Friday, June 02, 2006

બરાડતી રહી.- કિશોરભાઇ પટેલ

તમન્નાઓ સિકઁદર બની બરાડતી રહી.
અને બઁધ હાથ ની રેખા રમાડતી રહી.

અનઁત આકાશ થૈને ઓરતા વિસ્તારના;
અપેક્ષાઓ અમારુઁ જિવન ઉજાડતી રહી.

ચિનગારી મળી કેવી ઠરેલ આગમા;
અગ્નિ ઉમર ભર જુઓને લગાડતી રહી.

તનેહુઁ ભૂલવા આભેખ લૈ રઝળતો ફરુઁ;
અને આવી તુ સપનામા જગાડતી રહી.

ખબર તો એ હતીકે જિઁદગી મિથ્યા” કિશોર”
છતાઁબદલી ચહેરાઓ રડાવતી રહી.

કિશોરભાઇ પટેલ (શબ્દસેતુ,ટોરંટો,કેનેડા )
14માર્ચ2006.
છઁદ:
લગાગાગા,લગાગાગા,લગા,લગા,લગા
(મફાઈલુન્,મફાઈલુન્,ફઅલ,ફઅલ,ફઅલ)

1 Comments:

At 04 June, 2006, Anonymous Anonymous said...

ચિનગારી કેવી મળી ઠરેલ આગમા.
અગ્નિ ઉમર ભર જુઓ લગાડતી રહી.

વાહ કિશોરભાઇ ખુબ સુન્દર .

“વફા”

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter