કરું'
આબે કવસર'પ્રેમથી સન્માનથી.

જનાબ દીપક બારડોલીકર (આબે કવસર ના સૌજ્ન્યથી આભાર સહિત)

Counters
Web Site Counter
Web Site Counter