Monday, November 06, 2006

મને_ કુતુબ’આઝાદ

મને_ કુતુબ’આઝાદ

છોડી જવાના શ્વાસ એ લાગેછે ડર મને.
વિશ્વાસ કેમ આવે કહો સ્વાસ પર મને.

સામે નથી તમે છતાઁ દેખાવ છો તમે,
આપેછે કયાઁ ફરેબ આ મારી નજર મને.

પાંસે નહીઁ તો સ્વપ્નમા આવતા રહો,
મળતુઁ નથી ચેન તમારા વગર મને.

દુનિયા ખરાબ છે છતાઁ સારી હુઁ માનતે.
મળતે નહીઁ કડવા અનુભવ અગર મને.

સંકટ હજાર હોયને હસતો રહુઁ સદા,
પરવરદિગાર આપજે એવુઁ જિગર મને.

નિરખી રહ્યા છે કેમ હસરતથી લોક આજ
સમજી રહ્યા છે તેઓ કોઈ જાદુગર મને.

સંજોગની વાત છે કે છુઁ સાવ બેખબર,
’આઝાદ’ કઁઈ રહી નથી મારી ખબર મને.
___ કુતુબ’આઝાદ.
(મુ.શાયર જનાબ સુલેમાન દેસાઈ’ઝિદ્દી’ સાહેબે કુતુબ’આઝાદ’ની એક ગઝલ પોતાની યાદ દાસ્ત ના આધારે લખી મોકલીછે.શુક્રિયહ.કોઇની પાંસે આ મૂળ ગઝલ હોયતો ‘બઝમે વફા’ને મોકલવા વિનંતી છે.જેથી ભૂલ સુધાર થઇ શ્કે.)

2 Comments:

At 07 November, 2006, Anonymous Anonymous said...

મારા બહુ જ પ્યારા શાયરની કૃતિ આપવા બદલ આભાર.
'આઝાદ' અણ ઉકેલ સમસ્યા છે આ સમય.
સમઝી શકે છે એમને, સમજાય છે સમય.'


ના શાયર .....

'સ્વાસ' ને બદલે 'શ્વાસ' અને
'ડરમને' ને બદલે 'ડર મને' લખો તો ?
સુલેમાન ભાઇને પૂછશો કે આઝાદના જીવન વિશે માહિતી આપી શકે?

 
At 09 November, 2006, Anonymous Anonymous said...

Very nice gazal!!

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter