લઈ જાયછે- 'બેબાક" રાંદેરી,કોસંબવી મર્હુંમ.
પ્રેમ સાથે પ્રેમમય વાતવરણ લઈ જાયછે.
સૂર્ય જયાં જયાં જાયછે સાથે કિરણ લઈ જાય છે.
ફૂલની સૌરભ અગર તો ફૂલની સુંદર અદા,
ફૂલને બહુધા ચમનથી દૂર પણ લઈ જાયછે.
કંઈક આકર્ષણ અનેરુ ત્યાંછે જેને લીધે
હું સુરાલયમા નથી જાતો ચરણ લઈ જાયછે.
રેહબરો જયાં હોય ઝાઝા થાય તે ગુમ કાફલો,
કાફલો મંઝિલ ઉપર એકાદ જણ લઈ જાયછે.
મોતની એથી પ્રતિક્ષા હું કરુંછું હર પળે,
ઍમની પાંસે જિવન નહી પણ મરણ લઈ જાયછે.
જિંદગીમા દૂશ્મનોનો પણ સદા ઋણી રહીશ,
દૂશ્મનો મારા જીવનમાંથી દૂષણ લઈ જાયછે.
શાંત શિતળ ચાંદની રેલાવતી આ ચંદ્રિકા
જિંદગીના સાગરોના ચેન પણ લઈ જાયછે.
આ ઉતારા પર હજી તો ઘોર કાળી રાત ચે,
રાત પાંસે તુય કયાં અંતઃકરણ લઈ જાયછે.
માર્ગ દર્શકનો કદી ઉપકાર હું લેતો નથી,
જાઊ છું "બેબાક "જયાં અંતઃકરણ લઈ જાયછે.
'બેબાક" રાંદેરી,કોસંબવી મર્હુંમ.
0 Comments:
Post a Comment
<< Home