Wednesday, May 31, 2006

મસ્ત મુશાયરો

મસ્ત મુશાયરો

(આજ થી લગભગ 38 વર્ષ પહેલાઁ ના એક મુશાયેરાની ઐતિહાસિક નોઁધ જે સુરતના ‘ મુજાહિદ’ પખવાડિકે લીધી હતી )
'મસ્ત હબીબ’ સારોદીના સનમાર્થે જંબુસર મા યોજાયેલો
મસ્ત મુશાયરો
‘મસ્તી’અને ‘તુલસી ઇસ સંસાર મે” કાવ્યસંગ્રહો ના સર્જક જનાબ ‘મસ્તહબીબ’ સારોદી ના સંન્માર્થે તા.24-2-68ના રાત્રે 8:30 કલાકે જંબુસર મુકામે ગુજરાત રાજ્યના સંસદિય સચિવ શ્રી વિનોદચન્દ્ર શાહના પ્રમુખપદે મસ્ત મુશાયેરો યોજાયો હતો..સ્વાગત પ્રમુખ તરીકે સારોદના ઠાકોર અમરસિન્હ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે અકબરઅલી જસદણવાલા અને નરેન્દ્ર શર્મા શાસ્ત્રી પધાર્યા હતા.
ગુજરાતના અનેક નામાંકિત કવિઓએ શ્રોતાઓને પોતાની ક્રુતિઓનુ રસપાન કરવ્યુઁ હતુઁ.મુશાયરામા ‘અકબર અલી’જસદણવાલા,’બેકાર.’રૂસ્વા’(પાજોદદરબાર)’ ‘શેખચલ્લી’’શુન્ય પાલનપુરી’ ‘ગની’દહીંવાલા’ ‘’અનિલ’ ‘હબીબ, ,’પરિમલ’ ‘’સીરતી’ ‘અદમ ‘ટંકારવી’ ‘મસ્ત’’મંગેરા’ ‘રાઝ’ ‘બેબાક.’ રફઅત’ કાવીવાલા’ ‘વફા’ ‘સાગર’ આરિફ’ ‘પથિક’’તબસ્સુમ’ વિગેરે શાયરોએ ભાગ લીધો હતો.
મુશાયરાના આયોજનનો યશ ‘હસીખુશી સ્ટોરવાળા ‘જયંતી ચોકસી અને ‘આરિફ’ સારોદી વિગેરે ઉત્સાહી કાર્યકરોને ફાળે જાયછે.
’મસ્ત હબીબનુ’ સન્માન થેલી દ્વારા થયુઁ હતુઁ.
આ તરહી મુશાયરાની પંક્તિ હતી.
‘કોના વિચારે એમનુઁ હસ્તુ વદન હતુઁ,
આ પંક્તિ પર રજુ થયેલા ચુનઁદા શે’ર વાંચકોના રસા સ્વાદ અર્થે અત્રે રજુ કરવામા આવેછે.

જીવન સમસ્ત કાગળો અઁદર દફન હતુઁ.
ધર્માદા અંતે મળ્યુઁ કવિને કફન હતુઁ.
મહેનત વગર હબીબને થેલી મળી ગઈ
’બેકાર’નુઁ એ કારણે હસ્તુ વદન હતુઁ,

-‘બેકાર’

સૌઁદર્યના તજજ્ઞોનુઁ તાત્વિક કથન હતુઁ.
જીવન હતુઁ કવનમાઁ કે જીવન કવન હતુઁ.
’સાબિર’જીવન ભિંસાયુ મહોબ્બતની ભીંસમા,
કિંતુ સનમની યાદમા હસતુઁ વદન હતુઁ.

‘સાબિર’ વટવા.

પગલાઁ પુજાય એવુઁ વિરોચિત ગમન હતુઁ.
મ્રુત્યુ એ ભવ્ય એવુઁ કે જેવુઁ જીવન હતુઁ.
જગતના પ્રલોભનોને નથી વશ થયુઁ ‘હબીબ’
સચ્ચાઇ પર અડગ અમારુ ખુદ્દાર મન હતુઁ.

-‘મસ્ત હબીબ’ સારોદી.

કેવુઁ ભલા ભગવાન આ તારુઁ સ્રુજન હતુઁ.
આંખે ચમકતુઁ હાસ્યને હૈયે રૂદન હતુઁ.
ઉકેલ્યો ન ભેદ‘વ્યાસ’નો વિત્યુઁ જીવન છતાઁ.
કોના વિચારે એમનુ હસતુઁ વદન હતુઁ.

- પ્રિ.ચીમનલાલ વ્યાસ.
-
લીલુડી ધરતી કયાઁ હતી? કયાઁ ઉપવન હતુઁ.
જન્મારો આખો દુ:ખ શુઁ કાંટાળુ વન હતુઁ.
મારી વ્યથાની પૂઁછના “અશરફ’તુ કથા,
કંટક ભર્યો તે પંથ ને મારુન જીવન હતુઁ.

-યુસુફ અશરફ’ વહાલુ.

એરીત આરઝુનુ થયુઁ કઁઇ દફન હતુઁ.
કાંટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.
ભટ્કી રહી’તી તારી નજર દુર કયાઁ’વફા’
તારાજ જયાઁ કદમ હતા તારૂઁ વતન હતુઁ.

મુહમ્મદઅલી’વફા”(લુવારવી)

નીચે ધરા હતી અને ઉપર ગગન હતુઁ,
એવુઁ ય કઁઇક વેળા અમારૂઁ જીવન હતુઁ.
પામી શકે કેવી રીતે એની વાસને,
રફઅત’ ઘણેજ દૂર એ ખીલ્યુઁ સુમન હતુઁ.

રફઅત’ કાવીવાલા.

એનાથીજ દિલને જરા શાંત્વન હતુઁ.
મારા જવાથી એમનુ વ્યાકુળ મન હતુઁ.
કેવી પ્રબળ હશે ‘અદમ’ ઉડવાની આરઝુ,
પંખી ની એક પાંખમા આખુઁ ગગન હતુઁ.

-અદમ’ટંકારવી


એ રૂપના પ્રભાવે પ્રભાવિત કથન હતુઁ.
ઝળ્કેછે એજ શબ્દોમા જેવુઁ વદન હતુઁ.
કરમાયુઁ છે એ અકાળે વિકસતાઁ પહેલાઁ એ,
બેબાક’ કેવા હાથમાઁ આ મન સુમન હતુઁ.

‘બેબાક’-કોસંબવી

શોધી રહ્યોછુઁ અર્થ હુઁ એકેક શબ્દનો
અંતે ખબર મળી ગઈ કે એતો મનન હતુઁ.
મારા ઉજાસમા કદી જોયો નથી મને,
સાચેજ જીન્દગીનુ એ કેવુઁ પતન હતુઁ.

‘સાગર’ નવસારવી

મુરઝાયુઁ ડાળ પર આજે સુમન હતુઁ.
તારા વિયોગે ઝુરતુઁ આખુઁ ચમન હતુઁ.
જીવી ગયા’આરિફ’ અમે કઈઁ એવી શાનથી
મ્રુત્યુ ટાણે મ્હેક્તુઁ અમારુઁ જીવન હતુઁ.

‘આરિફ’સારોદી

હસતુઁ વદન હતુઁ-મોહમ્મદઅલી ભૈડુ

એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળ્માઁ અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.

મોહઁમદઅલી ભૈડુ”વફા

જઁબુસર મુશયરો 24-2-ઁદ:્ફ ગુલનુ કફન , 1968
છઁદ:
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા,લગા.
(મુસતફઇલુન, મુસતફઇલુન, મુસતફઇલુન,ફઅલ્)

Monday, May 22, 2006

ગઝલકાર છું હું- સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

જુઓતો બધી રીતે લાચાર છું હું
ગુનાઓની માફીનો તલબગાર છું હું

સબ્ર યે કરું છું ને હું શુક્ર એ કરું છું
ન રંક છું ખુદા ન માલદાર છું હું

ન દેતા ભુલાવી તમારી નજરથી
તમારી મહેફિલનો યાદગાર છું હું

તમે મારા બનીને ન વાતો છુપાવો
તમારી વાતોનો ખરે રાઝદાર છું હું

વાતોના બદલે ઇશારા કરો છો
ઇશારાનો પણ સમજદાર છું હું

ન શંકા ઉઠાવો સરખા બધા છે
ન કોઇનો ખોટો તરફદાર છું હું

જિદ્દી બધાને નથી પરિચય તમારો
કહોને અદના ગઝલકાર છું હું

સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”
કેમ્બ્રીજ,કેનેડા 22મે2006

Tuesday, May 16, 2006

આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી-મોહમ્મદઅલી ભૈડુ’વફા’

રીવા,
આપનો રીડ્ગુજરાતીમા “થેંકયુ પપ્પા’નો અંશ: વાંચ્યો.”Between the lines”માછૂપાયેલી આપની એકલતા વ્યથિત કરી ગઈ.બહુ મુખી પ્રતિભાના ગરાસદાર ચન્દ્રકાંત બક્ષીને હવે , ગુજરાત તાઝિયત કરશે.પેરેલીસીસ માટે અર્ધુઁ પર્ધુઁ ઈનામ આપનારાઓ,પસ્તાવો કરશે ,તો એમનુ સાહિત્યિક પાપ ધોવાશે.બક્ષી ની હિમ્મત તમને મળે એવી પ્રાર્થના.
નીચેનો આર્ટીકલ થોડા અંશો ,રીડ્ગુજરાતી,લયસ્તરોમા કોમેંટ્સમા મે લખ્યો હતો.પરંતુ ટોરંટો,કેનેડાની શ્બ્દ સેતુ ની 9એપ્રિલની મીટીંગમા એને વિસ્ત્રુત કરી રજુ કર્યો હતો.
જે પાછો રજુ કરુંછુઁ

આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી
તુ થા તો શિકવાથા, તનકીદ થી,ઊલફત થી એ દોસ્ત,
અબ તુ નહીંતો નઝરાના હૈ અશ્કકા તાઝિયત હૈ દોસ્ત.
“વફા”
બક્ષી સાહેબની પ્રથમ વાર્તા મેઁ ‘વીસ વરસ પછી; “ચાઁદની”(વાર્તા માસિક.તંત્રી: અશોક હર્ષ) મા વાંચેલી.
બક્ષી સહેબ ત્યાર્થી ગમી ગયેલા.તે પછી પ્રા.શ્રીયુત સુરેશ જોશી સાહેબે મ.સ.યુની.મા(1960મા) ચન્દ્રકાંત બક્ષી,મધુ રાય વિ.નો નવોદિતોમા લેખક તરીકે તારીફ કરી,ત્યારથીએમનુ લાખાણ જ્યાંથી મળે વાંચી લેવાતુ.185 જેટલા પુસ્તકો લખનારના પુસ્તકોમાથી મારાથી ઘણુઁ ઓછુઁ વંચાયુ છે.પણ એમની થોડી નવલકથાઓ મે ખરીદીને વાઁચીછે..પેરેલિસીસ દોસતો પાંસેથી પાછી નહીઁ મળી. પરંતુ આકાર,અયનવ્રુત,લગ્નની આગલીરાતે, હજી મારી નાની લાઇબ્રેરીમાછે.લતીફો:લ.આ.રા.એક બહેન વાંચવા લઇ ગયા.થોડા પ્રકરણ વાંચી માયુસ થૈ પાછા આપી ગયાઁ.
કહેકે”આમા કશુ નથી”.કારણકે એ એક સાધારણ ડીટેકટીવ વારતા હતી.
ચન્દ્રકાંત બક્ષીના વિચારોનો તરવળાટ,તેજાબી ભાષા,સ્થાપિત હિતો સામેનો બળવો,આગ ઝળતા ભાષાણો,એમને એક એક્ટીવીસ્ટ ની ક્ક્ષામા મુકી દેછે.આકાશે કહ્યુઁ નવલકથામા બક્ષી એમના પાત્રોના મોઢામા આ પ્રકારના સંવાદો મુકેછે. ગાઁધીજી પાછળ આખો દેશછે.આખા દેશની માલ મતા,સમય એમના ,ચરણોમા ધરી દેવામા આવેછે.અમારી પંસે એમાનુ કશુઁ નથી.અમારે જે કઁઈ કરવાનુ છે અમારી રીતે ઘણા ટુઁક સમયમા કરનુ છે. સત્યાગ્રહો ,જેલ બધુઁ અમને ન પરવડે.અમારી પાઁસે અમારુઁ ખૂન છે ,આઝાદીમાટે મરી ફીટ્વાની એક તમન્ના છે.બસ અમે એનો બહુટ ટુકા ગાળામા ઉપયોગ કરવા માગીએઁ છીએઁ.
કનુ સન્યાલ,અને ચારુ મઝ્મુદાર ની ભાષા મા વાત કરતા બક્ષી,ડાબેરી,અથવા સમાજવાદી વિચાર ધારાના હોવા જોઈતા હતા.પરંતુ કટાર લેખક બક્ષી જમેણી અથવા ફીર્કાપરસ્તા હોય એવુઁ ઘણા ચહકોને લાગ્યુઁ.શુઁ વાર્તાકાર,અને કટાર લેખક બક્ષી સહેબ બે અલગા ખોળિયા ધરાવનાર વ્યક્તિ હતા? એવો પ્રશ્નથી ઘણા ચાહ્કો મુઁઝાય છે.
છતાંપણ બક્ષી ગુજરાતી ભાષાના હૂદીખ્વાનની જેમ ચમકતા રહેશે,યુનીવર્સીટીઓમા એમના પરસંશોધન થાય,પી.એચ.ડી કરાય એટલુઁ માતબર અને કૌવત વાળુઁ સર્જન મુકી ચાલ્યા ગયા છે.
બક્ષીસા. શુઁ હતા ? એ અએમના લખાણના આયનામાજ જોવુઁ જોઇએ.એમના વિરોધીઓ પણ એમને ચાહતા ધિક્કારતા.કલમને એમણે ચાબુક નથી બનાવી પણ શ્યાહીમા દારુગોળો ભરી લખતા.કોઇની શેહ શરમ રાખી નહીઁ.મુ.ઉમાશંકર જોશીને પણ હડ્ફેટ્મા લીધા.
બક્ષી ગુજરતીના સઆદત હસનમંતો,ક્રીષ્નચન્દ્ર(ઉર્દુ)હતા.બેકેટ,કાફકાની સુગઁધ લૈ ગુજરતીની માઁગ સમારી.બક્ષીએ અંગ્રેજીમાજ ફકત લખ્યુઁ હોત તો ‘અરુન્ધાંતીરોય”(ગોડસઓફ સ્મોલ થીંગસની જેમ) બ્રૂકરપ્રાઈઝ . વીનર થયા હોત.ઉમર વધતાઁની સાથે વધુ તીખા ,કડવા બનતા ગયા.ગુજરતી હાસ્યલેખ્કોને જોકર કહ્યા,લેખકોને લહિયા.
ગુજરાત,ગુજરાતીને દિલો જાનથી ચાહતા બક્ષીએ,કલકત્તાવાયા મુઁબઈ થૈ અમદાવાદ ,ગુજરાત મા પોતાની યાત્રા પુરી કરી.
વરુ જંગલ મા પેશાબ કરીને કુઁડાળુ કરેછે અને એને પોતાની હિફાજતનો કિલ્લો માને છે. એમ મુઁબઈમા લોકો પૈસાનો પેશાબ કરેછે,અને તેનુઁ કુઁડાળુ ક્રરેછે, અનેએમાઁ પોતાને સુરક્ષિત માનેછે. બક્ષી કહેતા.
ગુજરાતમા એમને ખાદી ગન્ધાતી.કોઈ ગુજરાતી બળવો કરે તો એનુઁ ખૂન બદલાય ગયેલુઁછે. એવુ બધુ કહેતા.
લેખક પેશાબમા બળતી બળતરા અને આઁખમા આવતા ઉના પ્રસવેદ થી, લખેછે,શામાટે એણે ખુશામદિયા બનવુઁ.કટારના રૂ:5000.00 અને ભાષણના રૂ:10,000.00 થી 20,000.00 બક્ષી ચાર્જ કરી શકતા.મુ.સુરેશ જોષી ની ઘટના વિહિન વાર્તાઓનો આગ્રહ, અને શ્રી બક્ષી ની ઘટના પ્રચુર રચનાઓ (બન્નએ અંતિમ છેડાની લાક્ષ્ણિકતા)ગુજરાતે,ગુજરાતીઓએચાહીછે,વાંચીછે,માણીછે.
ગુજરાત ,ગુજરાતીભાષાને બક્ષીની ખોટ વરસો સુધી સાલશે.
ચાલો બક્ષીને એમના દર્પણમા પણ નિરખી લઈએ.(6એપ્રિલ 2006.)
આ દુનિયામા ઈશ્વર કોઇને સદબુધ્ધિ આપતો નથી આપણા સિવાય
સ્ત્રીઓ પાંસે શરીર અને પુરુષો પાસે બુધ્ધિ-દુનિયાનાઁ બજારોમાઁ આજ વસ્તુઓ વેચાઇ છે અને વેચાયા કરવાની,ફ્ક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરેછે.’
ક્ષમા વીરસ્ય ભૂષણમ’વીરોનુ અને આપણા પાળેલા કૂતરાઓનુઁ
એક રણ, ઈશ્વરના દિલ જેવુઁ.
સાપનુ ઝેર એના દાંતમાઁ હોયછે,સ્ત્રીઓનુઁ સાથળોમાઁ.
ભવિષ્ય ભૂતકાળ સિવાય બીજુઁ શુઁ હોઇ શકે? જ્યારે હુઁ જુના ખઁડેરો જોઉઁ છુઁ ત્યારે હુઁ ભવિષ્ય જોઇ રહ્યો હોઉઁ એવુઁ લાગે છે.સંસક્રુતિએ પ્રગતિ કરીને એ દિશામાઁ-ખઁડિયેરોની સ્થિતિમાઁજ પહોઁચવાનુ છે.ખઁડિયેરો હમેશાઁ બહુ લાંબુ જીવી શકેછે
પોત પોતાના સ્વાર્થના પાયા પર રચાયેલી સમજદારી હોયતો,લગ્ન જીવનનુઁ ઘણુઁ ઘર્ષણ ઓછુઁ થૈ શકે.
ગુજરાતીઓ ને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજાતુઁ નથી.
સંસ્કારી ગરીબી જલદી ખસતી નથી.
સારા માણસોની ખરબીઓ ખતરનાક હોયછે,સુખ આપી આપીને મારી નાઁખેછે,કે અપંગ કરી
નાખેછે.
સાંજેજ એ લોકો (વેશ્યા) જીવેછે.દિવસે તો એ સ્ત્રીઓ છિલાયા વિનાના અનન્નાસ જેવી હોયછે.
“સ્ત્રીનુઁ શરીર અને રાતના ભૂલા પડેલા ચામાચીડિયા જેવા પુરુષો અને જુના પલંગો પર રગડોળાતાઁ ‘શક્તિ અને પ્રકુતિ ના ભરાઇ ગયેલા સ્વાસ વાળા પ્રતિકો અને ડ્રૈનોમાઁ વહી જતો કાચા ,પ્રવાહી માંસની ખૂશ્બુ વાળો કાચો પ્રેમ
પોતાનજ ઈઁડામાથી ફૂટ્તાઁ સાપોલિયાઁ ગળી જતી સાપણની નિર્દોષતા અને સ્વભાવિકતા જોવાની હતી.
“હુઁ નામ કમાવા માગતો નથી.ખોટી મજુરી જેવી લાંબી જીન્દગી જીવવી નથી”
રોજ બપોરે મારી બારીની નેચેથી એકાદ મડ્દુઁ પસાર થાય છે.મારુંઘર સ્મશાન જવાના રસ્તા ઉપરજ છે.અને....કોનુ ઘર સ્મશાન જવાના ર્સ્તા ઉપર નથી હોતુઁ?”એકજ અર્થ વાળા બે શબ્દો –‘હ્રદય’ અને ‘ દિલ’ વચ્ચે જેટ્લુઁ અંતર છે હિન્દુ અને મુસ્લીમ વચ્ચે.
મુસ્લીમો અને હિન્દુઓ હમઝૂલ્ફ તો બની નથી શકતા પણ હમસાયા બની શકેછે.’


ચઁદ્રકાંત બક્ષી(નવકથા ‘આકાર’ માથી)
બક્ષી હોલ બદલે છે પરંતુ માહૌલ નથી બદલતા.
રતિલાલ ‘અનિલ’-સુરત
‘Bombay is the first class city for the third class people, and Calcutta is the third class city for the first class people’
ચન્દ્રકાંત બક્ષી.
તુને “વફા” દિલમે એક ફાંસ ડાલી થી,
જાઅબ તુજે હમને દિલસે માફ કર દિયા.
મોહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન,કેનેડા 26માર્ચ2006.
e-mail”abhaidu@yahoo.com

મુંબઇ -
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની -
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે -
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી..
.ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- "અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને... ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે..." ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.(લયસ્તરો)

Monday, May 15, 2006

સાયકલ_રિક્ષા_ નિસાર અહમદ શેખ”શેખચલ્લી

જોઈ એ દેખાવ આવે છે મને તો કમકમી,
આદમીને ગાડીએ બેસાડી ખેંચે આદમી.

ઘંટડીની ટનટન સાથે ત્વરાથી દોડવુઁ,
હાંફવુ,તૂટી જવુઁ પણ મો નહીઁ મચકોડવુઁ.

ધોમ ધકતા તાપથી દોઝખ બની ગૈછે સડક’
ને ઊઘાડા પગથી તે દોડી રહ્યોછે બેધક,

ટાઢમા, વરસાદ મા ,તૈયાર છે, તલ્લીન છે.
એતો માણસછેકે કોઈ ભુત છે , યા જીન છે.

મોટરો,ટ્રામો,ખટારા, ઘોડાગાડી ,સાઈકલો,
ભીડ્મા લોકોની કાપતો જાયે મજલ .

પેટ્ની આ વેઠ ખાલી એક આના કારણે,
જલદી એ પહોંચાડ્શે એને કઝાને બારણે.

આશરો આકાશનો ને હવાની ઓથ છે,
જિન્દગી એની ગળે વળગેલ જાણે લોથછે.

એના માટે વિશ્વમા ઉત્સવ કે આનન્દો નથી,
જાણે તે માણસ નથી અલ્લાહનો બન્દો નથી.


આદમીને! કિંવા એના જેવા એના ભાઈને,
આદમી જોડ્યો ’તો શુઁ ગાડીએ એંટાઈને.

નહીઁ તોવાહની કમી કયારે હતી ?શાને હતી,
શી જરુરત તો પછી દોનિયામા રીક્ષાની હતી.

બેસવુઁ એમા ગુનો ,ન બેસવુમ પણ પાપ છે,
એ કોઈ ગાડી નથી ઈઁસાનિયત પર શ્રાપ છે.

નિસાર અહમદ શેખ”શેખચલ્લી”(વૈભવ-1)

(આ સુન્દર કાવ્ય 1970 ની આસ પાસ ગુજરાત રાજયના ગુજરતી ભાષાના અભ્યાસ ક્ર્મમાઁ લેવામા આવ્યુઁ હતુઁ,એવુઁ કઈઁક યાદ પડેછે.કોઈ મિત્ર પાઁસે ચોક્ક્સ માહિતી હોય તો મોકલવા વિનંતી છે. e.mail:abhaidu@yahoo.com)

Sunday, May 14, 2006

જીવન વિતાવ્યુ _રતિલાલ’અનિલ”

અંતે મળેછે ધૂળમાઁ સ્વપ્નો ફરી ફરી.
બગડે છે હાય મારુઁ આ કિસ્મત બની બની.

શ્રધ્ધા ને સાધનાથી જીવન સાર પામશે,
શંકાજ ફકત પામશે તર્કો કરી કરી
.
પ્રશ્ર્નો જીવનના કોઈ ઉકેલી શકયો નહી,
મુઁઝવેછે મન સદા મને પ્રશ્ર્નો કરી કરી.

મારી સુરત ન જોઈ મે નિજ્ને ન ઓળખ્યો,
થાકી ગયુઁ જગત મને દર્પણ ધરી ધરી,

જીવન પુનર્જીવનનો ફકત એજ અર્થા છે,
દીપક ની જેમ જીવવુઁ મરવુઁ બળી બળી.

ડહાપણનો ભાર નિત્ય ઉઁચકી શકાય ના,
પાગલ થવાની થાયછે ઇચ્છ કદી કદી.

સાગર તો એજ છે છતાઁ સંજોગ છે જુદા,
પામ્યો ન આજ મોતી હુઁ મંથન કરી કરી.

તોફાન જિન્દગીમા કદી થાયના ‘અનિલ’
સુખ દુ:ખ રહે જો સાથીઓ બન્ને હળી મળી,

મારા જીવનનુ શિલ્પ ઘડાયુઁ નહીઁ ‘અનિલ’
જીવન વિતાવ્યુઁ કોઈની મુર્તિ ઘડી ઘડી,

રતિલાલ’અનિલ”(સુરત)

Wednesday, May 10, 2006

રૂપની તાસીર જો-સીરતી

દ્રષ્તિમાઁ જો હોય કોઈ હીર જો.
મારી નિર્મળ આંખમા તસ્વીરજો.

બઁધ દ્વારો ભાગ્યના ઊઘડી જશે,
ફાવશે મુજ પ્રેમની તદબીર જો.

લક્ષ્ય બનવા દિલ સદા તૈયાર છે,
ચાલશે ત્યાંથી નયનના તીર જો.

તુજને વીઁધી અર્શ પર પહોંચી ગઈ,
હે ગગન! મુજ આહની તાસીર જો.

પ્રેમની દ્રઢતામાઁ ખામી શી પછી,
પોષશે તેની નયનનાઁ નીર જો.

હુઁ ફિદા શાને થયો? દિલ જાનથી,
રૂપ ! તારા રૂપની તાસીર જો,

પયરહનના ચીરે ચીરા થઈ જશે,
તૂટશે મુજ ભાનની જંજીર જો.

કોડ દિલના ‘સીરતી’ પૂરા થશે,
આપશે યારી તને તકદીર જો.

‘સીરતી’ (વારસો-51)

'ટોળું' મોહઁમદઅલી ભૈડુ”વફા”

જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળુઁ.
અને એકી ટશે નિરખી રહ્યુઁછે આશનુ ટોળુઁ.

હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું;
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનુ ટોળું.

સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી;
જુઓ ને આવજો મા ખદબદે છે હાથ નુઁ ટોળુઁ.

તમે મેકઅપ કરોછોકે ઉગાડો રૂપની ખેતી;
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.


તમે સાકી પરબ આ ઝાં ઝવાની લઈને કયાં બેઠાં;
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.

ઘણુઁ ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી;
જુઓ આકાશમા પઁખી ઉડે કે પાઁખનુઁ ટોળુઁ.

“વફા”ચઁપા તણા ફૂલો તમે વાવીને શુઁકરશો
ભ્રમર આવી નહીં શકશે નેફરશે નાગનું ટોળું.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
લગાગાગા/ લગાગાગા/ લગાગાગા/ લગાગાગા
મફાઈલુન/મફાઈલુન/મફાઈલુન/ મફાઈલુન
(હજઝ છઁદ)

Tuesday, May 09, 2006

मेरे वजूद का वाहेमा-- मुहम्मदअली भैडु”वफा”मेरे वजूद का वाहेमा-- मुहम्मदअली भैडु”वफा”

कुछ भी नहीँ हम फीर भी हमारे होने का है वाहेमा,
वक़्त के सांचेमे एक दिन पीस जायेगी सब दास्ताँ.

तु कया तेरी नक़्सी हक़ीक़त का तिलस्म तूट्जायेगा,
राजदार था ये आयेना ,चुपभी रहेगा ये आयेना.

मुहम्मदअली भैडु”वफा”
.

હું કોણ છુઁ? ‘મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

‘મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

હું કોણ છુઁ?
ઘંટ નાદો થયા,
પ્રાત::પણ જો થયુઁ,
સૂર્યોદય થતાઁ હુઁ યે ચાલ્યો જઈશ,
કો અજાણી અદીઠીજ રાહો ઉપર,
નયનનુઁ પાત્ર લઈને વિલોકિશ હુઁ,
સૌ જતી આવતી રાહે મુખાક્રુતિ,
ઓફિસો,કારખાનાઁઓ ,સંસ્થાઓમાઁ,
શાળા કોલેજ કે પેઢીઓમા બધી
મૂલ્ય અંકાવવા મારુઁ યત્ન કરીશ,
પ્રિયે મારા પ્રતિ ,
એક દ્રષ્ટિ કરી જોઈલે,
સાંજ પડ્તાઁ સુધી વેચી આવીશ અગર,
નિષ્કપટ આ હ્ર્દય ,શુધ્ધ શોણિત હુઁ,
ને ભરી ઝોળીમા ચઁદ ચાઁદીના ટુકડા,.
જો ફરી પાછો અહિયાઁ હુઁ આવીશ તો,
એ સમે તુ મને ઓળખી ના શકીશ,
જઈને હુઁ કોને કહીશ-
જોને હુઁ કોણ છુઁ?
‘મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

Counters
Web Site Counter
Web Site Counter