Saturday, March 17, 2007

શૂન્ય’ પાલનપુરીના મુકતકો,શેરો.

મુકતક
1
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.

લાગે છે ‘શૂન્ય ‘મૌનની સરહદ નજીક છે
વાણિનો આ વિલાસ વધુ ચાલશે નહીં.

2
શ્વાસના પોકળ તકાદા છે તને માલુમ નથી
નાઉમ્મીદીના બળાપા છે તને માલુમ નથી.

જિંદગી પર જોર ન ચાલ્યું ફકત એ કારણે
મોતના આ ધમપછાડા છે તને માલુમ નથી
3
શૂન્યના મૃત્યુ વિશેની અટકળો ખોટી ઠરી
ના થવાનુઁ થઈ ગયુઁ વાત એવી સાંભળી.

બુધ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનુ
લાગણી વાળા હવે રાખે છે એનીએ સાદડી.

ચુનંદા શેરો.

ખૂબજ ધમાલમાં છે શ્વાસોચ્છ્શ્વાસ આજે
હે જીવ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે.
*
ફરિશ્તાઓ મને લઈ જાય છે નિજ હસ્તે મરણ ટાણે
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.
*
શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી
કોઈની તો યાદ છે જે અધરમાં અટકેલ છે.
*
હવે તો શૂન્ય દીવાના !ઘડીક પોઢી જા
તમામા રાત કરી તેં જગતની ઊંઘ હરામ.
*
અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
*
થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?

_ 'શૂન્ય' પાલનપુરી

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter