Sunday, November 19, 2006

એ એક મા હતી! જય ગજ્જર

એ એક મા હતી! જય ગજ્જર

“લાઈફ ટાઈમ જેલ ....”મેજિસ્ટ્રેટે ચૂકાદો આપ્યો.
બેવરલીના પેટનુ પાણી પણ ન હાલ્યુઁ..
ખૂન કરવા વિષે મેજિસ્ટ્રેટે પૂછયુઁ. “તમારે બચાવમાઁ કઁઈ કહેવુઁ છે?”
“નો માય લોર્ડ, મને સજા મંજુર છે.”
લોકોના મુખમાઁથી નીકળતા ધિક્કારના શબ્દોથી કોર્ટ રૂમની દિવાલો પણ ધ્રૂજી ઊઠી.. ’એક મા આટલી હદે ક્રુર કેવી રીતે બની શકે?” એને હ્રદય છે છે કે નહિ?’એ સવાલ ના પડઘા.પડતા રહ્યા.બેવરલીનાઁ આંસુ પણ એનો જવાબ આપી શકે એમ નહોતાઁ.
પોલીસ બેવરલીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસ કાર તરફ દોરી ગઈ.
બેવરલી અઁદરખાનેથી રડી રહી હતી.એને સજા થઈ એ માટે નહી. પણ એક મા થઈને પોતાની વહાલસોયી દીકરીનુઁ ખુન કર્યુઁ હતુઁ એટલે. એની ડેબીનો જ્ન્મ થયો ત્યારે કેવી હરખ ઘેલી બની નાચી ઉઠી હતી.એનો બાપ ટોમ ડેબીના જન્મ પહેલાઁ એની માને રડતી મૂકી કયાંક ભૂગર્ભમાઁ ચલ્યો ગયો હતો.એને બેવરલી જોઈતી હતી એની દીકરી નહી.એ પ્રેગનંટ છે એ જાણયા પછી એનામાઁ થી રસ ઊડી ગયો હતો. બેવરલી આજીજી કરતી રહી “ ટોમ, હુઁ તને ખૂબ પ્રેમ કરુઁ છુઁ. મારા પેટમાઁ આપણા પ્રેમની સુવાસનુઁ ફૂલ ખીલી રહ્યુઁ છે,કોઈ પાપનુઁ એ ફળ નથી.”
પણ એના આજીજી ભર્યા પ્રેમાળ શબ્દોની ટોમ પર કોઈ અસર ન થતી.એ જીદ લઈને બેઠો હતો , “ મારે કોઈ બેબી નજોઈએ.... એબોર્સન કરાવી દે. “ એને એની જીદ ન છોડી પણ બેવરલીને છોડી.
એકલા હાથે એને ડેબીને બહુ પ્રેમથી ઉછેરી.. કાળી મજૂરી કરીને કમાતી. એ ડેબીને વહાલથી ઉછાળતી અને કહેતી, “ જો મને સાચો પ્રેમ કરતો હશે તો એક દિવસ તારો બાપ દોડી આવશે..મારા શરીરનો જ એ ભૂખ્યો હોયતો મારે એની કોઈ જરૂર નથી....” એમ છ વર્ષ એક આશામાઁ અને દીકરીના પ્રેમમાઁ કાઢી નાખ્યાઁ.
પણ છેવટે એ ભાંગી પડી. ડેબી એકા એક માઁદી પડી. ડેબી એકા એક માઁદી પડતાઁ એને હોસ્પીટલ માઁ લઈ ગઈ.ડૉકટરે નિદાન કરી પ્રીક્રીપ્સન આપતાઁ કહ્યુઁ “ એને લ્યુકોમિયા છે. બાર મહિના માંડ કાઢશે...” એ સંભળી મન કંપી ઉઠયુઁ, એનુઁ હૈયુઁ ધ્રુજી ઉઠ્યુઁ.ઘેર આવી ધ્રુસ્કે ધ્રુસ્કે એ રડી.સ્વસ્થ થઈ. મોંઘા ઈંજેંકશનો અને દવાઓ લાવવા એને કાળી મજૂરી કરવાનો નિશ્ચય કર્યો.
પણ દિવસે દિવસે વધતી જતી પીડા ડેબીથી સહન થતી ન હોતી.. એ રો કકળ કરતી અને ફાટી આંખે મા સામે લાચાર વદને તાકી જાણે યાચના કરતી. એ દયામણો ચહેરો અને એનુઁ એ અસહ્ય દુ:ખ બેવરલી જોઈ ન શકતી. એ હૈયા ફાટ રડતી . આમને આમ માંડ માઁડ બે મહિના કાઢ્યા. છેવટે દુ:ખ સહી ન શકતાઁ ,ડેબીને યાતના વધી જતાઁ એ બેડમાઁ કૂદાકૂદ કરવા લાગી.. એનાઁ રોકકળ ખૂબ વધી ગયાઁ. બેવરલી આ બધુઁ જોઈ ન શ્કી.
“ બે ચાર મહિનામાઁ એ મરવાનીજ છે તો દુ:ખ સહન કરતાઁ રહેવાનો શો અર્થ?” અને વધુ વિચાર્યા વિના જે હાથે વહાલથી રોજ ઉછાળતી કે છાતી સરસી ચાંપતી એજ બે હાથે, એની પાંસે જઈ કિસ કરી ‘ગૉડ બ્લેસ યુ હેવન ,માય ડીઅર” કહી એનુમ ગળુઁ દબાવી દીધુઁ .અને જાતે જ પોલીસ ચોકીએ જઈ ખૂન કર્યાનો એકરાર કર્યો.
* * * __ જય ગજ્જર (શબ્દસેતુ-ટોરંટો,કેનેડા)

2 Comments:

At 19 November, 2006, Anonymous અમિત પિસાવાડિયા said...

બહુ કરુણ વાર્તા.

 
At 19 November, 2006, Anonymous ઊર્મિસાગર said...

માની મમતાનાં રૂપ અનંત !!

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Counters
Web Site Counter
Web Site Counter