Friday, November 10, 2006

ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’

ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’

હકથી વધારે લેશ અમારે ન જોઈએ.
હક થાય છે તે આપો વધારે ન જોઈએ.

મઝધારમાઁ થયુઁ તે વાત રહી ગઈ,
તૂફાનનો અજઁપો કિનારે ન જોઈએ.

હૈયામાઁ એનો વાસ જો થાયે તો ઠીક છે,
અલ્લહનો અવાજ મિનારે ન જોઈએ.


કોઈ પડયો ન ફેર મરણના સ્વભાવમાઁ
ટાણે કટાણે આવેછે જયારે ન જોઈએ.

સહેલાઈ થી જે પાળી શકો એજ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

હિમ્મત અને ઈરાદાઓ કમજોર થઈ જસે,
મંઝિલની કોઈ વાત ઉતારે ન જોઈએ.

‘આઝાદ’ જિન્દગીની મઝા ઔર છે દોસ્ત,
આ જિન્દગી પરાયે સહારે ન જોઈએ.

_કુતુબ’આઝાદ’
(અલ્લાહનો આવાજ તો હર જગા થશે,
હો વસંતકે પાનખર લાઈલાહા ઈલ્લલ્લાહ.


પહાડ,સહરા અને સમુદ્રના મોજાઁ ઉપર
મને છે હુકમે અઝાન લાઈલાહા ઈલ્લલ્લાહ.


આ ‘આઝાદ’સા.ના ત્રીજા શેર નો જવાબ છે._વફા )

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter