Monday, March 19, 2007

હઝલ_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

હઝલ

કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.

ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.

અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું

તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.

પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.

અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.

ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.

પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.

_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)

મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.

બેકાર સાથે!

દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.

(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)

ડોકિયું:

સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.

દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?

1 Comments:

At 20 March, 2007, Anonymous Anonymous said...

vaah, khub sundar hazal chhe. bekar randeri vishe paheli vaar j vaanchyu. teo kharekhar khub sundar lakhe chhe.

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter