Tuesday, March 27, 2007

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

ગઝલ વિષે નિવેદન_’અંજુમ’વાલોડી

વિચાર સૌંદર્ય અને વિચર વિશિષ્ટ બાનીમાં અભિવ્યકતિ એ કોઇ પણ કાવ્ય પ્રકારનાં અવિભાજ્ય અંગ ગણાય.પરંતુ એ બન્નેની સાથોસાથ સંગીતમયતા એ ગઝલનો પ્રાણ ગણાય છે.વિચાર અને એની રજૂઆત ભલે ને ગમે તેટલા વિશિષ્ટ હોય કે પ્રાણવાન હોય; પણ એ ગઝલ ગાઈ શકાઈ એવી ન હોય તો ગઝલ તરીકે સફળ થયેલી નહીં ગણાય.
ગઝલની બહેરો_છંદો અક્ષર મેળ નથી,કે નથી માત્રા મેળ.પરંતુ એ ઉચ્ચાર મેળ છે.એમ કહી શકાય. તેથી બહેરને વફાદાર રહી દરેક પંક્તિ ન રચાય તો એની સંગીતમયતા નષ્ટ નહીં થાય. તોયે તેમાં ખોટ તો જરૂર વર્તાય.એની સંગીત મયતાને કારણેજ ગઝલઉર્દુ,ફારસી,હિંદી,ગુજરાતીમાં પણ લોકપ્રિય થઈ છે.
ગઝલમાં વિચાર પરંપરિત હોય ,આખી ગઝલ એક વિચારને વિકાસ ગતિ આપતી રહે એવું હોય તો એ ગઝલ હૃદયંગમ લાગે ખરૂ,:એવું હોવું આવશ્યક નથીજ.ગઝલનો દરેક શે’ર પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.એ શે’રનો અર્થ પામવા માટે એ ગઝલના અન્ય કોઇ શેર પર એને આધાર રાખવો પડતો નથી.નઝમ કે કાવ્યમાં એવું હોવું જરૂરી છે,ગઝલમાં નહીં.
કોઈ પણ સાહિત્ય પ્રકાર હોય કે કલા હોય તેમાં પ્રયોગો થતા રહ્યા છે.થાયછે અને થતા રહેશે.એ આવકાર્ય અને આવશ્યક પણ છે.ગઝલના વિશ્વમાં પણ એટલુંજ સત્ય છે. પણ આજે ગઝલમાં ‘પ્રયોગ શિલતાની’ સાથે કયારેક ‘પ્રયોગખોરી’ પણ દેખા દે છે તે દુ:ખદ છે.એ ‘પ્રયોગખોરી”સાચી ગઝલની ઉન્નતિમાટે નુકસાનકારક છે.ગઝલ સમજવા ,માંણવા માટે જેમ ગઝલની પરંપરાનો થોડો ઘણો પરિચય હોવો જરૂરી છે તેથી વધુ ગઝલમાં નવા પ્રયોગો કરતા પહેલાં ગઝલની પરંપરાનો પુરતો પરિચય હોવો જરૂરી છે.રઘુપતિસહાય ‘ફિરાક’ગોરખપુરી એ ગઝલ અંગે કહ્યું છે કે
‘એક તેઝ છુરી હૈ ,જો ઉતરતી ચલી જાયે.’
અંજુમ’વાલોડી (ઈંગ્લેંડ)

એમના કાવ્ય સંગ્રહ ‘‘અજંપોત્સવ’માથી સાભાર.

Counters
Web Site Counter
Web Site Counter