તાજા કફનછે-મોહહમ્મદઅલી ભૈડુ"વફા"
ઘણી કશમકશ થી ભરેલ જીવન છે.
હંસી હોઠ પર આંખે અશ્રુ વહન છે.
હજી તે ધરા છે હજી તે ગગન છે.
છતાં માનવીનુ કયાં સાબિત મન છે.
કહે કોણ કે આ અમારુ ચમન છે;
નજર જયાં પડે ત્યાં કાંટાળ વનછે.
ગમોની મદિરા કદી ખૂનનો મય
વતન સાકિઓનુ અનેરુ ઇજન છે.
ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફન છે.
કળી ચુંઠવાનો મળ્યો જેને હુનર,
"વફા" એજ હાથોમા આખુ ચમન છે.
"વફા"તુ કરેછે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.
મોહહમ્મદઅલી ભૈડુ"વફા"(ઊકાઈ ૧૨-૦૧-૧૯૬૯)
0 Comments:
Post a Comment
<< Home