Wednesday, April 04, 2007

બઝમે વફા ની નવી સાઈટ

બઝમે વફા ની નવી સાઈટ

આદરિણય મિત્રો,સાથીઓ અને વડીલોહવે પછી .બઝમેવફા’ની નવી પોસ્ટો નીચે જણાવેલ wordpress.com પ્રગટ થશે .તો ત્યાઁ જવા અહીઁ કલીક કરો.

www.bazmewafa.wordpress.com/

બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ

Tuesday, March 27, 2007

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

વિચાર સૌંદર્ય અને વિચર વિશિષ્ટ બાનીમાં અભિવ્યકતિ એ કોઇ પણ કાવ્ય પ્રકારનાં અવિભાજ્ય અંગ ગણાય.પરંતુ એ બન્નેની સાથોસાથ સંગીતમયતા એ ગઝલનો પ્રાણ ગણાય છે.વિચાર અને એની રજૂઆત ભલે ને ગમે તેટલા વિશિષ્ટ હોય કે પ્રાણવાન હોય; પણ એ ગઝલ ગાઈ શકાઈ એવી ન હોય તો ગઝલ તરીકે સફળ થયેલી નહીં ગણાય.
ગઝલની બહેરો_છંદો અક્ષર મેળ નથી,કે નથી માત્રા મેળ.પરંતુ એ ઉચ્ચાર મેળ છે.એમ કહી શકાય. તેથી બહેરને વફાદાર રહી દરેક પંક્તિ ન રચાય તો એની સંગીતમયતા નષ્ટ નહીં થાય. તોયે તેમાં ખોટ તો જરૂર વર્તાય.એની સંગીત મયતાને કારણેજ ગઝલઉર્દુ,ફારસી,હિંદી,ગુજરાતીમાં પણ લોકપ્રિય થઈ છે.
ગઝલમાં વિચાર પરંપરિત હોય ,આખી ગઝલ એક વિચારને વિકાસ ગતિ આપતી રહે એવું હોય તો એ ગઝલ હૃદયંગમ લાગે ખરૂ,:એવું હોવું આવશ્યક નથીજ.ગઝલનો દરેક શે’ર પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.એ શે’રનો અર્થ પામવા માટે એ ગઝલના અન્ય કોઇ શેર પર એને આધાર રાખવો પડતો નથી.નઝમ કે કાવ્યમાં એવું હોવું જરૂરી છે,ગઝલમાં નહીં.
કોઈ પણ સાહિત્ય પ્રકાર હોય કે કલા હોય તેમાં પ્રયોગો થતા રહ્યા છે.થાયછે અને થતા રહેશે.એ આવકાર્ય અને આવશ્યક પણ છે.ગઝલના વિશ્વમાં પણ એટલુંજ સત્ય છે. પણ આજે ગઝલમાં ‘પ્રયોગ શિલતાની’ સાથે કયારેક ‘પ્રયોગખોરી’ પણ દેખા દે છે તે દુ:ખદ છે.એ ‘પ્રયોગખોરી”સાચી ગઝલની ઉન્નતિમાટે નુકસાનકારક છે.ગઝલ સમજવા ,માંણવા માટે જેમ ગઝલની પરંપરાનો થોડો ઘણો પરિચય હોવો જરૂરી છે તેથી વધુ ગઝલમાં નવા પ્રયોગો કરતા પહેલાં ગઝલની પરંપરાનો પુરતો પરિચય હોવો જરૂરી છે.રઘુપતિસહાય ‘ફિરાક’ગોરખપુરી એ ગઝલ અંગે કહ્યું છે કે
‘એક તેઝ છુરી હૈ ,જો ઉતરતી ચલી જાયે.’
અંજુમ’વાલોડી (ઈંગ્લેંડ)

એમના કાવ્ય સંગ્રહ ‘‘અજંપોત્સવ’માથી સાભાર.

Sunday, March 25, 2007

દ્વાર ખોલે છે_’દીપક’બારડોલીકર

ના’ત(પ્રશસ્તિ કાવ્ય)

મદીનાના મુસાફર કાજ દિલના દ્વાર ખોલે છે
મુકદ્દર એમનું અલ્લાહ પારાવાર ખોલે છે.

પ્રશસ્તિમાં નબીની ઓષ્ટને પળવાર ખોલે છે
જીવન મે’લાતમાં બારી એ ખૂશ્બૂદાર ખોલે છે.

ખુદાને પામવાના પંથની હું ધૂળ થઈ જાઉં
કે એ નૂરાની રસ્તો અહમદે મુખ્તાર ખોલે છે.

રગેરગમાં વસાવે છે નબીના પ્યારની ખૂશ્બૂ
પડેછે એનાં પગલાં ત્યાં ખુદા ગુલઝાર ખોલે છે.

દરજ્જો એમનો કેવો હશે ઈન્સાન શું જાણે?
ખુદા ખુદ જેમના માટે ગગનના દ્વાર ખોલે છે .

આ બુધ્ધિ લાખ ચાહે તોયે જે ખૂલી નથી શકતાં
રહસ્યો એ બધાં ‘દીપક’ નબીનો પ્યાર ખોલે છે.

_’દીપક’બારડોલીકર

(સિરાતે હરમ માંથી સાભાર)

Saturday, March 24, 2007

પયગંબર હઝરત મોહંમદ(સલ.)સાહેબનો જન્મદિન_કાસીમ અબ્બાસ


પયગંબર હઝરત મોહંમદ(સલ.)સાહેબનો જન્મદિન_કાસીમ અબ્બાસ


ભાઈ જનાબ કાસીમ આબ્બાસ સાહેબનો આ ઉમદા લેખ જે ગુજરાત ટાઈમ્સમાં છપાયો છે.એમની અનુમતિથી એ અંહી નકલ કરતાં બઝમે વફા આનંદ અનુભવે છે.એ મૂળભૂત જેપેજીમાં હોય ,એને વાંચવા ડબલ કલીક કરો.

Wednesday, March 21, 2007

જનશક્તિ હું_ઉમાશંકર જોશી

જનશક્તિ હું.

રૂંધાયેલા ચૈતન્યની ઢુંઢી રહેલી અભિવ્યક્તિ હું.
જંજીર પગમાં તોયે લેતી ઠોકરે
રાજમુગટો કૈંક; ને શાં થરથરે.
કાળજાં દુ:સાશકોના મારી ભૈરવ ત્રાડથી!
માર્ગ મુજ છાયો કંઈ સમ્રાજ્ય કેરાં હાડથી.
જવાલામુખી મારા ભૂખ્યા ઉદરે ધગે,
લોહી નહીં, લાવા વહે મારી રગે.
પડશે જ લેવો ઘાટ કૈં નવલો જગે.
આજ હું ઊભીશ ઉન્નત મસ્તકે
અઢેલી હિમાશૃંગને.
મોલ લચતા ખેતરે પાલવ કશો મુજ ફરફરે !
દિશ દિશ બને મુખરિત અહો સ્મિતમર્મરે!
ઇતિહાસના ખંડેરમાંથી
બાંધવી ઉન્નત ઇમારત ભાવિની.
આવો બાંધવ,આવો સાથી,
આમંત્રતી મનુકૂલ સકલની મુક્તિ મંગલદાયિની.

_ ઉમાશંકર જોશી

Monday, March 19, 2007

હઝલ_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

હઝલ

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.

બેકાર સાથે!

દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.

(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)

ડોકિયું:

સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.

દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?

Sunday, March 18, 2007

અરબી ,ગુજરાતીના સમાનતા ધરાવતા છંદો_મોહમ્મદઅલી’વફા’

1_ મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છં
દ(3 અક્ષરી).
2_મુતકારિબ છંદ(11 અક્ષરી) =દોધક છંદ (11 અક્ષરી).
3_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી)= ઇઁદ્રવજ્જા છંદ(11 અક્ષરી).
4_મુતકારિબ છંદ (22 અક્ષરી)=મદિરા છંદ (22 અક્ષરી).
5_મુતકારિબ મુઝાઅફ છંદ(18 અક્ષરી)= મંજરી છંદ (9 અક્ષરી).
6_મુતદારિક છંદ (15 અક્ષરી) = સારંગી છંદ(15 અક્ષરી).
7_મુતદારિક છંદ (12 અક્ષરી)= સ્રગ્વિણ છંદ (12 અક્ષ્રરી),વિમોહા છંદ(6 અક્ષરી)
.8_ મુતદારિક છંદ (8 અક્ષરી)= વિદ્યુન માળા છંદ(8 અક્ષરી).
9_ મુતદારિક છંદ (12 અક્ષરી ,12 શબ્દી) =બિદુલ્લિખા છંદ (6 અક્ષરી).
10_હજઝ છંદ (16 અક્ષરી) =મુદ્રા છંદ (4 અક્ષરી).
11_ હજઝ છંદ (16 અક્ષરી) =નારાચ છંદ (8 અક્ષ્રરી),મીમેત છંદ (32 અક્ષરી),પ્રમાણિકા છંદ(8 અક્ષરી).
12_ રજઝ મત્વી છંદ(16 અક્ષરી)=સમુહી છંદ (4 અક્ષરી).
13_ રજઝ છંદ(16 અક્ષરી)= (હિઁદી)હીર છંદ (4 અક્ષરી).
14_રમલ છંદ(16 અક્ષરી)= સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ( 4 અક્ષરી).
15__રમલ છંદ(14 અક્ષરી)=સમાનિકા છંદ(7 અક્ષરી).
16_ રમલ મહફ્ઝૂફ છંદ(15 અક્ષરી) =ચામર છંદ (15 અક્ષરી).
17_કામિલ છંદ (20 અક્ષરી) = ગીતક છંદ(20અક્ષરી)હંસા છંદ(20 અક્ષરી ત્રણે કોઠે મળેછે),સઁજુકતા છંદ (10 અક્ષરી),પ્રિય છંદ (5 અક્ષરી).
આધાર:શાઇરી ભાગ 1_2_ હાશિમ બીન યુસુફ ભરૂચા”ઝાર” રાઁદેરીઆ દરેક છંદોને ઉદાહરણ સહિત વાઁચવા માટે નીચેનુઁ URL કલીક કરો.


અરબી ગુજરાતી સમાન છંદોની ટુંકી વિગત

(1)_મુતકારિબ,ભુજંગી ની માહિતી

1_મુતકારિબ છંદ(12 અક્ષરી)=ભુજંગી છંદ(12અક્ષરી),સોમરાજી છંદ(6 અક્ષરી),શશી છંદ(3 અક્ષરી)
(1) મુતકારિબ છંદ. (12 અક્ષરી)(ભુજંગી છંદ) (12 અક્ષરી)
નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.
અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =
ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા,
ભુજંગી છંદ(12 અક્ષરી) યયયય ગણ.ભુજંગી છંદ : અરે બો, લનો તો, લમાની અમારો.ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો, વધારો. (ક.દ.ડા.).(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(ય ગણ) (ય ગણ) (ય ગણ) (ય ગણ).યયયય
મારું હોમ વર્ક: 1લગાગા,લગાગા,લગાગા ,લગાગાભુજંગી તણા છે, સહેલા, ગણોસૌ.2(યશોદા) (યશોદા) (યશોદા (યશોદા)(તમેઆ) (વશોને) (અમારા) (નિવાસે).
વધુ માહિતી માટે કલીક કરો:

(2)_મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)

(2)મુતકારિબ અસ્રમ છંદ (11 અક્ષરી )=ઇન્દ્ર વજ્જા છંદ(11 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =
ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા
:જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા
કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)
ઇન્દ્ર વજ્જા છંદ 11 અક્ષરી(યતિ નથી)
તારાજ, તારાજ, જ્કાત, ગા,ગા (ગાગાલ) (ગાગાલ) (લગાલ) ગા,ગા(તતજગાગા) ગણ આ સમાનનતા ધરાવતા છંદ માં એક વાત નોંધ પાત્ર છે કે, અરબીનુઁ ગાગા.લગાગા.લગાગા,લગાગા ,ગુજરાતીમાં આવી ગાગાલ,ગાગાલ,લગાલ,ગા,ગા થઇ જાય છે. પ્રશ્ન એ થાય કે લઘુ,ગુરૂ ને આ રીતે નવેસરથી ગોઠવાવાનો અર્થ શું? મુતકારિબ અસ્રમ છંદમાં ગઝલ લખવુઁ હોયતો ગાગા,લગાગા,લગાગા.લગાગા પ્રણાલિ અનુસરવુઁ પડશે.જો ઈન્દ્રવજ્જા છંદ મા કાવ્ય લખવુઁ હોયતો ગાગાલ.ગાગાલ, લગાલ,ગા,ગા પ્રણાલિને અનુસરવું પડે.પ્રખ્યાત ઉદાહરણ:ત-ત-જ+ગા-ગા યતિ નથી.
ઉદાહરણ પંક્તિ : ઈલા સ્મરે છે અહીં એક વેળાઆ ચોતરે આપણ બે રમેલાં !” ( ઈલા કાવ્યો –સરળ ગુજરાતી વ્યાકરણપાન.ન.139 લે.ડૉ.ભરતકુમાર ઠાકર)યાદ રાખો:તતજગાગા,ઇન્દ્રવજ્જા
. નોંધ: જ.ઝાર રાંદેરી સાહેબે અહીઁ અક્ષર મેળ ની સમાનતા નું ઉદાહરણ આપવા પ્રયત્ન કર્યો છે.અરબી છંદ અને ગુજરાતી છંદની બીજી ખાસિયતો આથી બદલાતી નથી.ઉ.તરીકે મુતકારિબ અસ્રમ છંદમાં લખેલો શેર કે ગઝલ કાફિયા,અને રદીફની પાબંદી તેમજ ગણની ગોઠવણીના ફર્કને લઈ ઇન્દ્ર્ વજ્જા છંદમાં લખેલ કવિતા ન કહી શકાય.અને એજ રીતે એનાથી વિપરીત.ઉદા:આ વાડ માંએક ઉગેલ ચંપો ઊખાડવાની કરશો ન હિમ્મત.
(3)_મુતકારિબ છંદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છંદ)
અરબી શબ્દો: ફાઅફઊલ _ ફઊલ_ ફઊલુન્
લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =
ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા
દોધકછંદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો
11 અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)


(4)મુતકારિબ છંદ( 22 અક્ષરી)(મદિરા છંદ)
અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્
લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =
ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા
મદિરા છંદ: તુંમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)
(5) મુતકારિબ મુઝાઅફ છંદ( 18 અક્ષરી)(મંજરી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =
ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા
ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)

મંજરી છંદ 18 અક્ષરી: જાકે_હીમેં_ લાગે__ હોતુમજાગે___હોનિશજાકે_લેહેં(પં..સુ.)(6) મુતદારિક છંદ (15 અક્ષ્રરી)(સારંગી છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા
સારંગીછંદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.
15અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)
:પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)
(7)મુતદારિક છંદ (12) અક્ષરી (સ્રગ્વિણ છંદ)
અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્
લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =
ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા
સ્રગ્વિણછંદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને12અક્ષરી મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)
વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)
છંદ છઅક્ષરી:(8) મુતદારિક છંદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છંદ)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા
વિદ્યુનમાળા છંદ: મામા___ગંગા _____કેવી____મોટી
8 અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)
કામા છંદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)2 અક્ષરી(9) હજઝ છંદ (16અક્ષરી)(નારચ છંદ)
અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્
લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =
ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા
નારાચ છંદ 16 અક્ષરી:ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને(ક.દ.ડા.)

(10) કામિલ છંદ (20અક્ષરી) (ગીતક છંદ)

અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્

લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_

ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા

ગીતક છંદ 20 અક્ષરી:
ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ(ક.દ.)

(11) મુતદારિક છંદ (12 અક્ષરી 12 શબ્દી) બિદુલ્લિખા છંદ( 6 અક્ષરી)
અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્
લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =
ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા
ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે
તોમા___રુંશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે (ઝા.રા.)
બિદુલ્લિખા છંદ:તેરે_પાછે_કોહે,_ વાકી_શોભા_જોહે(પં.સું)
(6 અક્ષરી)

(12) હજઝ છંદ (16અક્ષરી) મુદ્રા છંદ (4 અક્ષરી)
અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્
લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =
ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા
ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછેમુદ્રા છંદ: (4 અક્ષરી)ઉદાહરણ: એનંગારી__શશીધારી, __કૃપાકીજે,___દયાકીજે (પ.સુ.)
(13) રજઝ મત્વી છંદ (16 અક્ષરી) સમુહી છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા

ઉદાહરણ: ઝારતણા__ હાલથકી__આપખબર___દારનથી (ઝ.રા)

સમુહી છંદ(4અક્ષરી):
ઉદાહરણ:ભાળઅહીં,__ જ્યાંસમુહી,_શત્રુનકી,__ત્યાંજથકી(ક.દ.દા.)


(14) રજઝ છંદ (16 અક્ષરી) (હિંદી) હીર છંદ (4 અક્ષરી)

અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા

ઉદાહરણ: કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો
(હિંદી) હીર છંદ (4 અક્ષરી)
ઉદાહરણ: રામાભજો,__ક્રોધતજો,___ચિંતાહરો,____પાપેડરો(પ.સુ.)

(15) રમલ છંદ (16 અક્ષરી), સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = __= ! = =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા

ઉદાહરણ: હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે

સૂમ છંદ (4 અક્ષરી),વાર છંદ(4 અક્ષરી)

ઉદાહરણ: રેલવારી__વારતારી___શીખસારી__ઊરધારી(ક.દ.ડા)

(16) રમલ મહફૂઝ છંદ બ (15અક્ષરી) ચામર છંદ (15 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ! ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ

ચામર છંદ (15 અક્ષરી)

ઉદાહરણ:ચામરોચ__ચલાચિત્ત___મોહીમોર__યંગમાં(ક.દ.ડા.)

(17) રમલ છંદ (14અક્ષરી) સમાનિકા છંદ(7 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર
સમાનિકા છંદ(7 અક્ષરી)
ઉદાહરણ: રોજગંધ__ દાનિકા,__જોસતી___માનિકા(ક.દ.ડા.)

અગત્યની નોંધ: આ તમામ માહિતી શાઈરી ભાગ1-2(લે.હાશિમ બિન યુસુફ ભરૂચા,રાંદેરી આવૃતિ*1 પ્રકાશન 1936 થી લેવામાં આવી છે. પિંગળ શાસ્ત્ર અને છંદો પર તે પહેલાં અને પછી ઘણા પૂસ્ત્કો લખાયાં છે.(દી.બ.)કૃષ્ણલાલ ઝવેરી,રણછોડભાઈ ઉદયરામ ના પૂષ્તકો લખાય ચુક્યાં છે.તે પછી શ્રી જમિયત પંડયા,શ્રી શકીલ કાદરી,શ્રી રઈશ મનિયાર,શ્રી શૂન્ય પલનપુરી,,શ્રી આશિત હૈદ્રાબાદી શ્રી રતિલાલ અનિલ અને બીજા ઘણા માનનિય લેખકોનાં પૂષ્તકો ,પૂષ્તિકાઓ.,ટૂંકી નોંધ વિ.છે.તો પાઠકોને વિનંતી છે કે જે પૂષ્તક મળતું હોય તેનો લાભ ઉઠાવવા તસ્દી લેવી.

Saturday, March 17, 2007

શૂન્ય’ પાલનપુરીના મુકતકો,શેરો.

મુકતક
1
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.

લાગે છે ‘શૂન્ય ‘મૌનની સરહદ નજીક છે
વાણિનો આ વિલાસ વધુ ચાલશે નહીં.

2
શ્વાસના પોકળ તકાદા છે તને માલુમ નથી
નાઉમ્મીદીના બળાપા છે તને માલુમ નથી.

જિંદગી પર જોર ન ચાલ્યું ફકત એ કારણે
મોતના આ ધમપછાડા છે તને માલુમ નથી
3
શૂન્યના મૃત્યુ વિશેની અટકળો ખોટી ઠરી
ના થવાનુઁ થઈ ગયુઁ વાત એવી સાંભળી.

બુધ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનુ
લાગણી વાળા હવે રાખે છે એનીએ સાદડી.

ચુનંદા શેરો.

ખૂબજ ધમાલમાં છે શ્વાસોચ્છ્શ્વાસ આજે
હે જીવ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે.
*
ફરિશ્તાઓ મને લઈ જાય છે નિજ હસ્તે મરણ ટાણે
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.
*
શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી
કોઈની તો યાદ છે જે અધરમાં અટકેલ છે.
*
હવે તો શૂન્ય દીવાના !ઘડીક પોઢી જા
તમામા રાત કરી તેં જગતની ઊંઘ હરામ.
*
અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
*
થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?

_ 'શૂન્ય' પાલનપુરી

Friday, March 16, 2007

કાફિયા_જ.શકીલ કાદરી







Wednesday, March 14, 2007

એક લાંબા ચુઁબન માં _ કેટલી પ્યાસ છૂપાયેલ છે.

ઉર્દુના સુપ્રસિધ્ધ કવિ બકર મેહદીની એક આઝાદ નઝમનો અનુવાદ


એક લાંબા ચુઁબન માં _ કેટલી પ્યાસ છૂપાયેલ છે.

તરસના આ બધા રેત કણો
આંગળિયોથી ટપકી રહ્યાં છે.
મારા અને તારા પગરવ માં
કેવી એક સરિતા વહી રહી છે.
ન જાણે કેમ એક આશાની નૌકા
તારા નયનોમાં ડૂબીને ઉભરી આવેછે.
નિશ દિન પોતાના કિનારથી
એક નવ સમુદ્રનું ખેડાણ કરી પરત થાય છે.
મારા અને તારા હાથની અગ્નિથી
આ ઓરડાઓમાં દીપકો સળગી ઉઠયાછે.
એ નૂતન દિવળીની આરતી ઉતારશે.
આવનારી રાત્રિઓના પૂષ્પો.હાસ્યો અનેઅશ્રુઓ

(_બકર મહેદી અનુ.’વફા’ )

Saturday, March 10, 2007

અંજુમને અંજુમ_મોહમ્મદઅલી’વફા’

કાફલામાનો એક_રતિલાલ અનિલ


અજઁપોત્સવી રચનાઓ એક સાથે વાઁચવા મળી ત્યારે 1992 થી 1995 સુધી વર્તમાન ગઝલનો સ્થિર પાયો રચી આપનારી એક સામુહિક પ્રવુત્તિ ગુજરાત વ્યાપી ચાલી.તેના અદના સાથી રૂપે કહો કે કાફલામાઁના એક રૂપે સફર કરી હતી,તે આખો સમય ફરી જીવવા લાગ્યો હોવાનુઁ અનુભવ્યુઁ.ભાઈ ‘અંજુમ; તો 1942 પછી મળ્યા.અને સૌમ્ય પ્રકૃતિનો એ ખાનદાન જેવો મુશાયરાના મંચ પર છેલ્લા તબક્કામાઁ કયારેકજ આવ્યો હશે.પરંતુ એક આત્મીય સર્જક રૂપે અમારો સબન્ધ આજ સુધી રહ્યો છે.કોઇ જાતની જાહેરાત અને જૂથવાદના. સાહિત્ય જગતમાઁ એવા સાહિત્યાનુરાગી ,સાહિત્યના મૂગા અભ્યાસી ‘અંજુમે’મહા કવિ ઈકબાલના ફારસી ભાષામાઁ અને થોડા ઉર્દુ ભાષામાઁ રચાયેલા શેરોનો ‘ઈકબાલી મુકતકો’રૂપે અનુવાદ કર્યો તે સંગ્રહ રૂપે પ્રગટ થયો.એક દિવસ અચાનક દિલ્હીની સાહિત્ય અકાદમીનો પત્ર આવ્યો કે અકાદમી ‘ઈકબાલ મુકતકો’માટે અનુવાદકને અનુવાદ માટેનુઁ રૂપિયા દસ હજારનુઁ ઈનામ જાહેર કરેછે,ત્યારેમારા આનઁદાશ્ચર્યનો પાર ન રહ્યો.ખૂણે બેસી કોઇ માણસ નોઁધપાત્ર કામ કરે છે,એ જોનારુઁ કોઇકતો છેએ પ્રતીતિ પ્રસન્નકર બની.
સુરત જીલ્લાનાઁ વાલોડ ગામ વિશે યોગ્યજ કહેવાયુઁ છે કે ત્યાઁ વિશિષ્ટ માણસો પ્રગટ થતા રહ્યાછે..’અંજુમ’ સુરતની અંજુમને ઈસ્લામની હાઈસ્કૂલમાઁ શિક્ષક રૂપે જોડાયા ત્યારથી અમારી મૈત્રી ગાઢ થઈ.
એમના મોટા ભાઈ લઁડનની સરકારી હૉસ્પીટલમાઁ ડોકટર એટલે એમણે અંજુમને બ્રિટન તેડાવી લીધા.ત્યારથી પંત્રીસ વર્ષથી તેઓ ત્યાઁ છે.
’પ્યારા બાપુ’માસિકનો સઁપાદક હતો ત્યારે એમની પાઁસે પ્રેરક પ્રસંગો લખાવી પ્રગટ કરતો રહ્યો.મૂળે સર્જક પ્રકૃતિના ચિત્રકારો,ભાઈઓને એ એટલા ગમ્યા કે એક પાઠ્યપુસ્તકની કક્ષાની ‘અલ્લાહના બઁદા’પુસ્તિકા પ્રગટ કરી.બ્રિટનના કવિ લેખકો જલ્સા કરેછે,અહીઁના કવિ લેખકો ત્યાઁ આઁટા ફેરા મારે છે, પણ આ માણસ કે તેની હેસિયત વિશે અજાણ રહેવાનુઁ,અસ્પૃશ્યતાનુઁ સુખ અનુભવતા હશે.
આ સંગ્રહમાઁની મોટા ભાગની ગઝલો,મુકતકો 1957 સુધીના ગાળાના હશે.અમારા સંગ્રહ સાથે એનો સંગ્રહ પ્રગટ થવો જોઇતો હતો ,તો કાળન્યાય પણ મળ્યો હોત.જે માણસ હાઈકુ લખી શકે તે આધુનિક સાહિત્ય પ્રવાહોથી અજાણ તો નજ હોય.એમણે વિશ્વ સાહિત્યમાઁ આદર પામેલા સર્જકોનાઁ કેટલાક કાવ્યોનાઁ પોતાની પસન્દગીએ અનુવાદ કર્યો છે. પણ.પરંતુ ગઝલ માટે એમને અભ્યાસ અને પ્રતીતિએ પરઁપરા રિવાયત સ્વીકારી લીધી.
_રતિલાલ ‘અનિલ’(અજઁપોત્સવ,ની પ્રસ્તાવના માઁથી)
ચલો ત્યારે શ્રી ‘અંજુમ’ વાલોડીના ‘અજઁપોત્સવ”ને થોડો આપણે પણ માણી લઈએ.
(જનાબ અંજુમ વાલોડી સાહેબના આ ગ્રઁથની પ્રથમ આવૃતિ માર્ચ 2000 માઁ પ્રગટ થઈ છે.એમનુ યુ.કે.નુઁ સરનામુઁ એમા નીચે જણાવેલ છે.
Anjum Valody
4 Woodlands Gardens,
Woodford new road,’
Walthamstow
London E 17 3Ps
Enagaland
-
1
કત્બા_કબરલેખ

ભિખારીની કબર

નામ પર એના મને દુનિયાની દોલત તો મળી
કોઇ અપાવીદો હવે જન્નત ખુદાના નામ પર.
2
બાઁગીની કબર

રહ્યુ’તુઁ જોર ના મુજ ફેફસામાઁ,
હવે આરામ છે અલ્લહો અકબર!

ત્રણ હાઈકુ
1
રોજ પ્રભાતે
કમળ પૂષ્પ સંગે
ભમરો ખીલે.
2
અહીઁ શિયાળે
બરફ કયારીમાઁ
સ્નો મેન ઊગે.
3
બરફ વર્ષા
વાદળ પર લોકો
પગલાઁ માઁડે.

ગઝલો
1
ભીંત પર
*
જોઈ લઊઁછુઁ સ્વપ્નને સાકાર ભીંત પર
છે એટલો તો મારો અખત્યાર ભીંત પર.

ખાલે કરી ગયાછે વસાહત કરોળિયા
જાળાઁની રહી ગઈ ચે ફકત હાર ભીંત પર.

હળવે રહીને મૂકજો ચિત્રિ ભવિષ્યનાઁ
વીતી ગય્ર્લા કાળનો છે ભાર ભીંત પર.

માન્યુઁ હતુઁ પ્રલયમાઁ સહારો તો જોઈશે
દોરી’તી મેઁ એટલે પતવાર ભીંત પર.

વસવાટ આપણો છે અહીઁ એક ભીંત નીચે
છે તો યે કેમ દ્રેષની તલવાર ભીઁત પર.

મિત્રો તો છે પરંતુ ખરી મિત્રતા નથી
આધાર આપણો છે નિરાધાર ભીંત પર.

જેને મળી શક્યુઁ ન કોઇ સ્થાન પત્રમાઁ
જોવા મળેછે એવા સમાચાર ભીઁત પર.

-‘અંજુમ’વાલોડી

ડોકિયુઁ:(એક મિત્રે 1989મા પાકિસ્તાન ની મુલાકાત પછી લાહોર એર પોર્ટના સોચાલયની ભીઁતે લખેલ એક ભીઁત પત્ર શેર ના રૂપે લખેલુઁ સંભળાવેલુઁ
’ન બાપ શરીફ ન બેટા શરીફ નવાઝ શરીફ’નવાઝ શરીફ શાયદ તે વખતે પાકીસ્તના વડા પ્ધાન હતા_વફા)

તોય ચાલશે

ઠરવાને કોઇ થામ હશે તો ય ચાલશે
ખંડેરમાઁ મુકામ હશે તોય ચાલશે.

કહેતાઁનથી કે આવો ને આવી ગળે મળો
બસ દૂરથી સલામ હશે તોય ચાલશે

આપે ન તુઁ ભરીને ભલે કે મને હવે
સામે જો ખાલી જામ હશે તોય ચાલશે.

પેદા કરી લીધી છે કરમત મેઁ હાથમાઁ
મોઢે અગર લગામ હશે તોય ચાલશે.

આવે ભલે ન હાથમાઁ એક્કો કે બાદશાહ
રાણી કો ગુલામ હશે તોય ચાલશે.

‘હીલો’કરી હલાલ કરી લઈશ હુઁ બધુઁ
દેવુઁ છે કૈઁ? હરામ હશે તોય ચાલશે.

બટવો અગર ભર્યો રહે સીતાનો દેશમાઁ
પરદેશમાઁ જો રામ હશે તોય ચાલશે.

જો આવતો હો અંત વ્યથાઓની રાતની
એક ધૂઁધળી સવાર હશે તોય ચાલશે.

_‘અંજુમ’વાલોડી

થોડા શેરો

‘અંજુમ’ બળી રહ્યુઁ છે મારુમ રોમ રોમ
નીરોન હાથમાઁ શુઁ હજી સિતાર છે.
***
હુઁ ઉજવી તો રહ્યો છુઁ અજઁપનો ઉત્સવ
ન તો ય જંપશે આ ઉગ્રતા તો શુઁ થાશે?
*
અકળાઈને બપોરના સૂરજના તાપથી
પડછાયો મારો મારા પગોમાઁ પડી ગયો.
*
કોદાળી પાવડા લઈ આવ્યા હતા ઘણા
ખોડી શક્યુઁ ન કોઇ તોયે જુલ્મની કબર
*
જો નહીઁ સંભળાય સર્જક નો અવાજ
તો પછી આ ગુઁબજો શા કામના?
*
હવે ગમતી નથી કડવી વાત કોઇને
કે ચસ્કો જીભનો લાગ્યો છે કાનનો હવે!
*
પરિચિત હોય જે પગલાના સ્વાસની’અંજુમ’
તે બારણાને ટકોરાની પણ જરૂર નથી.
*
ભૂલા પડ્યા વિના ભટકવાનુઁ હોય તો
ચાલ્યા કરુઁ જો તને મળવાનુઁ હોય તો!
*
પડઘાતો રહેછે કાનમાઁ દૂનિયા બધીને શોર
તારો અવાજ એમાઁ ભલે તો ગઝલ કહુઁ.
*
જુદો બધાથી પડુઁ છુઁ બધાની સાથે
કે મારો માર્ગ હુઁ કાપુઁ છુઁ કાફલા સાથે.

Wednesday, March 07, 2007

પડછાયો_યોગેશ જોષી

એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.
સામેના થોરની વાડ પર આળોટ્યો
ને
લોહીઝાણ થઇ ગયો
પછી કોઇ સળગતીએ ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળના લીમડાની નીચે
ખરી પડેલા લીલાઁ પાઁદડાની પથારીમાઁ
આખી રાત આળોટયો,
ને સવારે ઊઠીને
પાદરનુઁ તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યો સામેના જુના મઁદિરે,
મઁદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.

_યોગેશ જોષી(કંકાવટી35માર્ચ2006)

પડછાયો_ આસ્વાદ*રાઘેશ્યામ શર્મા

વરસાદના એક ટીપાઁ પર આખીયે સૃષ્ટિને કોતરવાનુઁ કામ ‘એક શબ્દ નિષ્ઠ સર્જકને બાકી લાગેછે.’પડછાયો’ આવા કર્તાની કૃતિ છે..પડછાયો કયારે હોય ?પ્રકાશ હોય ત્યારે અન્ધકારમાઁ છયા ઓછાયાનો પોરો પોખવા મળે ખરો?પ્રકાશનો મહિમા છે, પડછાયાને કારણે.પડછાયાની ગરિમા કવિતામાઁ વર્ણન પામીછે પ્રકાશને લીધે.પરસ્પર અવિનાભાવિ સબન્ધની ઓરમાઁ વીઁટળાયેલા છે.જયાઁ જયાઁ પ્રતિચ્છાયા હશે પડછાયો હશે ત્યાઁ ત્યાઁ પ્રકાશ હોવાનો જ.આધુનિક કવિ નિરંજન ભગ,નરસિઁહ મહેતા બન્યા સિવાય સરસ પઁકતિઓ આલેખી ચુક્યા છે.

હુઁ ને મારો પડછાયો
જ્યાઁ દીપક બુઝ્યો
હુઁત્યાઁ ઓલવાયો.

યોગેશની રચનામાઁ ‘પડછાયો’અભિનવ આકૃતિ ધારણ કરી ગતિ કરતો પામીએ છીએ.સાઁજના સમયે જયારે કે એક સ્વયઁ સંચલિત સ્વતંત્ર વ્યક્તિત્વવાન ના હોય એમ પડછાયો કાવ્ય નાયકથી અળગો થઈ ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.પડછાયો પોતાની નિયતિ અને નિતિ અને વિધિ મનુષ્યથી મુકત થઈ નક્કી કરી શકવાનો સમર્થ ખરો?હા કાવ્ય કૃતિમાઁ શક્ય છે.કદાચ કાવ્યની આકૃતિમાઁજ.અહીઁ તો સ્વતંત્ર થવાનુઁ મૂલ્ય પોતાને ભોગે અને જોખમે અનુભવે છે.પરિણામે....
‘સામેના થોરની વાડ પર આળોટ્યો ને લોહી ઝાણ થઈ ગયો.’ વ્યક્તિથી વિલગ થયેલી પ્રતિચ્છાયા મૃત્યુપર્યઁત લઁબાઈ છે. માટે તો ‘કોક સળગતી ચિતામાઁથી આરપાર પસાર થઈને સ્મશાન પાછળનાઁ લીમડાની નીચે ખરી પડેલ લીલાઁ પઁદડાની પથારીમાઁ આખીય રાત આળોટ્યો..’
માણસની સદ્ય ચેહના વિરોધમાઁ લીલા પાઁદડાનો વૈભવી ભોગ અને ઠાઠ સરળતાથી શબ્દ રૂપ પામ્યો ગણાય.રાત આમ વીતી ત્યારે સવારે પડછયો પાદરનુઁ તળાવ તરીને ‘જૂના મઁદિરે’પહોઁચે છે.છેક શિખરે પહોઁચી જાય છે.જુનુઁ મઁદિર અહીઁ પડછાયાની કારકીર્દિર્ની પરાકષ્ઠારૂપ મોક્ષના સઁકેત પ્રતિક લેખે પ્રત્યક્ષ કરાવાયુઁ છે.
મનુષ્યની માફકજ પડછાયાને પ્રગતિ કરતો દર્શાવવામાઁ થોડુઁ સમીકણાત્મક બની જવાનો દોષ સઁભવ પેઁસી ગયો છે.વ્યક્તિને સ્થાને પડછાયા ને બરબર લગોલગ ,કટોકટ મૂકવાની કર્તાની ટેકનીક કસબ તરીકે ખોટી નથી.પણ આપણને એંથ્રોમોપોમોર્ફિક’માનવ ગુણારોપક સભાનતા અર્પી ગયા સિવય છોડતી નથી .પણ કદાચ નિર્વાર્ય નથી.
અજાતની રચનાઓમાઁ .
આમ છતાઁ ‘પડછાયા’ને કવિતાની આકૃતિમાઁ જ ઉધ્ધારનારી અઁતિમ પઁક્તિઓ સબળ છે. માટે કૃતિ સફળ છે.
ને ફરફરતો રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.’
ધર્મ પ્રતિકનાઁ કલંક રૂપ મેલમાઁજ પડછાયો ભળી જવાની વિગતથી વક્રોકતિ યોગેશની આધુનિકતાનો ઉત્તમ અણસાર આપે છે.
(શ્રી રાઘેશ્યામ શર્મા ના આ રચનાનાઁ આસ્વાદમાઁથી બહુઁ થોડુઁ ટુકાવીને)
આ અછઁદાસ રચનાની હકીકી ટિપ્પણી તો શ્રી યોગેશ જોષીજ આપી શકે.પરઁતુ શ્રી રાઘેશ્યામ શરમાની દલીલો અને ટિપ્પણી સ્વીકારવામાઁ કોઈ અવરોધની ભાવના જનમતી નથી.આપણો પડછાયો પ્રકાશના કિરણોની ભેટ છે. ભર બપોરે ટપકુઁ થઈ ને આળોટતો ,સાઁજના સમયે એ ઘરો અને દિવલો કૂદીને લઁબાતો ફેલાતો જાયછે.રાત્રે બિલકુલ અઁધારામા શોધ્યો જડતો નથી. જરા માચીસની સળી સળગાવો સજીવન થઈ જાયે છે.જે મોકો મળતાઁ આપણા ‘કી હોલ મોરલ’.એષણા.ઈચ્છાઓ,વાસનાઓ,કામનાઓ,તમામ પ્રકારની બેહુદગીઓ આપણી સાથે પડછાયાની જેમ ચાલે છે. સમયાઁતરે રૂપ બદલી લાઁબી,ટુકીઅથવા અદ્રશ્ય થઈ જાયછે,મૃત્યુ પર્યઁત પીછો છોડતી નથી._વફા

Sunday, March 04, 2007

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છઁદો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.
છઁદ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છઁદો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,
અછઁદાસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છઁદ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છઁદ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછઁદાસ_ અછઁદાસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..
અછઁદાસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછઁદાસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છઁદોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.
સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછઁદાસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.
હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.
નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.
પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..
વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે.
સમાન છઁદો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
’બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ”
અથવા
’બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
******
દર્પણ:

દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરો
ગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.
નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?
ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
“ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”


_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007)

વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)

Friday, March 02, 2007

હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન

હસવુઁ જરુરી નથી_ ઈબ્ને ઊસ્માન

ઘણી વખત ડૉકટર પોતાની બે પરવાઈ ના લીધે જીઁદગી અને મોત વચ્ચે નુઁ અંતર ઘણુઁ ઓછુઁ કરી નાઁખે છે.
ઓપરેશન ટેબલ પર એક દર્દીને જોતાઁ સીનિયર ડૉકટરે નવા સર્જન ને પૂછ્યુઁ.
”તમે આ કેવુઁ ઓપરેશન કર્યુઁ છે?”
નવા સર્જને ચોઁકીને જવાબ આપ્યો­_”શુઁ એનુઁ ઓપરેશન કરવાનુઁ હતુઁ? મેઁ તો એનુઁ પોસ્ટ મોર્ટમ કરીનાખ્યુઁ છે. “
_ ઈબ્ને ઊસ્માન

Tuesday, February 27, 2007

નાઝિર દેખૈયા જીવન ,કવન

નામ :નૂરમોહમ્મદ દેખૈયા

તખલ્લુસ : નાઝિર

જન્મ :13-2-1921

જન્મ સ્થળ:ભાવનગર,સૌરાષ્ટ્ર

અવસાન :16માર્ચ1988

પ્રકાશનો:’તૃષાર ‘ ભાગ 1-2, ‘નાઝિર’ની ગઝ્લો ભાગ1-2,’સુનાઁ સદન’
માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.

‘નાઝિર’ દેખૈયા
16માર્ચ1988 ભાવનગરના મધ્યબિઁદુમાઁથી એક જનાજો નીકળ્યો.ભાવનગરનુઁ એક અણમોલ રતન જન્નત નશીન થયુઁ હતુઁ.
’બેફામ’ તો ય કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ,
નહીઁ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

‘બેફામ’

ઘરથી કબર સુધી નાઝિર દેખૈયાને લઈ જવાન હતાત્યારેજ જનાજાને વારફરતી કાઁધ દેનારા મિત્રોના મનમાઁ શોકની ખરલમાઁ નાઝિરના શેર ઘુઁટાતા હતા,સ્મરણોના પુટ દેવાતા હતા.
ભાવનગરની વચ્ચોવચ્ચ આંબાચોક ,ત્યાઁ એક મેડીમાઁથી વહેલે સવારથી મોડી રાત સુધી બેંડની મધુર સૂરાવલીઓ હવામામ લહેરાયા કરે.અભુ બેંડ્ના માલિક બેબસ તબિયતે મુલાયમ.માતાપિતાની છ્ત્રછાયા નાની ઉમરે ગુમાવી બેઠેલા નાના ભાઈ નૂરમોહમ્મદને આંખના નૂરને જેમ સાચવે.ભાઈ_ભાભીના હેતમાઁ તરબોળ નૂરમોહમ્મદે શાળાનુઁ શિક્ષણ વહેલુઁ છોડી ભાઈના બેંડમાઁ કલેરિઓનેટ પર આંગળાઁ ફેરવવા માઁડયાઁ, અને ફેફસાઁની ફુઁકથી લોકોને મન ભાવન સૂર છેડવા માઁડયા. આ નૂરમોહમ્મદ દેખૈયા તેજ નાઝિર દેખૈયા.બેબસ ભાઈની મેડીમાઁ સંગીત જયારે આરામ ફરમાવે ત્યારે ગઝલ આળસ મરડે.બેબસ,ચમકાર,કિસ્મત, ખલીલ,રોશન,રફતાર,બેફામ,નિશાત ,આસીફ, વલી વિ.સૌ કવિતાનો કેફ કરતા.નૂરમોહમ્મદનાઁ સુષુપ્ત નૂરને પણ શૂર ચડયુઁ,ગઝલની સમજદારી વધી.એના કાયદા કાનુન કિસ્મત કુરેશીએ સમજાવ્યા અને પછી તો પ્રતિભા પાંગરી,.નાઝિર કિસ્મતને તેમના ગઝલગુરુ માનતા હતા.’નાઝિરની ગઝલો’ તેમને અર્પણ કરી હતી. નાઝિર તખલ્લુસ પણ કિસ્મત ભાઈએ આપેલુઁ.
ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનુઁ અનુપાન અન્દરના બીજને અંકુરિત, પલ્લવિત,પુષ્પિત કરવા માઁડ્યુઁ.અને ગુજરાતી ગઝલના બાગમાઁ એક નાનો પણ મધમધતો છોડ બારમાસી સુગન્ધ દેવા માઁડ્યો.
એમની ગઝલોના મોઘમ ઈશારાઓ સમજનારા પાકયા છે.મનહર ઉધાસ એમના કંઠમાઁ નાઝિરની ગઝલોને રમાડે છે,તો મોરારી બાપુ તો ત્યાઁ સુધી લખેછે કે રામકથામાઁ તુલસીદાસ સિવાય કોઇની કવિતા એમણે ગાઈ હશે તો એ માન કદાચ નાઝિરનેજ મળ્યુઁ હશે..

‘ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે .

જમાનાનાઁ બધાઁ પુણ્યો જમાનાને મુબારક હો,
હુઁ પરખુઁ પાપને મારા એવા નયન દેજે.

નાઝિર અચ્છા ગઝલકાર ઉપરાઁત એક અચ્છા ગાયક પણ હતા.પોતાની ગઝલને તરન્નુમથી ગાતા ત્યારે વાતાવરણમાઁ કવિતા અને સંગીતની જુગલબન્દીની ખુશ્બૂ પથરાઈ જતી .જેવા સ્વભાવના સુકોમળ તેવાજ અવાજના સુકોમળ .શરીરમાઁ લોહી ઝઝુઁ નહોતુઁ પણ લોહીની મીઠાશ અપરઁપાર હતી.એમણે રુપિયાજ નહીઁ શબ્દો પણ બહુ ઓછા વાપર્યા છે.પણ એ શબ્દોમાઁ વાત લાખ રુપિયાની કહી છે.અને એ અનુભવ વાણી ગુજરાતી ભાષામાઁ કહેવતો તરીકે વપરાવાની છે.

’ખુશીથી કોઇને જ્યારે મરી જવાની ઈચ્છા થઇ
તો ત્યાઁથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઇ,

પણ નાઝિર ને જવાની ઈચ્છા નહોતી એટલે કાળ પાછો ફર્યો નહીઁ
નાઝિર કહે:

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે
જીવનનાઁ સ્વાસને પણ અળગા કરી ર્હ્યુ છુઁ.

એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેઁ ‘ નાઝિર ‘!
ધરતીથી જાણે છૂટા છેડા કરી રહ્યો છુઁ હુઁ.
.****
’જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરે મળે ન મળે.
*****
શિષ્ટ મુશાયરા ,રેડિઓ, સમારંભો,મહેફિલો તથાપ્રતિષ્ઠિત સામાયિકોમાઁ માન ભર્યુઁ સ્થાન મેળવનાર શિષ્ટ ગઝલોના સર્જક ‘ નાઝિર’ દિમાગની નહીઁ પરંતુ સર્વથા દિલની કવિતા લઈને આવનારા. આ અનેકોના માનીતા ગઝલકારની પ્રશસ્ય પ્રતિભાનો સંચય “તૃષારે” ગઝલ રસિકોની અતિ ચાહના મેળવી.
મસ્ત ગાયક શ્રી મનુભાઇ પટેલ ની વિશિષ્ટ રજૂઆત અને મોહક કંઠ મારફ્ત ‘નાઝિર’ની ગઝ્લો મહેફિલોમાઁ વહેતી થઇ .અને એને દ્વારકાથી કલકત્ત્ત સુધી વહાવી નાઝિર માટે એક શિષ્ટ સહ્રદય વર્ગ ઉભો થયો.
(“નાઝિરની ગઝલો” ના પરિચ્ય અને આમુખ માઁથી થોડુઁ ટુઁકાવીને.)

પરિચય: કિસ્મત કુરેશી

આમુખ:જયેન્દ્ર ત્રિવેદી

ચાલો બે એક ગઝલ પણ માણી લઈએઁ
1
નામ ચાલેછે.

તમારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.
અને એ નામ થી મારુઁ બધુઁ એ કામ ચાલે છે.

અમે નમીએ છીએ તમને તો વઁદે છે જગત અમને
તમારુઁ આમ ચાલે છે, અમારુઁ આમ ચાલે છે .

મિલન કેરી લગન શી છે? નિહાળીલો નનામીને
કે મન દોડે છે મોઢા ગળ, ધીમે સીગરામ ચાલે છે.

ઘડે છે ઘાટ ઘડવાના પ્રયાસો પીઁડની પહેલાઁ
અહીઁ પ્રારંભની પહેલાઁ જૂઓ પરિણામ ચાલેછે.

લડી રહી છે નજર સાથે નજર, હો ખેર મનડાની,
છે જુનુઁ વેર ને જીવલેણ સંગ્રામ ચાલે છે.

તમારી વતમાઁ ‘નાઝિર’! જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે બધા બેફામ ચાલે છે

નાઝિર ‘દેખૈયા (‘સુના સદન’માઁથી સાભર)

2

કોણ માનશે !

પ્રાણે હણયા છે પ્રાણ ,ભલા કોણ માનશે !
વિશ્વાસે ડૂબ્યુઁ વહાણ ભલા કોણ માનશે !

હાથે કરીને હુઁ જ તણાઈ ડૂબી ગયો,
પાણીમાઁ નહોતુઁ તાણ ભલા કોણ માનશે !

એની હરેક વાતે મળે મોક્ષ જીવને
શબ્દો છે રામ બાણ, ભલા કોણ માનશે !

સાબિતી કેમ આપવી તારા સિતમ તણી
દિલ છે લોહીલુહાણ ભલા કોણ માનશે !

પાપી લઈ રહ્યા છે પ્રભુજીનાઁ પારખાઁ.
સોનુઁ ચઢ્યુઁ સરાણ ભલા કોણ માનશે !

નિશ દિન જલે છે આગ જુદાઈની દિલ મહીઁ,
મનડુઁ થયુઁ મસાણ , ભલા કોણ માનશે !

‘નાઝિર’ની સાથે સાથે રહ્યા એ જીવન પર્યઁત
’નાઝિર’ હતો અજાણ, ભલા કોણ માનશે !

_’નાઝિર ‘દેખૈયા (નાઝિરની ગઝલો, માઁથી સાભર)

કવિતા_સુરેશ દલાલ

1
લાયબ્રેરીમાઁ એક છોકરી
બુકમાર્ક જેવી

2
સવારના પ્હોરમાઁ
ઊગતા ધુમ્મસને
નદી
પોતની લયતાલમાઁ વહેતો કરેછે
અને કિરણને વરદાન આપેછે

3
કોઈ અજાણી ગુફામાઁ
હુઁ મારી અનાદિ બેચેની સાથે બેઠો છુઁ

4
તારા સાઁનિન્ધ્યમાઁ
ત્વચામાઁ ઝણઝણાટી
અને વાચા ચૂપ

5

વરસાદ પડ્યો
અને પથ્થરો પણ
ધીમુઁ ગીત ગણગણવા લાગ્યા

6
આઁસુ છલકતી આંખે
એક સ્ત્રી
ક્યારનુઁ પોતાનુઁ સ્મિત શોધી રહીછે

7
હણ હણતા અશ્વ પાસે
એક વ્રુધ્ધ ચુપ ચાપ ઊભો છે

8
મારા ખભા પર એક પંખી બેઠુઁ
અને મારો ખભો વૃક્ષની ડાળ થઈ ગયો

_સુરેશ દલાલ

Monday, February 26, 2007

જિગર ટંકારવી અને એમની ગઝલો

પરિચય

જિગર ટંકારવી
નામ : ઈબ્રાહીમ અહમદ પટેલ
ઉપનામ : જિગર ટંકારવી
જન્મ સ્થળ: ટંકારી બન્દર
તા: જઁબુસર જિ.ભરૂચ
અભ્યાસ : બી.એસ.સી
વ્યવસાય : સરકારી સેવામાઁથી નિવ્રૃત
વહોરા સમાચાર માસિકના
સહતંત્રી પદે.
પ્રકાશનો : ચૂપ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્ર
કોઇ નામનુઁ અનિયત કાલિક ગઝલ પત્રનુઁ સહ સઁપાદન
ગુજlish ગઝલોનુઁ સહ સઁપાદન
ફૂલવસો ગઝલ સંગ્રહ

હાલનુઁ સરનામુઁ: રિયાઝ મઁઝિલ ,અલીફ નગર,તિઘરા રોડ
પો.કાલિયાવાડી_396 427
તા.જિ. નવસારી(ગુજરાત)

માણો એમની બે સુઁદર ગઝલો.


હાથમાઁ

કૈઁક લીલુઁ સમ ઉગાડો હાથમાઁ
રેખના હરણાઁ ને પાળો હાથમાઁ

વેરનો કેવોય હો રસ્તો વિકટ
હાથ સબઁધોના આપો હાથમાઁ

ભેદની મુઠ્ઠી ન ઉઘડે ત્યાઁ સુધી
ખાલીપો ઝૂર્યે જવાનો હાથમાઁ

ભાગ્યનુઁ જંગલ ગહેકશે કોઇનુઁ
મોર મેઁદીનો કળાયો હાથમાઁ

એકનો તો એક પણ દેખાય ના
એકમાઁતો એક આખો હાથમાઁ

_જિગર ટંકારવી(ફૂલવાસો)



વાતાવરણ


આવ સથે માણીએ બે એક ક્ષણ
આજ માફક લાગતુઁ વાતાવરણ

બઁધ બારી રાખવી ગમતે મને
પણ જરૂરી છે હવા ,અજવાશ પણ

વાત ખુશ્બોશી પ્રસરતી જાય છે
મૌન તારુઁ ફૂલ જેવુઁ છે સજણ

પ્રાત: સાથે અંત પ્રતીક્ષાનો થશે
એટલે મીઠુઁ કર્યુઁ છે જાગરણ

એક આશાની ખજૂરી શોધુઁ છુઁ
સૂર્ય માથે ને ઉડે છે રેત કણ

_જિગર ટંકારવી(ફૂલવાસો)

Sunday, February 25, 2007

દીવાલો_મસ્ત મઁગેરા

દીવાલો_મસ્ત મઁગેરા

આપણી એમની છે દીવાલો
કોણે એ સાચવી છે દીવાલો?


એમ તો લાગણી છે દીવાલો
હેતની માઁગણી છે દીવાલો

કૈંક મનમાઁ બની છે દીવાલો
એજ તો તોડવી છે દીવાલો


પ્રાથના ત્યાઁ જઈને કરવી છે
સાવ જર્જર બની છે દીવાલો

પીઠને આશરો તો આપેછે
એટલી તો ભલી છે દીવાલો


હાસ્ય પદઘાય છે કોઈ ઘરમાઁ
ક્યાઁક ડૂસ્કે ચઢી છે દીવાલો

હાથ લંબાવી મે ભાળી પણ
કયારે દિલથી મળીછે દીવાલો?

ઈઁટની ભૂલ કઁઈ નથી એમાઁ
માનવી એ ચણી છે દીવાલો


મળવા માટે કદમ ઉપાડયા તો
ત્યાઁજ વચ્ચે નડીછે દીવાલો

એ ય પાડોશી થઈને સાથે રહે
એવી કઁઈ જોડવી છે દીવાલો

એક સહિયારુઁ ઘર બને દોસ્તો
કયાઁક એવી ચણી છે દીવાલો?

_મસ્ત મઁગેરા(કંકાવટી)

Saturday, February 24, 2007

વરસાદમાઁ_રતિલાલ અનિલ

વરસાદમાઁ_રતિલાલ અનિલ


હા,તમે બોલ્યા,તાઁ ભીના સાદમાઁ,
આપણે બન્ને હતાઁ વરસાદમાઁ

શબ્દોમાઁથી શીળી ખુશ્બુ આવતી
કેટલી ભીનપ હતી સંવાદમાઁ

આખી સૃષ્ટિ સાવ ભીઁજાતી હતી
કેમ રહીએઁ આપણે અપવાદમાઁ

દોડતો ને બોલતો ભીનો પવન
આપણે પણ સાવ એવા નાદમાઁ

પીઠ પર ઝાપટ ભીની પડતી રહી
ભીની શાબાશી મળી’તી દાદમાઁ

ભીની ભોઁયે આપણા પગલાઁ હતાઁ
રહી જવાના ચિહન ભીની યાદમાઁ


આજ ભીના પંથ પર ચાલ્યા જવુઁ
વાયદો કરશો નહીઁ કે ‘બાદમાઁ’ !

_રતિલાલ અનિલ(અલ વિદા!ના સૌજન્યથી)

Friday, February 23, 2007

આઝાદ નઝમો*જનાબ આદિલ મનસુરી

ફૉકલેઁડ રોડ

સડીગયેલી રકત ની નહેરો

માઁસ નુઁ અગ્નિતાઁડવ રચિત એક નગર

ભૂળા અંગોથી ઉભરાતુઁ વાસનાનુઁ વિષ

પથારીઓ પર તૂટતી લહેજ્તોની ક્ષણો

મૃત્યુના હૉઠો પર શ્યામ સ્મિત



મરીન ડ્રાઈવ

નગરજનોથી તંગ આવીને

શોરબકોરથી પીછો છોડાવીને

ઉઁચી ઊઁચી ઈમારતો

આત્મહત્યા કરવા માટે

કતાર બ કતાર દરિયા કિનારે

કયારની આવીને ઉભી છે,


રાત્રિ

રાત્રે ચોપાટીની ઠંડી રેતી પર

વાસનાઓના ઉષ્ણ પડછાયા પોઢી ગયા

આનઁદ ના જઁગલોમાઁ ખોવાઈ ગયા


_આદિલ મનસુરી


જનાબ આદિલ મનસુરી સાહેબની આઝાદ ઉર્દુ નઝ્મોનો અનુવાદ_વફા
(ઉર્દુ કાવ્ય સંગ્રહ હશ્રકી સુબહે દરખ્શાઁ હો......માઁથી સાભાર)

Monday, February 19, 2007

ક્યાં સુધી જશે! ગુલામ અબ્બાસ

પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!

મઝધારથી શું ભય ને કિનારાનો મોહ શું!
શ્રધ્દ્રા છે જ્યારે પૂરી કે નૌકા ડુબી જશે.

એ ચીસ જેવી ચીસને પણ અવગણી ગયા,
ને ધારણા હતી કે ઇશારો કળી જશે.

ભર ઊંઘમાંય આવે ન હોઠો ઉપર એ નામ,
ભીંતોને કાન હોય છે તે સાંભળી જશે.

આવ્યો પ્રસંગ સુખનો, જીરવજે સભાન થઈ,
આદત વગરનું હાસ્ય તો આંખો ભરી જશે.

'અબ્બાસ' બીજું કઇ નહીં સોબતની હો અસર
મસ્જિદમાં જઈને બેસ, નમાજ આવડી જશે.

ગુલામ અબ્બાસ
ગઝલ સંગ્રહ 'ઉચાટ' માંથી સાભાર

Saturday, February 17, 2007

ચાંદની ડસતી રહી આદિલ મન્સૂરી

પથ્થરોને ચાંદની ડસતી રહી,
રાત ખૂણામાં ઉભી હસતી રહી.

શ્વાન તો પોઢી ગયા મધરાતના,
ને ગલી એકાંન્તની ભસતી રહી.

મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું.
આંખ એના હેમને કસતી રહી.

આંખ તો કયારેય સુકાઈ નહીં.
ને હ્યદયમાં ભેખડો ધસતી રહી.

મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.

સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.

અંતકાળે લેશ પણ પીડા નથી.
જિંદગીભર મોતની મસ્તી રહી.

આદિલ મન્સૂરી
ગઝલ સંગ્રહ "મળે ન મળે" માંથી સાભાર

Thursday, February 15, 2007

પ્રેમના ગૌરવ ખાતર ઓ હેંનરી (1862 - 1910)

પ્રેમના ગૌરવ ખાતર ઓ હેંનરી (1862 - 1910)
અસલ નામ વિલિયમ સિડની પોર્ટર

ઑ. હેનરી ની મનસુખ કાકડિયા અનુવાદિત સુંદર વાર્તા. વાર્તાનો
અકલ્પ્ય અંત ઓ હેંનરીનો
ખાસ ઈજારો હતો અને આ વાર્તા પણ
આવી જ ખાસિયત ધરાવે છે. ઓ. હેનરીની અન્ય વાર્તાઓ

માટે કલિક કરો: http://www.online-literature.com/o_henry/

ડોકટરે ઘણા સમય પહેલાં તેની પ્રેકિટસ છોડી દીધી હતી, પરંતુ
વૉર્ડમાં જયારે જયારે કોઈ ખાસ રસ પડે તેવો કેસ આવતો ત્યારે ત્યારે હોસ્પિતલના
દરવાજા પર તેની ઘોડાગાડી અવશ્ય જોવા મળતી. યુવાન, દેખાવડો, તેના
વ્યવસાયની ટોચ પર બિરાજમાન, પૂરતી આવક ધરાવતો અને છ મહિના
અગાઉ એક સુંદર છોકરીને પરણેલો અને તેના ભરપૂર પ્રેમને પામેલો - તેના
નસીબની કોઇને પણ ઈષ્યૉ થઈ આવે તેવું હતું.

તે ઘરે પહોંચ્યો ત્યારે નવ વાગી ગયા હોવા જોઈએ. તબેલાવાળો
ઘોડા લઈને વિદાય થયો અને તે હળવેથી દોડતો પગથિયાં ચડયો. બારણું ખૂલ્યું
અને તેના ગળા આસપાસ ડોરિસના હાથ ભીંસપૂર્વક વીંટળાય વળ્યા અને તેના
ગાલ પર તેના ગાલ ચંપાયા.

"ઓહ, રાલ્ફ," તેણે કાંપતા અને ઉદાસ અવાજમાં કહ્યું, "તમારે ખૂબ
આવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. જયારે તમે સમયસર ઘરે નથી આવતા ત્યારે
તમને ખબર નથી કે મને તમારી ગેરહાજરી કેટલી બધી સાલવા લાગે છે.
તમારા માટે ગરમાગરમ જમવાનું તૈયાર જ છે. મને તમારા દર્દીઓની ખૂબ જ
ઈર્ષ્યા થાય છે - તેઓ તમને મારાથી ખૂબ દૂર રાખે છે."

"હોસ્પિટલનાં તે બધાં દ્ર્શ્યો જોયા બાદ તું મને કેટલી બધી તાજી,
મીઠી અને તંદુરસ્ત લાગે છે." જે માણસને ખાતરી હોય કે તેની પત્ની તેને
ભરપૂર ચાહે છે તેનામાં જેવો આત્મવિશ્વાસ હોય તેવા આત્મવિશ્વાસભરી નજરે
તે તેના હજુ છોકરમત ભરેલા ચહેરા સામે સ્મિત કરતો તાકી રહ્યો.. "મારી
કૉફી તૈયાર રાખ, બચુકડી, હું ઉપર જાઉં છું અને કપડાં બદલીને આવું છું."

વાળુ કરી લીધા બાદ તે તેની પ્રિય આરામખુરશીમાં બેઠો અને તે
તેની ખાસ જગ્યા એવા તે ખુરશીના હાથા પર બેઠી અને દીવાસળી સળગાવીને
તેની સીગાર આગળ ધરી. તે તેની સાથે હતો તે એટલી ખુશ હતી કે -- તેનો
એકએક સ્પર્શ હૂંફથી ભરેલો હતો, તેનો એકએક શબ્દ લાગણીથી તરબતર હતો
-- એક સમયે માત્ર એક જ પુરૂષ પર પોતાનું સર્વસ્વ ઓવારી દેતી કોઈ સ્ત્રીની
જેમ.

"આજે રાત્રે મારો સેરેબ્રો-સ્પાઈનલ મેનિન્જાઈટિસનો કેસ નિષ્ફળ.
ગયો," તેણે ગંભીર અવાજે કહ્યું.

"તમે મારી પાસે છો છતાંયે નથી," તેણે કહ્યું, "હું જ્યારે એવું
વિચારતી હોઉં છું કે તમે પૂરેપૂરા મારા છો તે સમયે પણ તમારા વિચારો તો
હંમેશાં તમારા વ્યવસાયમાં જ પરોવાયેલા હોય છે. ઠીકઠીક તે જે હોય તે," તેણે
નિસાસો નાખ્યો, "તમે યાતના ભોગવતા લોકોને મદદ કરો છો. ઈચ્છું કે
તમારા તે બધા યાતના ભોગવતા લોકોને શાંતિ મળે અથવા તો તમારા પેલા
સેરેબ્રો-----શું હતું તે ? ......ની જેમ ચિરશાંતિ પામે."

"કેસ કંઈક વિચિત્ર હતો," તેની પત્નીના હાથને પંપાળતાં ધુમાડા અને
સીગારના ધુમાડાના ગોટામાં જોઈ રહેતાં ડૉકટરે કહ્યું, "તે સાજો થઈ ગયો
હોત. હું જ તેનો ઈલાજ કરતો હતો અને મારો ઈલાજ તેને લાગુ પણ પડી ગયો
હતો.. પરંતુ કશી જ ચેતવણી વગર તે મારા જ હાથોમાં મ્રુત્યુ પામ્યો. તે કંઈક
કૃતધ્ન નીકળ્યો કારણ કે મેં તેનો ઈલાજ સુદર રીતે કર્યો હતો.. મારા માનવા
પ્રમાણે તો તે જીવવા જ નહોતો માગતો. કંઈક મૂર્ખાઈભર્યા પ્રેમપ્રકરણની
નિષ્ફળતાએ તેને બીમાર પાડી દીધો હતો ."

"પ્રેમપ્રકરણ? ઓહ, રાલ્ફ, મને જરા કહો તો ખરા કે તે શું હતું.
વિચાર તો કરો કે હોસ્પિતલમાં પ્રેમપ્રકરણ !"

"અવારનવાર થઈ આવતી પીડા વચ્ચે તેણે આજે સવારે મને તેણે
ટુકડેટુકડે કહેવાનો પ્રયત્ન કર્યો હતો. તેનું આખું શરીર પીડાનું માર્યું
પાછળ કમાનાકારે એટલું બધું વળી જતું હતું કે તેનું માથું લગભગ તેની પાનીને
અડકી જતું હતું અને તેની પાંસળીઓમાંથી લગભગ તે તૂટી જતી હોય તેવો કડકડ
અવાજ આવતો હતો. તેમ છતાંયે તેણે તેની જીવનકથની ગમે તેમ કરીને સંભળાવી હતી."

"ઓહ, કેટલું દર્દનાક !" ડૉકટરની પત્નીએ તેનો હાથ ડૉકટરના મસ્તક અને
ખુરશી વચ્ચે સરકાવતાં કહ્યું.

"હું જે કંઈ સમજ્યો છું તે પ્રમાણે એવું લાગે છે કે ," ડૉકટરે કહેવાનું ચાલુ રાખ્યું,
"કોઈ છોકરીએ કોઈ ધનવાનને પરણવા માટે તેને પડતો મૂકી દીધો હતો.
પરિણામે તે જીવનરસ અને આશા બન્ને ખોઈ બેઠો હતો અને પોતાની જિંદગી
નર્ક બનાવી દીધી હતી. મેં તે છોકરીનું નામ જાણવાની કોશીશ કરી પણ તેણે
તે જણાવવાની ના પાડી દીધી હતી. મેનિન્જાઈટિસનો તે દર્દી તે છોકરીના
ગૌરવને કોઈ કલંક ન લાગે તે જોવા આતુર હોય તેમ લાગતું હતું. કોઈ દેવદૂતની
જેમ તેણે પણ પોતાનું નામ નહોતું જણાવ્યું. તેણે તેની ઘડીયાળ નર્સને આપી
દીધી હતી અને કોઈ મહારાણી સાથે વાત કરતો હોઈ તેટલા આદરપૂર્વક
તેણે તેની સાથે વાત કરી હતી. હું તેને મરી જવા બદલ માફ નહીં કરું કારણ
કે મારા ઈલાજે કોઈ ચમત્કારિક અસર કરી હતી. પરંતુ આજે સવારે જ તે
મરી ગયો . અરે હા, મારા ખિસ્સામાં એક નાની એવી વસ્તુ છે જે તેણે મને
આપી હતી અને કહ્યું હતું કે તેને તેની સાથે કબરમાં દફનાવવામાં આવે.
તેણે કહ્યું હતું કે તે એકવાર આ છોકરી સાથે સંગીતના જલસામાં જવા નીકળ્યો હતો.
તેઓએ થિયેટર નજીક પહોંચતાં તેઓનો વિચાર બદલ્યો હતો અને ચાંદની
રાતમાં બગીચામાં ફરવાનું પસંદ કર્યું હતું. પેલી છોકરીએ ટિકિટના ફાડીને
બે ટુકડા કરી નાખ્યા હતા અને એક ટુકડો આ માણસને આપ્યો હતો
અને બીજો પોતાની પાસે રાખ્યો હતો. આ રહ્યો તે ટુકડો - 'પ્રવેશ' શબ્દ છાપેલો
કાર્ડપેપરનો ગુલાબી ટુકડો..

જો, જો, બચુકડી, ખુરશીનો હાથો ખૂબ લીસો છે, લપસી ન પડે. વાગ્યું તો નથી ને !"

"ના, રાલ્ફ. એટલું જલ્દી મને કંઈ થઈ જાય એટલી નાજુક હું નથી.
રાલ્ફ, તમારા માનવા પ્રમાણે પ્રેમ શું છે?"

"પ્રેમ ? બચુકડી ! ઓહ, પ્રેમ એ મનના એક હળવા પ્રકારના પાગલપણાનો પ્રકાર છે,
તે બાબતે કોઈ શંકા નથી. મગજની વધુ પડતી સંવેદનશીલતા જે તેને એબનોર્મલ
અવસ્થા તરફ દોરી જાય છે. તે પણ ઓરી જેવો જ રોગ છે અને તેમ છતાંયે વેવલા
લોકો આવા કેસો સારવાર માટે અમને તબીબી શાખાના ડૉકટરોને સોંપવાની ના પાડે છે."

તેની પત્નીએ ગુલાબી ટિકિટનો અડધો ટુકડો લીધો અને પ્રકાશ સામે ધરીને
તે પરના અક્ષ્રરો વાંચયા. "પ્રવેશ----------" તેણે સહેજ હસતાં કહ્યું,
"મારા ધારવા પ્રમાણે તો તેને અત્યાર સુધીમાં પ્રવેશ મળી ગયો હશે, ખરું ને, રાલ્ફ?"

"કયાંક, "પોતાની સીગાર ફરી સળગાવતાં ડૉકટરે કહ્યું.

"રાલ્ફ , તમારી સીગાર પૂરી કરો અને પછી ઉપર આવો, " તેણે કહ્યું. "હું જરા
થાકી ગઈ છું અને ઉપર તમારી રાહ જોઉં છું."

"સારું, બચુકડી, " ડૉકટરે કહ્યું, "જા અને મજાના સ્વપ્નો જો."

તેણે સીગાર પૂરી કરી અને બીજી સળગાવી.

તે જ્યારે ઉપર ગયો ત્યારે લગભગ અગિયાર વાગી ગયા હતા.

તેની પત્નીના રૂમમાં ધીમા પ્રકાશે બત્તી પ્રકાશી રહી હતી અને તે
પથારીમાં નિર્વસ્ત્ર પડી હતી. તે તેની બાજુમાં ગયો અને તેનો હાથ
પોતાના હાથમાં લીધો. સ્ટીલની કોઈ ચીજ નીચે ફરસ પર પડી
અને ખણખણી. તેના રૂપાળા ચહેરા પર તેણે લાલધૂમ
ભયાનકતાને પ્રસરતી જોઈ અને તેનું લોહી થીજી ગયું.

તે તરત બત્તી નજીક ગયો અને તેને પૂર્ણ તેજસ્વી કરી. તે બૂમ પાડવા માટે હોઠ
પહોળા જ કરવા જતો હતો કે તેની નજર ટેબલ પર પડી. ફાટેલી ટિકિટના
બ્ન્ને ટુકડા એકબીજા સાથે બરાબર બંધ બેસે એ રીતે ગોઠવાયેલા ટેબલ પર પડયા હતા.

------------------
| પ્રવેશ : માત્ર બે |
------------------


અનુવાદ - મનસુખ કાકડિયા

Monday, January 29, 2007

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવી

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવી

અભિનઁદન

'ધી સુરતી સુન્ની વહોરા સોસાયટીના સિનિયર પદાધિકારી અને વહોરા વડીલ જનાબ મોહઁદભાઈ યુસુફ પટેલ સા.(કોસઁબા,તા:મોટામિયાઁ માઁગરોલ જિલ્લા:સુરત)ને તેમની કવ્ય કૃતિ’કેફિયત’ બદલ હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા નડિયાદ દ્વારા રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડ' માટે પસઁદ કરમા આવેલ છે.તે બદલ એમને હાર્દિક અભિનઁદન આપતાઁ આનઁદની લાગણી અનુભવીએઁ છીએઁ.જ.મોહમ્મદભાઈની કાવ્ય રચનાઓમાઁ અનુભવનો આધાર અને ચિઁતનની ચમક હોવાની સાથે ખૂબસુરત શાબ્દિક શૃઁગાર પણ છે.તેઓ હવે પ્છી પણ ઉત્તમ સહિત્ય સર્જન કરતા રહે એવી અભ્યર્થના સાથે’વહોરાસમાચાર’સુરત ના માધ્યમથી અભિનઁદન.
(વહોરાસમાચાર,સુરતના સૌજન્યથી, સાભાર)જાન્યુઆરી:2007

‘.નયા માર્ગ’ બાબરી મસ્જીદ વિશે એક સુઁદર નઝમ જાન્યુઆરી’93 ના અઁકમાઁ ‘અગમ’ કોસઁબાના નામે છપાયેલી વાઁચી,આ કવિ વિશે જાણકારી મેળવવા મેઁ જોગાનુજોગ‘અગમ’નેજ પૂછયુઁ,એમણે બહુ નમ્રતાથી કહ્યુઁ કે એ પોતેજ એ ઉપનામે નઝમો, ગઝલો અને મુકતકો લખે છે.
મને આશ્ચર્ય થયુઁ. આ ભાઈ વર્ષોથી અમારી સંસ્થા ‘ધી સુન્ની વ્હોરા મુસ્લીમ એજયુકેશન સોસાયટી,સુરત’ની વ્યવસ્થાપક સમિતિમાઁ સાથે કામ કરેછે. છતાઁ કોઇ દિવસ પોતે કવિ હોવા વિશે કોઇને જાણ થવા દીધી નથી.મને એ જાણ થઈ અને અમારી મિત્રતામાઁ વધારો થયો..ત્યાર પછી મારા વારઁવારના આગ્રહના કારણે એમણે મુકતક સંગ્રહ જોવા આપ્યો.મને એમના મુકતકો ગમ્યાઁ. અને તેમાઁથી કેટલાક મેઁ ‘વહોરા સમાચાર’માસિકમાઁ પ્રગટ કર્યા.એ સિવાય એક ગઝલ એમની ડો.રશીદ મીરના’ધબક’ માસિકમાઁ પ્રગટ થયેલી એવુઁ જાણવા મળ્યુઁ ,બસ એ સિવાય આ ગઝલકારે કોઇ મુશાયેરામાઁ ભાગ લીધો નથી,કે કોઇ અખ્બારમાઁ કૃતિ પ્રગટ કરવા મોકલી નથી.અને વર્ષોથી પોતાની સાહિત્ય સાધના ચાલુ રાખીછે.આમ તો લગભગ આઠ જેટલા સંગ્રહો જુદા-જુદા વિષયો પર ,કાવ્ય,નઝમસંગ્રહ :ગઝલનુમા ગઝલ સંગ્રહ,સમાન રદીફ કાફિયા વાળો મુકતક સંગ્રહ ,ઐતાહાસિક પુરુષોની કેફિયત વાળો મુકતક સંગ્રહ,નઝમ સંગ્રહ અને ગઝલ સંગ્રહ લખાયેલ છે.તે પૈકી આ એક ગઝલ અને મુકતક સંગ્રહ અમારા ભારે આગ્રહના કારણે એમની પાંસેથી મેળવી પ્રગટ કરવા શક્તિમાન થયા છીએ.
આમ તો ‘અગમ’ ભાઇ મોટા ગજાન સામાજિક કાર્યકર છે.ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.રાજકિય રીતે પણ આગળ પડતી વ્યક્તિઓમાઁ ગણના થાયછે.સુરત જિલ્લા પંચાયતના ઉપ_પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.ભરચક રાજકિય અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એમણે વિપુલ પ્રમાણમાઁ લેખન કાર્યા કર્યુઁ છે.તે અભિનઁદનિય છે.કોઇ પણ જાતના દેખાડા વગર ,પ્રગટ થવાની ઇચ્છા રાખ્યા વગર ,મંચ પર પહોઁચ્યા વિના કે અખબારમાઁ પ્રસિધ્ધિ માટે ગયા વિના સાહિત્ય સર્જન કર્યુઁ છે.એટલે અમારી સંસ્થાએ આવા પ્રકારના સાહિત્યકારોનો સંગ્રહ પ્રગટ કરવાનુઁ વિચાર્યુઁ.અને આ કાવ્ય સઁગ્રહ કેશ_કલાપ(ગઝલ અને મુકતક સંગ્રહ )પ્રગટ કરી આમ જનતાની સેવામા સાદર રજુ કરીએઁ છીએઁ.

____મસ્તમંગેરા(તંત્રી ‘વહોરા સમાચાર,સુરત. નિવૃત આચાર્ય આલીપુર હાઈસ્કૂલ ,આલીપુર)
____’જય’નાયક
(‘કેશ_કલાપ ‘ ની પ્રકાશકીય નોઁધ માઁથી)

જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસઁબવીના થોડા મુકતકો અને ગઝલ ‘કેશ_કલાપ’માઁથી

લાખમાઁ એકજ ‘અગમ’ હોવા છતાઁ
ઓળખાયો છે,એ પરખાયો નથી
***********************
દોડી ગયો

સેતુઓ સઁબધના તોડી ગયો,
સાજ સામગ્રી ઘરે છોડી ગયો

કાવ્ય મઁડીમાઁ ન જામી શખ ત્યાઁ
કવન માથે લઈ ‘અગમ’ દોડીગયો

અર્પણ

ગઝલ રોપીને ગુર્જરીના ચોકમાઁ
સર્વ એવા ગઝલગોત્રી પિતૃનુઁ તર્પણ કરુઁ

ગઝલગોત્રી પૂર્વજોના ઋણ ચઢાવી મસ્તકે
ગઝલના સૂરજમુખી ચરણે ધરી અર્પણ કરુઁ

ગઝલ

સાત નભની પાર ઊડ્જે પાઁખ વિસ્તારી ગઝલ
સાત સાગરના રતનની બઁધજે ભારી ગઝલ

દૂરના તારા પ્રવાસો થાય ના હિજરત ‘અગમ’
સાત બઁદરે રાખજે તુ સાખ પણ તારી ગઝલ

ગઝલ

કેટલા શાયર થયા તારાજ આભારી ગઝલ
કેટલા ગયક થયા તારજ પ્રતિહારી ગઝલ

તેઁ કૃપા દ્રષ્ટિ પ્રસારી સર્વે એ રસિયા ઉપર
એ રસિકોએ વધારી શાન લલકારી ગઝલ

ચિત્કાર

ઉપેક્ષિત ઋગ્ણ કવનો આજ ઊઠયાઁ આમ ચિત્કારી
દયા દાખવ અમારા પર ,બજાવી લે ફરજ તારી

ઘણા અભરાઈ પર સબડે,ઘણા રોતાઁ ખૂણો પકડી
સમેટી લે ,સમારી લે ,સજી લે ગ્રંથ અલમારી
*
ગઝલો

નિવેદન કરુઁ છુઁ

ફરી જખ્મ જુના સજીવન કરુઁ છુઁ
પછી રકત રંજીત નિવેદન કરુઁ છુઁ

રુઝાયા જખમનુઁ હુઁ છેદન કરુઁ છુઁ
રસામૃત ઝરે, પી જવા મન કરુઁ છુઁ

કલાકારનો જીવ નવરો કરે શુઁ
હુઁ સૌઁદર્યને પણ સુશોભન કરુઁ છુઁ

વિચરતો નથી ફકત વૃઁદાવનોમા
રઝળપાટ પણ હુઁ વનેવન કરુઁ છુઁ

નનામી સમા મૌન_મંચે બિરાજી
વિવાદી સભાનુઁ સમાપન કરુઁ છુઁ

અગમ “
હદ નથી

જિઁદગીની યાતનાને હદ નથી
મોતને પણ તો જરી ફૂરસદ નથી

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી
વૈદ! તારી ભાવના ભગવદ નથી

વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાઁ હુઁપદ નથી

જીવવુઁછે સ્વર્ગને રટવુઁ નથી
પૃથવીની ઓળઁગવી સરહદ નથી

કવ્યમય વાણી અગમની છે છતાઁ
એટલો એનો વિષય રસપદ નથી

*અગમ કોસઁબવી

પરખાયો નથી

ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છુઁ ખરીદાયો નથી

પાનખર વેળાયે પડકાયો નથી
ને વસંતી વાયરે વાયો નથી

કમળ કાદવમાઁ ખીલે છે તેમ હુઁ
ખૂબ મરડાયો છુઁ ખરડાયો નથી

લાખમાઁ એકજ’’ અગમ’ હોવા છતાઁ
ઓળખાયો છે એ પરખાયો નથી

પ્રેમ વૃષ્ટિમાઁ અગમ ભીઁજાય છે
રૂપ જળમાઁ એ કદી ન્હાયો નથી

*અગમ

સુવુઁ ગમે

ભીની ભીની રેતમાઁ સુવુઁ ગમે
ને લચીલા ખેતમાઁ સુવુઁ ગમે

ભૂમિ માના હેતમાઁ સુવુઁ ગમે
મોતથી થઈ બેતમાઁ સુવુઁ ગમે

સુખ નથી સુવા સમુઁ જાણ્યા પછી
સ્વપ્નનાઁ સંકેતમાઁ સુવુઁ ગમે

સ્વપ્નનાઁ સંકેત જો મળતા રહે
મોત પણ હો વેઁત માઁ, સુવુઁ ગમે

મોતના પશ્ચાત જીવન હોય તો
હો ભલે એ વેઁતમાઁ સુવુઁ ગમે

સ્વપન ફળત હોય કે ના હોય કે
સ્વપ્નનાઁ સંકેતમાઁ સુવુઁ ગમે

જિઁદગી પડખુઁ ફરે ત્યારે અગમ
કફન કેરા શ્વેતમામ સુવુઁ ગમે

*અગમ

Friday, January 26, 2007

છઁદ પ્રકાર_હાશિમ બિન યુસુફ ભરૂચા “ઝાર” રાઁદેરી(શાઇરી ભા,1-2)

છઁદ પ્રકાર_હાશિમ બિન યુસુફ ભરૂચા “ઝાર” રાઁદેરી(શાઇરી ભા,1-2)

પિંગળ શાસ્ત્રને અરબીમાઁ ઈલ્મે અરૂઝ કહેછે .કોઈ વાતને ગદ્યમાઁ કહી હોય તેના કરતાઁ પદ્યમાઁ કહી હોય તો વધારે અસર કરેછે,કારણકે મનુષ્ય સ્વભાવિક રીતે તાલ બધ્ધતાને ચાહેછે,અને કાવ્યના તૂકો સમતોલ હોવાથી એના મન પર લાંબો કાળ ટકે એવી છાપ પડી જાયછે.જેવી રીતે બન્ને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણીજ સરસ રીતે ઉડી શકેછે,અને બન્ને પગો સપ્રમાણ ગતિ વાળા હોયતો માણસ સરળ અને સુઁદર ચાલ ચાલી શકે છે,તેવીજ રીતે અક્ષ્રરોની સપ્રમાણ અને વિશેષ કરી તાલ મય રચના વડે માણસની લાગણી અને બુધ્ધિ ઉપર જાદૂઈ અસર થાયછે.એથી કરી અરબ પિંગળ શાસ્ત્રીઓએ એની સમજુતી એવી રીતે આપી છેકે “ નક્કી થયેલા છઁદોમાઁ ઈરાદાપૂર્વક કાવ્ય કહેવુઁ..” એના કેટલાક છઁદો અરબ પિંગળ શાસ્ત્રીઓએ નક્કી કરેલા છે.પદ્યના પ્રકારોનો ખુલાસો થાય તે પહેલાઁ એના છઁદોનુ વર્ણન એ રીતે થવુઁ જોઈએકે એ રંગથી અજ્ઞાન માણસ પણ જો ધારે તો કડીની બન્ને તૂકો સમતોલ રચી શકે. કાવ્યકળાના જે મૂળ તત્વો છે તેનુઁ મુખ્ય મૂળ એજ છે.જો બન્ને તૂકોનુઁ માપ સમાન ન હશે તો કાવ્ય કહેવાશે નહીઁ.જગતમાઁ માપ તોલ કરવાના અનેક સાધનો છે. દ્રષ્ટાંત રૂપે કેટલીક વજનદાર વસ્તુઓનુઁ કાટલાઁ અને ત્રાજવા વડે વજન જાણી શકાયછે.કેટલીક વસ્તુઓ તેના માપનાઁ વાસણમાઁ નાખી માપવાથી તેનુઁ વજન જણાય આવે છે.ગરમી ઠંડી નુમ પ્રમાણ માપવા માટે પારા શીશીઓ આવે છે.સૂર કોમળ છે કે તીવ્ર તેનુઁ માપ વાજીઁત્ર સાથ સરખાવી મગજમાઁ થાયછે.એવીજ રીતે કાવ્યની તૂલના સમતોલ ન હોય તો એનાઁ નક્કી કરેલા છઁદો સાથ સરખાવી જાણી શકાય છે.કાવ્ય કહેવા માટે મગજ સમતોલ જોઈએ,એ આપકળા છે.શીખવતાઁ આવડે એમ નથી. પણ હા!જે માણસ કવિવરોની કવિતાઓને મોટે ભગે અભ્યાસ કર્યા કરતો હોય; તે જો નિયમ અનુસાર સહજ લક્ષ આપી કામ લે તો તેને સહેલાયથી સમજાય એમ છે.પણ જો ભેજામાઁ કાવ્ય રસ ન હોય તો તેને કાવ્ય બનાવવુઁ કઠણજ પડે છે.એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન આવશ્યક છે. એમ છતાઁ સાધરણ જ્ઞાન ધરાવનાર પણ ઈચ્છે તો કાવ્ય બનાવી શકે એમ છે.ઉંચ્ચ જ્ઞાન ધરાવનાર તો સહેલાયથી સુઁદર કવિતાઓ રચી શકે છે.અરબીમાઁ છઁદ આઠ શબ્દો અને તેના પેટા શ્બ્દો વડે રચવામાઁ આવે છે. એ શબ્દોને ‘અર્કાન “ અને પેટા શબ્દોને ‘કુરૂઆત’ કહેક છે.મૂળ આઠ શબ્દો નીચે પ્રમાણે છે.

(1)ફઊલુન(2)ફાઇલુન (3)મુસ્તફઇલુન્ (4)મફાઈલુન (5)ફાઇલાતુન (6)મુતફાઇલુન્ (7)મુફાઅલતુન્(8)મફઊલાતુ

ઉપલા આઠ શબ્દો વડે ઓગણીસ છઁદો બને છે.(ક્ર્મશ:)છઁદ પ્રકાર-2તેમાઁ કેટલાક છઁદો એકજ શબ્દના ચાર,છ.કે આઠ વાર લાવવાથી ,અને કેટલાક છઁદો બે શબ્દોના મેળ વડે બને છે.એમાઁ કેટલક છઁદો માત્ર અરબીમાઁજ ચાલુ છે.જેને ખલીલ ઈબ્ને અહમદે રચ્યા છે.એ પછી ઈરાનીઓએ કેટલાક છઁદો રચ્યા.,પણ તેમા અરબો કવિતા રચતા નથી.ઉર્દુ શાઇરોએ તો તે કુલ્લ છઁદોમાઁથી કેટલાક ચુઁટી કાઢ્યા છે,અને છદોમાઁ ગઝલો વિ.રચેછે.જે છઁદ બે શબ્દો એટલે પૂરી બે તૂક્ની કડી માટેચાર શબ્દો વડે બને તે છઁદ “મુરબ્બ્બઅ’ કહેવાયછે.અને પૂરી બે તૂકની કડી છ શબ્દો વડે બને તેને “મુસદ્દસ” કહેછે.અને આઠ શબ્દોની પૂરી કડી “મુસમ્મન” કહેવાય છે.સારાંશમાઁ એક તૂકમાઁ જેટલા શબ્દો હોય તેથી બેવડા કરી તે છઁદ ને નામ આપવાનો નિયમ છે.પહેલી તૂકનો પહેલો શબ્દ “સદ્ર” અને છેલ્લો શબ્દ “અરૂઝ” અને વચ્ચેનાઁ “હશ્વ” કહેવાય છે.બીજી તૂકનો પહેલો શબ્દ “ઇબ્તેદા” છેવટનો “ઝર્બ” અને વચ્ચેનો ‘હશ્વ” કહેવાય છે.ઉપલા છઁદો વડે ઓગણીસ છઁદો રચવામાઁ આવ્ય છે.તેમા સત છઁદો એક શબ્દી છે;એટલે એક શબ્દને ચાર વાર બોલવાથી એક છઁદ બનેછે, અને બાર છઁદો બે શબ્દોના મેળથી રચવામાઁ આવ્યા છે.એક શબ્દી સાત છઁદોના નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે.

(1)મુતકારિબ(2) મુતદારિક (3) રજઝ (4)હઝજ (5) રમલ (6) કામિલ (7) વાફિર.

1_મુતકારિબ_છઁદમાઁ _ચાર વાર _ફઊલુન

2_મુતદારિક_ “ “ _ “ “ _ફાઇલુન

3_રજઝ _ “ “ _ “ “ _

_હઝજ _ “ “ _ “ “ _મફાઈલુન

5_રમલ _ “ “ _ “ “ _ફાઈલાતુન

6_કામિલ _ “ “ _ “ “ _મુતફાઇલુન

7_વાફિર _ “ “ _ “ “ _મુફાઅલતુન

બે શબ્દી બાર છઁદોનાઁ નામો અને સ્વરૂપ નીચે પ્રમાણે છે

.(1)તવીલ (2) મદીદ (3)બસીત(4)મુઝારિઅ (5) મુક્તઝબ (6)મુજ્તસ (7) મુંન્સરિહ (8) સરીઅ

(9) જ્દીદ(10) કરીબ (11) ખફીફ (12) મુશાકિલ

­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­1_તવીલછઁદ_ફઊલુન,મફાઈલુન, ફઊલુન,મફાઇલુન,

2-મદીદ્છઁદ_ફાઇલાતુન ,ફાઇલુન, ફાઇલાતુન ફાઇલુન્

3_બસીતછઁદ_મુસતફઇલુન્ , ફાઇલુન, મુસતફઇલુન્ , ફાઇલુન

4_મુઝારિછઁદ_મફાઈલુન,ફાઇલાતુન, મફાઈલુન,ફાઇલાતુન,

5_મુક્તઝબછઁદ_મફઊલાતુ, મુસતફઇલુન્ (બે વાર)

6_મુજ્તસછઁદ_ મુસતફઇલુન્, ફાઇલાતુન(બે વાર)

7_મુંન્સરિહછઁદ_ મુસતફઇલુન્, મફઊલાતુ(બે વાર)

8_સરીઅછઁદ_ મુસતફઇલુન્ , મુસતફઇલુન્, મફઊલાત

9_જદીદ્છઁદ__ફાઇલાતુન , ફાઇલાતુન, મુસતફઇલુન્

10_કરીબ્ છઁદ _ મફાઈલુન , મફાઈલુન , ફાઇલાતુન

11_ખરીફ્ છઁદ _ ફાઇલાતુન, મુસતફઇલુન્ , ફાઇલાતુન

12_મુશાકિલ્ છઁદ_ ફાઇલાતુન, મફાઈલુન મફાઈલુન

ઉપર મુજબ એકથી સાત સુધીના છઁદો ચાર શબ્દી એટલે બે તૂકો “મુસમ્મન “ છે.અને આઠથી લઈ બાર સુધીના છઁદો ત્રણ શબ્દી એટલે “મુસદસ “ છે.”ઝિહાફ” ની સમજુતી પિંગળ શાસ્ત્રીઓ એ એવી રીતે આપી છેકે ઉપર વર્ણવેલ છઁદોના શબ્દોમાઁ અરૂઝી નિયમો અનુસાર વધઘટ કરવી.ઝિહાફ વડે છઁદોની સંખ્યા સિત્તેરર્થી એ વધુ કછે.સંસ્ક્રુત પિંગળ શાસ્ત્રની સાથે અરબી અરૂઝનો મેળ નીચે પ્રમણે છે.
6 માત્રાના પ્રસ્તારમાઁ 13 ભેદો છે.એ દરેક ભેદો ચર વાર લાવવાથી એક છઁદ (બહ્ર) થશે
.ઉદાહરણ

1-મફ્ઊલૂન્_ = = =_6 માત્રા(ગાગાગા)

2_ફઇલાતુન્, ! ! = =_6 માત્રા(લલગાગા)

3_મફાઇલુન્_ ! = ! = _6 માત્રા(લગાલગા)

4_મુફ્તઇલુન્ _ = ! ! =_6 માત્રા(ગાલલગા)

5_ ! ! ! ! = _6 માત્રા (અરબીમાઁ નથી)(લલલલગા)

6_ માફાઈલ _ ! = = ! _ 6 માત્રા(લગાગાલ)

7_ફાઇલાતુ_ = ! = ! _ 6 માત્રા

8_ફઇલતન_ ! ! ! = ! _6 માત્રા(લલલગાલ)

9_મુસતફ્ઇલુ_= = ! ! _6 માત્રા(ગાગાલલ)

10_ ! ! = ! ! _6 માત્રા(અરબીમાઁ નથી)( લલગાલલ )

11_ ! = ! ! ! _6 માત્રા (અરબીમાઁ નથી)(લગાલલલ)

12_ = ! ! ! ! _ 6 માત્રા “(ગાલલલલ)

13_ ! ! ! ! ! ! _ 6 માત્રા

ત્રણ વર્ણના પ્રસ્તારમાઁ આઠ ભેદો છે, દરેક ભેદ ચાર વાર લાવવાથી એક છઁદ બનશે.
ઉદાહરણ

.નઁ._ અરબી શ્બ્દો_લઘુ ગુરૂના ચિન્હો___ ગણ

1_મફઊલુન્ _ = = = _મગણ

2_ફઊલુન્ _ ! = = _યગણ

3_ફાઇલુન્ _ = ! = _રગણ

4_ફઇલુન્ _ ! ! = _સગણ

5_મફ્ઊલુ _ = = ! __ તગણ

6_ફઊલુ _ ! = ! ___જગણ

7_ _ = ! ! ___ભગણ(અરબીમાઁ નથી)

8_ _ ! ! ! ___નગણ (અરબીમાઁ નથી)

ઉપલા અરબી શબ્દોમાઁ સ્વરીત અને કેવળ વ્યંજનનેજ લક્ષ માઁ રાખવા.કોઇ વ્યંજનમાઁ હ્ર્સ્વ અ,ઇ,કે ઉના ફેરબદલ થી છઁદમાઁ વધ ઘટ થતી નથી.!=લઘુ, = ગુરૂચાર વર્ણના પ્રસ્તામાઁ 16 ભેદો છે.
નઁ: અરબીશબ્દો _લઘુગુરૂન ચિન્હો

1_મફઊલાતુન્ _ = = = =(ગાગાગાગા)

2_મફાઈલુન્ _ ! = = =(લગાગાગા)

3_ફાઇલાતુન્ _ = ! = =(ગાલગાગા)

4_ફઇલાતુન્ __ ! ! = = (લલગાગા)

5_મુસતફ્ઇલુન્___ = = !=(ગાગાલગા)

6_મફાઇલુન્____ ! = ! =(લગાલગા)

7_મુફ્તઇલુન્____ = ! ! =(ગાલલગા)

8_ ફઇલાતુન્____ ! ! ! =(લલલગા)

9_મફ્ઊલાતુ____ = = = !(ગાગાગાલ)

10_મફાઈલુ_____ ! = = !(લગાગાલ)

11_ફાઇલાતુ______ = ! = !(ગાલગાલ)

12_ફ ઇલાત_____ ! ! = !(લલગાલ)

13_મુસતફ્ઇલુ____ = = ! ! (ગાગાલલ)

14_____________ ! = ! ! (લગાલલ)(અરબીમાઁ નથી)

15_____________ = ! ! ! (ગાલલલ) (અરબીમાઁ નથી)

16____________ ! ! ! ! (લલલલ) (અરબીમાઁ નથી)

અરબી ,ફારસી,અને ઉર્દુમાઁ અક્ષર મેળ પ્રમાણે કેટલાક છઁદો નીચે પ્રમાણે છે. અરબીદરેક શકબ્દો માટે જુદો જુદો કોટઃઓ પાડવામા આવ્યોછે. એ દરેક છઁદ ને એક મીસ્રો(તૂક) સમજવી.એવી બે તૂકોની એક કડી (શેર)કહેવાય છે.એમાઁ સંસ્ક્રુત પિઁગળ સાસ્ત્ર પ્રમાણે કેટલાક છઁદોનો મેળ મળવાથી તેની જે પંક્તિઓ અપનાવવામાઁ આવી છે,તે દેક ને એક તૂક સમજવી નહીઁ.કોઇ જગ્યાએ ચરણ ,કોઇ જગયાએ તૂક અને કોઇ જગયાએ પૂરી કડીઓ છે. માત્ર ઉરૂઝી નિયમ મુજબ લઘુના સ્થાને લઘુ અને ગુરૂ ના સ્થાને ગુરૂ અનુક્રમે સ્વરુપ મળતુઁ હોવાથી સામાન્ય જાણ માટે કોઠામાઁ લીધા છે.(લઘુ.ગુરૂ ની સમજુતી આગળ આવશે.)અરબીમાઁ ઝિહાફે કરી છઁદોના નામો ઘણા લાઁબા હોવાથી મેઁ ગુજરાતી રૂઢિ પ્રમાણે મૂળ નામ સાથે બીજા વિશેષણો બદલ માત્ર છ અક્ષરોની સંખ્યા લખી છે.તેમજ ચાર ,છ કે આઠ શબ્દી પણ લખ્યુઁ નથી; કારણકે તે કોઠા પરથી સહેજે સમજાય છે..સંગિત પ્રેમીઓના હ્રદયમાઁ મોટે ભાગે કાવ્ય રસ હોય છે,તેમ અરબીથી તદ્દન અંજાણ વર્ગને છઁદોના અરબી શબ્દો ઉચ્ચારવા કઠિન પડે તેટલા માટે લય શાસ્ત્રનાશબ્દોની મે રચના કરી છઁદોના ગુજરાતી શબ્દો લેખે ઉમેર્યા છે.

(1) મુતકારિબ છઁદ. (12 અક્ષરી)(ભુજંગી છઁદ)

નોઁધ: વિદ્વાન લેખકે અહીઁ લગાગા માટે તતાથૈ લખ્યુઁ છે.સરળતા માટે લઘુ માટે લ.અને ગુરૂ માટે ગા લખવામાઁ આવ્યુઁ છે.

અરબી શબ્દો: ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્ , ફઊલુન્

ઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = =

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાગા,

ભુજંગી છઁદ : અરે બો, લનો તો, લમાની અમારો:

ઉદાહરણ: કુધારો, નધારો, સુધારો વધારો: (ક.દ.ડા.)

(2)મુતકારિબ મક્સૂર છઁદ(12 અક્ષરી)

અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, ફઊલ

લઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! = !

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાલ

ઉદાહરણ: કરુઁયા, ચનાથી, શનામી, ક્રુપાળ: ખતાવા, રછુઁકર, દયાહે , દયાળ.(‘ખાકી’ રાઁદેરી)

(3)મુતાકારિબ છઁદ (11 અક્ષરી)

અરબી શબ્દો: ફઊલુન્, ફઊલુન્. ફઊલુન્, અ

ઘુગુરૂના ચિન્હો: ! = = . ! = = . ! = = . ! =

ગુજરાતી શબ્દો: લગાગા, લગાગા, લગાગા, લગાઉ

દાહરણ: કરૂઁયા, દતારી, હમેશા, ખુદા:નથીકો, ઇતારા, વિનાકિબ, રિયા:(‘ઉલ્ફત’ રાઁદેરી)

(4) મુતાકરિબ છઁદ (10 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ , ફઉલુન્ , ફઅલુન્ , ફઉલુન્ ,

લઘુગુરૂના ચિન્હો: = = , ! = = . = = , ! = = .

ગુજરાતી શબ્દો: ગાગા , લગાગા, ગાગા , લગાગા,

ઉદાહરણ:તુજના, મનીહુઁ માળા , જપુઁછુઁ:પાપો, થકીહુઁ, તૌબા, કરુઁછુઁ.:(‘ઝાર’ રાઁદેરી)

(5)મુતકારિબ છઁદ (14 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ , ફાઅફઊલુન્ , ફઅલુન્ , ફાઅફઊલુન્ ,

લઘુગુરૂના ચિન્હો: = =. = ! ! = = , = =. = ! ! = = ,

ગુજરાતી શબ્દો: ગાગા , ગાલલગાગા, ગાગા , ગાલલગાગા

દાહરણ: મોસઁ ગેનયનોસા, કીતા, રી મ તવાળી,

: હરદમ્ , છેડકરીને, દિલલૂ, ટે શરમાળી.(‘ઝાર’ રાઁદેરી)

(6)મુતકારિબ છઁદ (11 અક્ષરી 6 શબ્દી )(દોધક છઁદ)

અરબી શબ્દો: ફાઅફઊલ _ ફઊલ_ ફઊલુન્

લઘુગુરૂના ચિન્હો: = ! ! = ! _ ! = ! _ ! = =

ગુજરાતી શબ્દો : ગાલલગાલ_ લગાલ _ લગાગા

દોધકછઁદ : ભાભિભગોગ_ ણિતેથ _ ઇડાહ્યો

11 અક્ષરી: દોધકનામ __નદીત __ટધાયો(ક.દ.ડા.)

(7)મુતકારિબ અસ્રમ છઁદ (11 અક્ષરી )(ઇન્દ્ર વજ્ર છઁદ)

અરબી શબ્દો: ફઅલુન્ __ ફઊલુન્___ ફઊલુન્____ ફઊલુન્

લઘુગુરૂના ચિન્હો: = = ___ ! = = ____! = =______! = =

ગુજરાતી શબ્દો : ગાગા ___લગાગા____ લગાગા_____લગાગા

ઇન્દ્ર વજ્ર છઁદ :જૈ જૈ ____રમાકઁ _____તમાધૂ _____મકઁદા

11 અક્ષરી: કૈ સી_____બકાબત્_______સકાલી_____નિકઁદા (પન્ડિત સુખદેવજી બનારસી)

(8)મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી)

અરબી શબ્દો: ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્ ____ ફાઅફઊલુન્

લઘુગુરૂના ચિન્હો:= ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = = ,_____ = ! ! = =

ગુજરાતી શબ્દો : ગાલલગાગા_____ ગાલલગાગા_____ ગાલલગાગા____ ગાલલગાગા

ઉદાહરણ : તુજવિણસાકી_____જીવનમાઁહી______એકજરાનવ______રંગજણાયે

_____ : જીવનપ્યારુઁ_______જાયનકામુ______શુઁકરવુઁકૈઁ_________નવસમજાયે. (ઝા.રા)

(9) મુતકારિબ અસ્રમ છઁદ( 20 અક્ષરી,16 શબ્દી)

અરબી શબ્દો: ફઊલુન્ __ ફઅલ્ __ ફઊલુન્ __ ફઅલ્__ ફઊલુન્ _ ફઅલ્ _ ફઊલુન્ _ ફઅલ્

લઘુગુરૂનાચિ: ! = = __! = ____ ! = = __ ! = ___! = = __! = _ ! = = _! =

ગુજ.શબ્દો : લગાગા__લગા __ લગાગા___લગા __ લગાગા___લગા_ લગાગા___લગા

ઉદાહરણ : તજી દ્રેષને તજી ક્રોધને તજી વેર સમ બુરાસંગને

_____ : ધરી હામ,તે.. કઓ કામજે જમાવે જગત મહીઁ રંગને(ઝા.રા)

(10) મુતકારિબ છઁદ( 20 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્ _ ફઊલુન્_ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ _ ફઊલુન્_ ફઅલુન્ __ ફઊલુન્

લઘુગુરૂનાચિ: = = _ ! = = _ = = _ ! = = _ = = _ ! = = _= = _ ! = =

ગુજ. શબ્દો :ગાગા _ લગાગા_ ગાગા __ લગાગા_ ગાગા_ લગાગા_ ગાગા __ લગાગા_

ઉદાહરણ : હુઁ એ શહીદો માઁછુઁ તમારા ભૂલી નજાશો મારી વફાને(ઝા.રા)

(11) મુતકારિબ મકબૂઝ છઁદ( 20 અક્ષરી)

અરબી શબ્દો:ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઊલુન્_ફઊલ_ફઅલુન્_ફઊલ_ફઅલુન્

લઘુગુરૂનાચિ:! = ! _ = = _! = ! _ = = _! = ! _ = = _! = ! __ = =

ગુજ. શબ્દો :લગાલ _ગાગા_ લગાલ_ગાગા_લગાલ_ ગાગા_ લગાલ_ ગાગા

ઉદાહરણ : નપૂછ સહચર કે હાલ શા છે વિચિત્ર હુઁ પે ચ તાબ માઁછુઁ(ઝા.રા)

અરબી શબ્દો:ફાઅ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ ફઊલ _ ફઊલ_ ફઊલ_ફઅલ્

લઘુગુરૂનાચિન્હો:= !___! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =!__ ! =

ગુજ. શબ્દો :ગાલ_લગાલ__લગાલ__ લગાલ_લગાલ_ લગાલ__લગાલ_લગા

મદિરા છઁદ: તુઁમ દિરામ દથીન મચીશ બાચીશ ભજીન ટનાગ રને 22 અક્ષરી: (ક.દ.ડા.)

(13) મુતકારિબ છઁદ( 18 અક્ષરી)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્

લઘુગુરૂનાચિ: = = _ = = _ = ! ! = = _ = = _ = = _ = ! ! = =

ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાગા _ ગાગા _ગાલલગાગા

ઉદાહરણ:સાચો પ્રેમી આહકરીને ચાહે તેને ખાકકરેછે.

_________: જોને બુલબુલ શોરમચાવી ગુલ્નુઁ દામન ચાક કરેછે. (ઝા.રા)

(14) મુતકારિબ મુઝાઅફ છઁદ( 18 અક્ષરી)(મંજરી છઁદ)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફાઅફઊલુન્_ ફાઅફઊલુન્_ ફઅલુન્

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = ! ! = =_ = ! ! = = _ = =

ગુજ. શબ્દો : ગાગા _ ગાગા _ ગાગા _ ગાલલગાગા_ ગાલલગાગા_ ગાગા

ઉદાહરણ :ત્યાગી ત્યાગી તારી જાતવિનાકુલ્લ આલમનીઉલ્ ફત(ઝા.રા)અહીઁ મુતાકારિબ છઁદોની વિગત

પુરી થાય છે.હવે પછી મુતદારિક છઁદ વિષે વિગતો આવશે.

(15) મુતદારિક છઁદ (15 અક્ષ્રરી)(સારંગી છઁદ)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_અલુન્_ફઅલુન્_ફઅલુન્_ફઅ

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = _ = = _ = = _ = =___=

ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા _ ગાગા_ ગાગા_ગાગા__ ગા

સારંગીછઁદ:મામા____મામા____માડી_____માશી___શાને____મેલી_જાવુઁ___છે.

15અક્ષરી: સારઁ_____ગીના____તૂટે______સાઁધા____તેવુઁ____તારે__થાવુઁ__છે.(ક.દ.ડા)

:પંક્તિ:કાકા______મામા____કેવા_____નાને_____ગાંઠે___હોતે__ખાવા__ના.(કહેવત)

(16)મુતદારિક છઁદ (12) અક્ષરી (સ્રગ્વિણ છઁદ)

અરબી શબ્દો: ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્___ ફાઇલુન્

લઘુગુરૂનાચિ: = ! = ____ = ! = ____= ! = ____ = ! =

ગુજ. શબ્દો: ગાલગા____ગાલગા____ગાલગા____ગાલગા

સ્રગ્વિણછઁદ:હોયજ્યા_____રેહહો_____તૂજહૈ _____યાકને12અક્ષરી

મૂખમાઁ______રાખવો____તુઁગમે_____છેમને (ક.દ.ડા.)

વિમોહા :પ્યારજી_______મેઁધરે____લાગમે____રેગરે(પઁ.સુ.)


(17)મુતદારિક છઁદ (24) અક્ષરી)

અરબીશબ્દો:ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્_ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્__ ફઇલુન્

લઘુગુરૂનાચિ: ! ! = _ ! ! = _ ! ! = _ ! ! =__ ! ! =___ ! ! = __ ! ! = __ ! ! =

ગુજ. શબ્દો: લલગા__લલગા__લલગા__લલગા___ લલગા__લલગા__લલગા___ લલગા

ઉદાહરણ:તુજઝુલ્____મજફા___નિરખે__બે*વફા___મુજહે____રતનો__કઁઇપા_____રનથી

મમદિલ____ને*હરી___ને*કહે___મુજને____તુજપ્રે____મમહેઁ__કઁઇસા_____રનથી

(‘ઝાર’રાઁદેરી)

(18) મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(વિદ્યુનમાળા છઁદ)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = =

ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા

વિદ્યુનમાળા છઁદ: મામા___ગંગા _____કેવી____મોટી

8 અક્ષરી: વિદ્યુન્__માળા____થીછે_____છોટી(ક.દ.ડા)

કામા છઁદ: સોહી___નારી____પીકી ___પ્યારી(પ.સુ.)2 અક્ષરી

(19) મુતદારિક છઁદ (12 અક્ષરી 12 શબ્દી)

અરબી શબ્દો: ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્_ ફઅલુન્__ ફઅલુન્___ફઅલુન્

લઘુગુરૂનાચિ: = = _ = = _ = = _ = = __ = =___ = =

ગુજ. શબ્દો : ગાગા__ ગાગા __ ગાગા _ ગાગા __ ગાગા _ ગાગા

ઉદાહરણ: મારા___શિરથી____દુ:ખો____જોતુઁ_____નાસઁ ___ હારે

તોમા___રુઁશુઁ ____થાયે ___હુઁકો______નાઆ_____ધારે

(20) હજઝ છઁદ (16અક્ષરી)

અરબી શબ્દો:મફાઈલુન્___મફાઈલુન્____:મફાઈલુન્___મફાઈલુન્

લઘુગુરૂનાચિ:! = = = ____! = = = ____:! = = = ____! = = =

ગુજ. શબ્દો :લગાગાગા___ લગાગાગા_____લગાગાગા____લગાગાગા

ઉદાહરણ: વદનછેચઁ_____દ્ર્સમઉજવળ____ભવાઁવાઁકા____ હિલાલીછે

(21) હજઝ છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો:મફઊલ____મફાઈલ____ મફાઈલ____ફઊલુન્

લઘુગુરૂનાચિ:= = ! ____! = = ! ____! = = ! ____! = =

ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાલ__લગાગાલ___લગાગા

ઉદાહરણ:સોવાર ____ગુન્હગાર____ખતાવાર__તમારો

(22) હજઝ છઁદ (11અક્ષરી)

અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ફઊલુન્

લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____! = =

ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા__ લગાગા

ઉદાહરણ:મનેતુઁઓ ____ળખેછેઝા ___ ળછુઁહુઁ

(23) હજઝ છઁદ (12અક્ષરી)

અરબી શબ્દો: મફાઈલુન્___મફાઈલુન્____ મફાઈલ

લઘુગુરૂનાચિ: ! = = = ____! = = = ____ ! = = !

ગુજ. શબ્દો :લગાગાગા____લગાગાગા___ લગાગાલ

ઉદાહરણ:નસમજેપ્રે______મનાજેમ ___ર્મનેઝાર

(24) હજઝ છઁદ (16અક્ષરી)(નારચ છઁદ)

અરબી શબ્દો: મફાઇલુન્___મફાઇલુન્____ મફાઇલુન્___મફાઇલુન્

લઘુગુરૂનાચિ: ! = ! = ____! = ! = ____ ! = ! = ___ ! = ! =

ગુજ. શબ્દો :લગાલગા____લગાલગા___ લગાલગા____ લગાલગા

ઉદાહરણ:જરા જરા_____જગાવિના____થભકતિજુક____તિજાણી*ને

(25) હજઝઅખ્રબ છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો: મફઊલ___મફાઈલુન્____ મફઊલ___મફાઈલુન્

લઘુગુરૂનાચિ: = = ! ____! = = = ____ = = ! ___ ! = = =

ગુજ. શબ્દો : ગાગાલ____લગાગાગા___ ગાગાલ____ લગાગાગા

ઉદાહરણ: હુઁનૈન________થકીનૈનો___અય્રયાર ____મિલાવીને



(26) રજઝ મત્વી છઁદ (16 અક્ષરી)

અરબી શબ્દો:મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન_ મુફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાલલગા__ ગાલલગા__ ગાલલગા__ ગાલલગા

ઉદાહરણ: ઝારતણા__ હાલથકી__આપખબર___દારનથી


(27) રજઝ છઁદ (16 અક્ષરી)

અરબી શબ્દો:મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન_ મુસ્ફ્તઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __=! ! = ___ = ! ! = __ = ! ! =

ગુજ. શબ્દો : ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા__ ગાગાલગા

ઉદાહરણ: કાયાકલે__વરકારમુઁ_____છેગઁદકી____નોઘાડવો


(28) રજઝ મત્વી છઁદ (16 અક્ષરી)

અરબી શબ્દો:મુફ્તઇલુન_ મફાઇલુન_ મુફ્તઇલુન_ મફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! ! = __ ! = ! = ___= ! ! = __ ! = ! =

ગુજ. શબ્દો : ગાલલગા__ લગાલગા__ ગાલલગા__ લગાલગા

ઉદાહરણ: નીચમળે_____નઉઁચથી___પુણ્યમળે___નપાપથી



(29) રમલ છઁદ (16 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન_ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = __= ! = =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગાગા

ઉદાહરણ: હુઁકહુઁહિમ્ ___મતધરીકે ___મુજહ્રદયની_ચોરતુઁછે

(30) રમલ છઁદ (15 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન_ ફઇલુન્

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = = _! ! =

ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગા

ઉદાહરણ: ફૂલનથીબા__ગનથીરઁ ____ગનથીજા___મનથી


(31) રમલ મહફૂઝ છઁદ (15 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલુન્

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__= ! =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાલગા

ઉદાહરણ: છેભલેકાઁ____ટોછતાઁએ___કફૂલનીરક્__શાકરે

(32) રમલ મજનુન છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફઅલુન્

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__ = =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા__ગાગા

ઉદાહરણ: યાદતારી___નકદીઆ ___હ!વિસારી_દિલથી


(33) રમલ મજનુન છઁદ (16અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાતુન__ફઇલાત

લઘુગુરૂનાચિ: = ! = = __ !! = = ___!! = =__ ! != !

ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાગા__લલગાલ

ઉદાહરણ: આહપરઆ___હકરીઆ____હવડેઆ __ગાલગાવ

(34) રમલ મકસુર છઁદ (16અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલાતુન__ફાઇલાત

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! = =__ = ! = !

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગાગા __ગાલગાલ

ઉદાહરણ: કોણસમજે____કૈસલૈલા ___માઁહતોકો____નોનિવાસ


(35) રમલ છઁદ (11અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફાઇલાતુન _ :ફાઇલુઇન્

લઘુગુરૂનાચિ: = ! = = __ =! = = ___= ! =

ગુજ. શબ્દો : ગાલગાગા__ ગાલગાગા__ ગાલગા

ઉદાહરણ: પ્રેમપઁથે ____જેમિટાવે____જાતને


(36) રમલ છઁદ (12અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલાત

લઘુગુરૂનાચિ: = ! = = __ ! ! = = ___! ! = !

ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગાલ

ઉદાહરણ: સાચનેઆઁ____ચનથીએ___કલગાર



(37) રમલ મજનુન છઁદ (11અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન_ ફઇલાતુન _ :ફઇલુન્

લઘુગુરૂનાચિ: = ! = = __ ! ! = = ___! ! =

ગુજ. શબ્દો : ગાલગાગા__ લલગાગા__ લલગા

ઉદાહરણ: મુર્ખ્માની ___નબનાવો­­___મુજને

(38) રમલ મશ્કુલ છઁદ (16અક્ષરી)

અરબી શબ્દો: ફઇલાત__ફાઇલાતુન_:ફઇલાત__ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: ! ! = ! __ = ! = = __! ! = !__ = ! = =

ગુજ. શબ્દો : લલગાલ___ગાલગાગા___ લલગાલ__ગાલગાગા

ઉદાહરણ: સમજીગ___યોહવેહુઁ _____પરિણામ__દિલલગીનુઁ


(39) રમલ છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ફાઇલુન___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગા_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: હુઁકહુઁવિ ____લાપકર__મનકહેસ___બૂરકર

(40) રમલ મહફૂઝ છઁદ બ (15અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાત__ ફાઇલાત ___ફાઇલાત__ ફાઇલુન

લઘુગુરૂનાચિ: = ! = ! __= ! = ! ___ = ! = ! __= ! =

ગુજ. શબ્દો : ગાલગાલ___ગાલગાલ_ ગાલગાલ___ગાલગા

ઉદાહરણ: રોજરોજ____રાખેનેર___મોઁજરાગ __ રંગમાઁ


(41) કામિલ છઁદ (20અક્ષરી) (ગીતક છઁદ)

અરબી શબ્દો:મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્___ મુતફાઇલુન્

લઘુગુરૂનાચિ: ! ! = ! = _____ ! ! = ! = ____! ! = ! = _____ ! ! = ! =_

ગુજ. શબ્દો : લલગાલગ ___ લલગાલગા ____ લલગાલગ ___ લલગાલગા

ઉદાહરણ: સજિજોભરી_____સળગાવબઁ ______દુકતાકિતો ___ડનિશાનતુઁ


(42) બસીત છઁદ (14 અક્ષરી)

અરબી શબ્દો: મુફતઇલુન્___ ફાઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલુન્

લઘુગુરૂનાચિ: = ! ! = _____ = ! = ____= ! ! = _____ = ! =

ગુજ. શબ્દો : ગલલગા_______ગાલગા_____ગાલલગા ____ ગાલગા

ઉદાહરણ: વાતમિલન ______ નીસનમ ___હાલનહી _____ તોનહી

(43) મુઝારિઅ છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો:મફઊલ ___ ફાઇલાતુન ___ મફઊલ ___ ફાઇલાતુન

લઘુગુરૂનાચિ: = = ! ____ = ! = = ___ = = ! ____ = ! = =

ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાગા ___ ગાગાલ ____ગાલગાગા

ઉદાહરણ: આનઁદ ______ નોઝમાનો __ આનઁદ ____ મયહવા છે

(44) મુઝારિઅ અખ્રબ છઁદ (14અક્ષરી)

અરબી શબ્દો:મફઊલ___ ફાઇલાત___ મફાઈલ___ ફાઇલુન્

લઘુગુરૂનાચિ: = = ! ____= ! = ! ____! = = ! ___ = ! =

ગુજ. શબ્દો : ગાગાલ ____ ગાલગાલ ___ લગાગાલ ___ ગાલગા

ઉદાહરણ: કામિલગ ____ ણાયસર્વ ____તહરહરક ___માલમાઁ

(45) મુઝારિઅ છઁદ (15અક્ષરી)

અરબી શબ્દો: મફઊલ___ ફાઇલાત___ મફાઈલ ___ ફાઇલાત

લઘુગુરૂનાચિ: = = ! ____= ! = ! ____! = = ! ___ = ! = !

ગુજ. શબ્દો : ગાગાલ ____ગાલગાલ _____લગાગાલ ____ગાલગાલ

ઉદાહરણ: વારુઁહ ____ જારવાર ______જોપામુઁહ______જારજીવ



(46) મુજ્તસ છઁદ (15 અક્ષરી)

અરબી શબ્દો:મફાઇલુન્___ ફઅલાતુન__ મફાઇલુન્___ ફઅલાતુન_

લઘુગુરૂનાચિ: ! = ! = ____! ! = = ___ ! = ! = ____ ! ! = =

ગુજ. શબ્દો : લગાલગા ___લલગાગા ___ લગાલગા ___લલગાગા

ઉદાહરણ: ખરીદલા ___જકરેછે _____ સુજાતતા ___ જગુમાવી


(47) મુન્સરિહ્ છઁદ (15 અક્ષરી)

અરબી શબ્દો:મુફતઇલુન્___ ફાઇલુન__ મુફતઇલુન્_ફાઇલાત

લઘુગુરૂનાચિ:= ! ! = ___= ! = __:= ! ! = __= ! = !

ગુજ. શબ્દો : ગાલલગા ___ગાલગા ___ ગાલલગા __ગાલગાલ

ઉદાહરણ: ઇશ્કતણી ____લ્હાયછે ____ચેનમળે ____ નાલગાર

(48) સરીઅ છઁદ (12 અક્ષરી)

અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ ફાઇલાત

લઘુગુરૂનાચિ: = ! ! = ___= ! ! = _____= ! = !


ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ___ ગાલગાલ

ઉદાહરણ: રંગનથી ______ધંગનથી ___ જ્યાઁલગાર

(49) સરીઅ છઁદ (11 અક્ષરી)

અરબી શબ્દો: મુફતઇલુન્___ મુફતઇલુન્___ફાઇલુન્

લઘુગુરૂનાચિ: = ! ! = ___ = ! ! = ____= ! =

ગુજ. શબ્દો : ગાલલગા ___ ગાલલગા ______ગાલગા


ઉદાહરણ: વાયુહવે ______મૌતતણો ______વાયછે


(50)ખફીફ છઁદ (10 અક્ષરી)

અરબી શબ્દો: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્

લઘુગુરૂનાચિ: ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલુન્

ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા

ઉદાહરણ:આગદિલની __બુઝાવતો ___જાણુઁ

(51) ખફીફ છઁદ (12 અક્ષરી)

અરબી શબ્દો:ફાઇલાતુન્ __મફાઇલુન __ફઅલાત

લઘુગુરૂનાચિ := ! = = ___ ! = ! = __ = = !

ગુજ. શબ્દો : ગાલગાગા __લગાલગા __ગા ગા લ

ઉદાહરણ: વાતવાતે ___જફાસિતમ __નવથાય


ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાઁ ખર સ્વર 11 અને વ્યઁજન 34 છે.વ્યઁજનનો ઉચ્ચાર સ્વરની સહાયતા વિના સ્પષ્ટ થતો નથી.

ઉદાહરણ : કઅ ખઅ ગઅ ઘઅ વિ.

ઉપર મુજબ દરેક વ્યઁજનની છેડે “અ” અનુષઁગી છે.એકલા વ્યઁજનથી ભાષા કે વાણેનો વ્યહવાર અશકય
છે.કેવળ વ્યઁજન બોલાય નહી,પણ નીચે લિપિમાઁ બતાવ્યા પ્રમાણે લખીદેખાડી શકાય.

ઉદાહરણ:ક્, ખ્’ ગ્ , ઘ્, વિ.ગેરે.કોઈ પન વ્યઁજનમાઁ ‘અ” અનુષઁગી ભરેલો નથી એમ જણાવવુઁ હોય ત્યારે “ , “ આવુઁ ચિન્હ કરી તેને ખોડો કરવામાઁ આવેછે.એને “વ્યઁજન ચિન્હ ” કહેછે.

Wednesday, January 24, 2007

સારે જહાઁ સે અચ્છા હિઁદોસ્તાઁ હમારા

પ્રજાસ્તાક દિન મુબારક

સારે જહાઁ સે અચ્છા હિઁદોસ્તાઁ હમારા
ડૉ.અલ્લામાઁ મુહમ્મદ ઈકબાલ


નિસાર અહમદ શેખ” શેખચલ્લી”

મેરી મુઠ્ઠીમેઁ સુખે હુએ ફૂલ હૈઁ,
ખૂશ્બૂઓઁ કો ઉડાકર હવા લે ગઈ!

જન્મ:1911 ઈંતેકાલ: 4-11-1980
મૂળ વતન:પેટલાદ,ચરોતર


ચરોતરની એ ચારુતા રહી ના ‘શેખ્ચલ્લી’માઁ,
જીવન એનુઁ છે હુરટમાઁ વસીને હુરટી જેવુઁ.


નિસાર અહમદ શેખ સાહેબ મૂળ પેટલાદના વતની પરંતુ પાછળથી કઠોર(જી.સુરત) આવી સ્થાયી થયા.અને સુરતની પ્રખ્યાત સંસ્થા’ ધી સુરતી સુન્નિ વહોર મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી,સુરતના મુખપત્ર ‘વહોરા સમાચાર’ના તંત્રી તરીકે સેવા આપી
ગુજરાતી મુશાયરાનુઁ મુખ્ય સ્થાન રાઁદેર રહ્યુઁ.અને ત્યાઁ મવ.સાદિક સાહેબની ઓફિસમાઁ તા.31-7-1931 ના દિને પહેલ વહેલો ગુજરાતી મુશાયરો થયેલો.તેમાઁ મુ.નિસાર અહમદ શેખ,શેખચલ્લી, સાહેબે ભાગ લીધાનુઁ જાણવા મળ્યુઁ છે.
એમણે ગઁભીર પ્રકારની રચનાઓ “ખુરશીદ” ઉપનામે લખતા..એમની હસ્ત લિખિત ડાયરીની આ રચનાઓ અપ્રાપ્યછે.એકહેતા કે’ મારાઁ કાવ્યો આપને હસાવે છે,પરઁતુ હુમ હસી નાખવા જેવો માણસ નથી’
1931માઁ રાઁદેરના પ્રથમ ગુજરાતી મુશાયરામાઁ એમણે રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનુઁ રાષ્ટ્રગીત ગણાય છે

રાષ્ટ્રગીત(નઝમ)


ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હુઁ પણ વતન કાજે
અમારુઁ જીવવુઁ મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગુઁ કફન કજે, દફન કાજે
અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને


તમારા દેશની લક્ષ્મી બધી વિદેશમાઁ જાએ
રડે વેપારી કરીગર કૃષિકારો બધા હાયે
થઈ બેકાર કઁઈ મરતા ક્ષુધાની આકરી લાયે
વિના વેપાર ઉદ્યોગે કમાયે કયાઁથી શુઁ ખાયે?
વળી જે અન્યને પોષે થયા તે આજ ભીખારી
અરેરે હિઁદ માતારે દશા આ શી થઇ તારી

લૂઁટાયા હેમ ને હીરા રહ્યા બસ કાચ ને કાગળ
અમીઝરણાઁ સુકી ચાલ્યાઁ જ્યાઁ ત્યાઁ હિમના ઝાકળ
દીવાળી દેશમાઁ કેવી ગવાયે ક્યાઁથી જય મઁગળ
સળગતા દેશ દાવાનળ અહીઁ છે કોઇને ક્યાઁ કળ
કરી હાકલ મિટાવવાને બધી યુરપની શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને

તમારામાઁ કમાલો છે વળી ઝગલુલ લેનીન કો
નથી પ્રતાપ ભામાશા સલાહુદ્દીન જેવા કો
અને તે હોય તો પણ શુઁ કદર એની અહીઁ થાયે
જહીઁ તીલક સમા નેતા વીશી માઁહેઁ મરી જાએ
તમે હુબ્બુલ વતન સાથે મિનલઈમાઁ ને ભૂલ્યાછો
ખરેખર દેશ મુક્તિનો તમે સુપઁથ ભૂલ્યા છો

સબક સ્વાતઁત્ર્ય થાવાનો ફરીથી આપ શીખી લ્યો
હુશેન ઇબ્ને અલી થી વીરતાના માપ શીખી લ્યો
ગુલામી મોતથી બદતર ગલત એ જાપ શીખી લ્યો
હવે ‘નિસાર’ આઝાદી તણા આલાપ શીખી લ્યો
જીવનનો અર્થ આઝાદી જરા સમજીને એ પંક્તિ
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને


_નિસાર અહમદ શેખ” શેખચલ્લી

(તા.10-4-1933ના પાલનપુર મુકામે દી.બા.કૃષ્ણલાલ ઝવેરીએ કરેલ ભાષણમાઁ આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરીધન્યવાદ આપ્યા હતા)








અલોપછે_નિસાર અહમદ શેખ” શેખચ્લ્લી”

હઝલ


ધોવાઇ જશે પાપ બધાઁ એવી હોપ છે
તૌબાની ખુબ તેજ અહીઁ બારસોપ છે

ઝ્ભ્ભો ય છે વિશાળ ને માથે ય ટોપ છે
સુધરેલો મૌલ્વી ય પણ જાણે કે પોપ છે

જોઇ મને કહે છે અલ્યા તુ તો ગોપ છે
એ એમની કૃપા છે કે ઇશ્વરનો કોપ છે

જાદુ ભરીછે આપણી સરકારની નજર
જેના ઉપર પડી કે તે વસ્તુ અલોપ છે

દરરોજના તમાશા નવા દેખતા રહો
દુનિયાઁ ખરુઁ કહુઁ તો એક બાઇસ્કોપ છે

જોઇ તમોને આંખને ઠઁડક વળી ગઈ
દર્શન તમારાઁ જાણે કોઇ આઇડ્રોપ છે

ફુરચા ઊડી જવાની હતી ‘શેખ’ને ખબર
કિઁતુ એ ગપના ગોળા ને શબ્દોની તોપ છે

_નિસાર અહમદ શેખ”શેખચલ્લી”

ગુજલીશ કવિતાના પ્રણેતા તો બોલ્ટન(યુ.કે) નિવાસી જ.અદમ ટઁકારવી સાહેબ છે.પરઁતુ એના બીજ જ.બેકાર સાહેબ અને શેખ ચલ્લી સાહેબ વાવી ચુક્યા હતા.

Tuesday, January 23, 2007

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો

માનવી

મજબૂરી એને કહેવીકે અંતરની આસ્થા?
આશાનુઁ એક એક કિરણ જ્યારે કે વિલાય
જઇને હતાશા શોધો છે અલ્લહની પનાહ
જ્યારે કે એને કાઁઈ નથી સૂઝતો ઉપાય

નિરાશ્રિત

બન્યુઁ શુઁ એવુઁ અંતે કે વસંત ની સૌરભ
ન જાણે કેમ ચમનથી કરી ગઈ હિજરત?
કોઇની યાદમાઁ નીકળી પડી એ દીવાની:
કે રાસ આવી નહીઁ રૂપ_રંગ ની સોબત?

_મસ્તહબીબ સારોદી

ગઝલનુઁ સ્થાન _નિસાર શેખચલ્લી

ગઝલનુઁ સ્થાન _નિસાર શેખચલ્લી

ગુજરાતે ગઝલને ઓળખી મુશાયેરા દ્વારા.{બીજી રીતે કેમ ન ઓળખી એ ચર્ચા અત્રે નહિઁ છેડુઁ}મુશાઈરામા ગઝલની રજુઆત જે રીતે થાય છે{વંચાય છે,બોલાય છે,ગવાય છે}તેને ગ્રહણ કરવાનુઁ સધન કાન છે.એટ્લે ગઝલના પરિક્ષક,સમીક્ષક બન્યા કાન,જે કર્ણપ્રિય હોય ,તે લોક પ્રિય એવુઁ ધોરણ ઠર્યુઁ. બીજી બાજુ લોક પ્રિય થવા સારુ_દાદ મેળવવા સારુ_ગઝલકારે કળાકારને બદલે ગળાકાર ‘થવા માઁડ્યુઁ.સીનેમા યા નાટકના અદાકારના પેઠે ગઝલકાર આઈના સામે ઉભો રહીને બોલવાની અદાઓનુઁ રિહર્સલ ભજવીને મુશાયઈરહમાઁ આવવા માઁદ્યો.પરિણામે ગઝલ પાછી રહી ગઈઅને શાયર આગળ ઉપસી આવ્યો.ગઝલકારની સાચી ઓળખ એની કૃતિ ગઝલ હોવી જોઈ એ એવો સર્વ સામાન્ય નિયમ બદલાઈને ગઝલકારે મુશાયરા રૂપી ઈલેકશન જીતવા પોતાનો મેનીફેસ્ટો બહાર પાડવા માઁડયો.પરિણામે સાઁભરીને પરીક્ષા કરવાનુઁ પણ શ્રોતા પાઁસે ગયુઁ.અને ફલાણા ભાઈ બોલે કે રજુ કરે તેનુઁ નામ ગઝલ, એટલે દરર્જ્જે ધોરણ ઉતરી આવ્યુઁ છે.
મુશાયરાનો મૂળ હેતુ અને ધોરણ નહિવત થઈ ગયાઁ.આજે કાવ્ય સમ્મેલન,કે કવિ સમ્મેલન નથી રહ્યાઁ,પણ કવિતાનો હાટ બની ગયો છે.અને તેમા પણ અમુક મોનો પોલીવાળાઓનો માલજ આવી શકે છે.એથી ખાદી છાપ સંકુચિત મનોદશા કેટલાકોએ અપનાવા માઁડી છે.પરિણામે મુશાયરા દ્વારા પણ ગઝલ પ્રચાર અને વિકાસ રૂઁધાય ગયો છે.
મુશાઈરહ નો શાયર પોતાની વિશેષ શકિત બન્દિશ અને કાફિયાની તલાશમાઁ ખર્ચતો હોવાથી ગઝલનો ઘાટ તેમણે બગાડવા માઁડયો .એવી કૃતિમાઁ કોઇ કોઇ ‘કેન્દ્રીયમૂડ’ તો નજરે ન પડે ,ભિન્ન ભિન્ન ભાવો અને કલ્પનાઓમાઁ પણ ઉઁડાણ ગઁભીરતા જેવુઁ


કઁઈ નહિ.આમ મુશાઈરહ દ્વારા ગઝલ પ્રચાર તો પામી,આવકારાઈ પણ ખરી.પરંતુ એને જે સ્થાન મ્ળવુઁ જોઈએ તે મળ્યુઁ નથીજ.
ગુજરાતમાઁ ગઝલકારોનો ખાસ્સો મેળો જામ્યો.”લોક સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા”
જેવુઁ પણ થયુઁ.ગઝલથી લેવાય તે બધા લાભો લેવાયા .પરંતુ ગઝલનો ભેખધારી કોઈ થયો નહીઁ.ગઝલનો કેસ લડનાર કોઇ વકીલ પણ જનમ્યો નહિ.પરિણામે ગઝલને એના સાચા સ્વરૂપમાઁ ગુજરાતાને ઓળખવાનુઁ મળ્યુઁ નહિ.જાણવાના ઉત્સુકોએ પૂછ્યુઁ ત્યારે ગઝલના સમ્રાટોએ જવબ આપ્યો “તને લાગી નથી દિલમાઁ તુઁ દિલની વાત શુઁ જાણે?” અને બસ .બહુ બહુ તો પોતાની નવી ગઝલ સઁભળાવી દીધી.
પણ હવે ગઝલ બીજે રસ્તે ગુજરાતીઓનઁ દિલ દિમાગમાઁ પહોઁચાડવાના યત્નો થઈ રહ્યા.જેના દ્વાર જનતા વાઁચીને વિચારશે અને વિચારીને ગઝલની તૂલના કરશે.

કઠોર તા.28-6-65 નિસાર શેખચલ્લી

વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

ગઝલ

ખોટી થઇ ફરિયાદ કે વરસાદ ભીઁજવે
ઉભાઁ હૈયા ફાટ કે વરસાદ ભીઁજવે

આમ સુકાવાની ઉતાવળ તને કયાઁ થઇ
સૂરજ ને દો ન સાદ કે વરસાદ ભીઁજવે

અવસર સદા કયાઁ સાપડે કે ભીઁજતા રહે
ગમતી મળી છે માત કે વરસાદ ભીઁજવે

હૈયાઁ તો મૃદુ રહ્યાઁ ને તન આ ટાઢુ બોડ
ગરમાવો પ્રેમ વાટ કે વરસાદ ભીઁજવે

ચઁપાઈ બે ખગ ગયા કે એક છે જાણે
દિલનો ઉતારો થાક કે વરસાદ ભીઁજવે

પાલવને તે લાજના વળગી પડયાઁ ‘વફા,
માઝમ છે કાળી રાત કે વરસાદ ભીઁજવે

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’(23જાન્યુ.2007)



’ કે વરસાદ ભીઁજવે’ પંક્તિ શ્રી રમેશ પારેખની છે

Tuesday, January 16, 2007

જિઁદગી_ઉશનસ્

જિઁદગી

ઊઁચકો ઊઠવાની છે
જામ લ્યો,લ્યો જવાની છે

આમ તો સાવ ફાની છે
બુદબુદીજ હવાની છે

દ્રવ્ય છે ફાઁટ ફાઁટેલી
નીતરી જ જવાની છે

કયાઁય એ અટકી જોઈ?
નામ એનુઁ રવાની છે

આ જ છે ,આટલી છે ,ને
એય કયાઁ રુકવાની છે ?

છે ક્ષત્યુઁ, કાકવઁઝા છે
ક્યાઁ ફરી ફૂટવાની છે.

ઊંચકો વાર શાની છે?
સામટી પી જવાની છે.

_ઉશનસ્

સાર તત્વ*મકરન્દ દવે.

સાર તત્વ*મકરન્દ દવે.

ગઝલની કટોરી નાજૂક છે,પણ નબળી નથી.હવાઇ તરંગ જેવા આસમાની પીણાને તે બિલોરી રંગમાઁ ઝીલી શકેછે ,તો ધરતીના પડમાઁથી ઊઠતા લાવાની અગન_ઝાળને તે આસાનીથી ઊછળતી રાખે છે.
ગઝલની કિનારી પર તરતા બુદબુદોમાઁ ,બુઁદ સમાની સમુદ્રમેઁ,ની ગહરાઈ તરી આવેછે. કોઈની આંખે આંસુનુઁ બિઁદુ ઝળકે,હોઠ પર સ્મિતની પાઁદડી ફરકે અથવા અકઠ કહાની હૈયાની ભીતર ને ભીતર વલોવાયા કરે.તેને ગઝલ વાચા આપેછે___પાણીદાર મોતીની જીભે.
અનેક સૈકાઓથી ગઝલનુઁ હીરક પાંસાળુઁ પાત્ર એક પછી એક શાયરના હાથમાઁ ફરતુઁ રહેછે,હજી પણ ફરતુઁ રહેશે. અને શાયર એની અદબ જાળવશે તો ગઝલ પોતાની આગવી ખૂબીથી એની પાણી પોચી ક્ષણોને આબેહયાતમાઁ નિતારી આપશે.
ગઝલના મફહૂમ_સારતત્વ વિશે ,ફના,નો એક શે’ર બસ છે.
હમને તો ,ફના,ઈતના
મહફૂમે_ગઝલ સમઝા
એક ઝિન્દગી શાયરકી
અશઆર મેઁ ઢલ જાએ

Wednesday, January 10, 2007

મસ્તહબીબ સારોદીઅને એમની હઝલો.

મસ્તહબીબ સારોદી અને એમની હઝલો.

વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’

મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાઁ એ હતો
મયખાનુઁ એ ત્યાગી ગયો મય પણ પીધા વગર

*’મસ્તહબીબ’સારોદી

ઠેઠ રાઁદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મઁડળથી તે મહા ગુજરાત ગઝલ મઁડળની વ્યાપક પ્રવુત્તિના સમય સુધી ગઝલ પ્રવુત્તિ સાથે રહેલ મસ્ત હબીબ સાચેજ મયનો પ્યાલો હાથમાઁ યે લીધા વિના મયખાનુમ છોડી ગયા.વાસ્તવમાઁ મસ્તહબીબ સારોદી માત્ર શાયરજ નહીઁ ’ઉસ્તાદ’પણ હતા.છઁદો પરનો કાબુ,શાસ્ત્રીય સમજ ,તે ઉપરાઁત શાયરીના અભ્યાસ, અને સમકાલીન ઉર્દૂ શાયરીના અભ્યાસના કારણે એમની સજ્જતા ઉસ્તાદનીજ રહી. એમણે ઘણા શાયરોને ગઝલનુઁ શિક્ષણ અને માર્ગદર્શન આપ્યુઁ.બેકાર(મ.વ્યઁગ શાયર)જેવાને પણ કહી શકતા કે વ્યંગ રચનાઓ /હઝલ અત્યારે ઉર્દૂમાઁ કયે તબક્કે પહોંચી છે.એ વિદ્યાભ્યાસે માણસનો શિક્ષણ પછીનાઁ રસનો વિષય સાહિત્ય શાયરીનો હતો.એમનુઁ માર્ગ દર્શન મેળવી ગઝલ લખવાની શરૂઆત કરનાર ઘણા શાયરો વિદ્યમાન છે.તેમાનાઁ એક આચાર્ય ‘મસ્ત મંગેરા’અને ‘રાઝ’નવસારવી નોઁધનીય છે.કોઈ પ્રવુત્તિ વિકસે ત્યારે તેમાઁ મસ્ત હબીબ સારોદી જેવા પરદા પાછળના માર્ગદર્શનનો ફાળો અવશ્ય હોયછે.
ઉર્દૂ ગઝલ થી માઁડીને ગુજરાતી ગઝલમાઁ ઉસ્તાદ અને ઈસ્લાહ/શુધ્ધિની પરઁપરા રહીજ છે. અલબત્ત નવી પેઢી પોતાની રીતેજ આગળ વધેછે.પણ જો તોયે ચર્ચા અને માર્ગદર્શન સ્વીકારે તો તેમની શાયરીમા નિખાર આવ્યા વિના રહે નહીઁ.’તુલસી ઈસ સઁસારમેઁ’ વ્યઁગ રચનાઓનો એમનો એક નાનકડો સઁગ્રહ છે. યુરોપિયનોમાઁજ નહીઁ મુસ્લિમોમાઁ પણ કબર પર ઓળખ ની તખ્તી હોય છે.ખાસ કરીને પાકી કબર પર.મર્હુમની ટુઁકી પિછાન હોય તો વળી કોઈ કાવ્ય પઁક્તિ પણ કોતરાવેલી હોય.એ મોટે ભાગે ગુણ દર્શી પિછાન હોયછે.,તે મર્હુમની એક બાજુજ પ્રગટ કરે એ દેખીતુઁ છે.
હિટલરની કબર બની હોત તો તેની ઓળખ એક મહાન માણસ તરીકેજ અપાઈ હોત,પણ આપણે જાણીએ છીએ કે એવાઁ જૂઠાણા એક પરઁપરા બની ગઈ છે. એમાઁ ભદ્ર દર્શન હશે,પણ વાસ્તવિકતા તો નહીઁજ .ધારો કે એક શિક્ષક અવસાન પામ્યો છે.સાવ ગરીબ હાલતમાઁ,તો તેની કબર પર કેવો લેખ હોય ?મસ્ત હબીબ શિક્ષક અને તે પછી હેડમાસ્તર બન્યા .આમ પણ શિક્ષકોથી વિઁટળાયેલા રહેતા.શિક્ષકોની હાલતથી અને ગામડાન શિક્ષકોથી સુપરિચિત હતા.
તો જૂઓ એક ચોઁકાવનારો પરિચય એક ચીકણા શિક્ષકનો.(રતિલાલ’અનિલ’_મોજ મસ્તીમાઁથી)

(કત્બા=કબર ના શીલા લેખો)

એમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાન એ શિક્ષક હતા

એમને ભક્ષી ગઈ ‘ઈંન્સાનિયત’
વેદિયા નવ્વાણુઁ નહીઁ પણ સો ટકા.

ખેત મજૂરની કબર

જિઁદગીભર જેણે મજદૂરી કરી
તેજ અઁહી સુતોછે ગેમલ ચાવડો
વારસો પણ કેટલો મૂકઈ ગયો
માત્ર કોદાળી ને જૂનો પાવડો.

મસ્જીદના મુતવલ્લી(ટ્રસ્ટી)ની કબર:

આ તો મુતવલ્લી હતા મસ્જીદના,
એ મર્યા કેવુઁ કરી શાણપણ
નામ પર પોતાના ખુદ કરતા ગયા-
એકલી મિલ્કત નહીઁ મસ્જિદ પણ

પીર સાહેબની કબર:

એ દુઆ પાણીમાઁ ફૂઁકીને વેચતા,
એમના ગ્રાહક હતા દુ;ખિયાજનો
જ્ઞાન તો ના કાના માતરનુઁ હતુઁ
એમનો ધઁધો હતો તાવીજનો.

બાંગી સા,બની કબર:

કૂચ દુનિયાથી કરીજો એમણે
થઈ ગયા કુકર્મ એમના છતા!
જ્યારે બાઁગી સા’બ મસ્જીદમાઁ હતા
બૂટ શુઁ ?ઘડિયાળ ચોરાતાઁ હતા


હકીમ સાહેબની કબર:

આ કબરમાઁ સુતા છે નામાઁકિત હકીમ
એમણે હીકમતમાઁ નોખી કરામત આદરી
એમની હિકમતનેજ આભારી છે આ
જેટલી દેખાય છે આપને કબરો નવી

પ્રોફેસરની કબર:

આ તો પ્રોફેસર હતા વિજ્ઞાનના,
રાચતા,તા નિત્ય એ વિજ્ઞાનમાઁ
ચન્દ્ર પર એમને જઈ વસવુઁ હતુઁ
પણ સુતા આવી આ કબ્રસ્તાનમાઁ.

પોતાની (મસ્તહબીબ સારોદીની) કબર
(કવિની કબર)

આ કબ્ર છે મુલ્લા રમૂજીની ,હતા એ પણ કવિ,
એમણે જનતાને ખુશ કરવા કવિતાઓ લખી
પણ એમના જીવન કવન પર લોકમાઁ મતભેદ છે
કો,ક કે,.છે જન્નતી કોઈ કે, છે દોઝખી

*મુલ્લાઁ રમુજી(મસ્ત હબીબ સારોદી)

Counters
Web Site Counter
Web Site Counter