તૌહીદની મયકદા-મોહમ્મદઅલી ભૈડુ"વફા"
તૌહીદની આ મયકદા છલકાયને રહેશે.
કુરઆનઆ આદેશ પણ ફેલાયને રહેશે.
કુફ્ર્ના વાદળ સહુ વિખળાયને રહેશે.
આ ધરાપર ન્યાય પણ તોળાયને રહેશે.
હો જીવન મુસ્લીમનુ જો ખુદ્દાર ખલીલ સમ
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
બસ ખુસદાનુ નામ લઈ આગળ વધી જાઓ.
ને નબીનુ કામ લઈ આગળ વધી જાઓ.
કામયાબી આવશે ચુમતી ક્દમ તારા ;
ઈમાનનો આ જામ લઈ આગળ વધી જાઓ.
નફરત તણી દીવાલ પણ ભેદાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
સીદ્દીકી શાનથી ચલો,ઊમરની આનથી ચાલો;
સદાએ હક બુલં કરવા દિલોને જાનથી ચાલો;
ખુદાથી માગીને લઈલો ગની ની માતબર દોલત;
મરી ફીટવાને મઝહબ પર અલીની શાનથી ચાલો.
ખુદાઈ પ્રેમના ઝરણા બધે રેલાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
અમારી કૌમની કશ્તી લગાવી પાર છોડીશું;
કરીશું સર શિખર સર્વે ન એકે દ્વાર છોડીશું.
અમે છીએં જવાં મુસ્લીમ બુલંદ હોંસલાબાજો;
ખુંદી વળશું બધા દરિયા નકો મઝધાર છોડીશું.
ઈન્સાનિયતની ખુશ્બુ પણ મ્હેકાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
વિશ્વ પણ સમજી જ્શે મારા હજુરનો જમાલ;
વિશ્વમા પેદ કદી થઈ નથી જેની મિસાલ;
કુદરતે અર્પયા હતા કંઈ કેટલાયે મૌઝિજહ
અંગુલિના એક ઈશારામા કપાયો'તો હિલાલ.
કથનો નબીના "વફા"ચર્ચાયને રહેશે.
આ આગ નિશ્ચે બાગમા પલટાયને રહેશે.
મોહમ્મદઅલી ભૈડુ"વફા"
0 Comments:
Post a Comment
<< Home