Wednesday, March 21, 2007

જનશક્તિ હું_ઉમાશંકર જોશી

જનશક્તિ હું.

રૂંધાયેલા ચૈતન્યની ઢુંઢી રહેલી અભિવ્યક્તિ હું.
જંજીર પગમાં તોયે લેતી ઠોકરે
રાજમુગટો કૈંક; ને શાં થરથરે.
કાળજાં દુ:સાશકોના મારી ભૈરવ ત્રાડથી!
માર્ગ મુજ છાયો કંઈ સમ્રાજ્ય કેરાં હાડથી.
જવાલામુખી મારા ભૂખ્યા ઉદરે ધગે,
લોહી નહીં, લાવા વહે મારી રગે.
પડશે જ લેવો ઘાટ કૈં નવલો જગે.
આજ હું ઊભીશ ઉન્નત મસ્તકે
અઢેલી હિમાશૃંગને.
મોલ લચતા ખેતરે પાલવ કશો મુજ ફરફરે !
દિશ દિશ બને મુખરિત અહો સ્મિતમર્મરે!
ઇતિહાસના ખંડેરમાંથી
બાંધવી ઉન્નત ઇમારત ભાવિની.
આવો બાંધવ,આવો સાથી,
આમંત્રતી મનુકૂલ સકલની મુક્તિ મંગલદાયિની.

_ ઉમાશંકર જોશી

1 Comments:

At 27 March, 2007, Anonymous Anonymous said...

સુંદર કાવ્ય છે. ભલે અંગ્રેજોની ગુલામી માંથી આપણે મુક્ત થઈ ગયા હોઈએ, તેમ છતાં આ કાવ્ય આજના સમય માટે પણ છે એવું લાગે છે.

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter