Sunday, March 25, 2007

દ્વાર ખોલે છે_’દીપક’બારડોલીકર

ના’ત(પ્રશસ્તિ કાવ્ય)

મદીનાના મુસાફર કાજ દિલના દ્વાર ખોલે છે
મુકદ્દર એમનું અલ્લાહ પારાવાર ખોલે છે.

પ્રશસ્તિમાં નબીની ઓષ્ટને પળવાર ખોલે છે
જીવન મે’લાતમાં બારી એ ખૂશ્બૂદાર ખોલે છે.

ખુદાને પામવાના પંથની હું ધૂળ થઈ જાઉં
કે એ નૂરાની રસ્તો અહમદે મુખ્તાર ખોલે છે.

રગેરગમાં વસાવે છે નબીના પ્યારની ખૂશ્બૂ
પડેછે એનાં પગલાં ત્યાં ખુદા ગુલઝાર ખોલે છે.

દરજ્જો એમનો કેવો હશે ઈન્સાન શું જાણે?
ખુદા ખુદ જેમના માટે ગગનના દ્વાર ખોલે છે .

આ બુધ્ધિ લાખ ચાહે તોયે જે ખૂલી નથી શકતાં
રહસ્યો એ બધાં ‘દીપક’ નબીનો પ્યાર ખોલે છે.

_’દીપક’બારડોલીકર

(સિરાતે હરમ માંથી સાભાર)

1 Comments:

At 26 June, 2011, Blogger Ashvin Mavani said...

સરસ રજૂઆત છે...




http://www.aapnugujarat.co.cc

વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે...પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
(નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)

info@aapnugujarat.co.cc

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter