Monday, May 22, 2006

ગઝલકાર છું હું- સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”

જુઓતો બધી રીતે લાચાર છું હું
ગુનાઓની માફીનો તલબગાર છું હું

સબ્ર યે કરું છું ને હું શુક્ર એ કરું છું
ન રંક છું ખુદા ન માલદાર છું હું

ન દેતા ભુલાવી તમારી નજરથી
તમારી મહેફિલનો યાદગાર છું હું

તમે મારા બનીને ન વાતો છુપાવો
તમારી વાતોનો ખરે રાઝદાર છું હું

વાતોના બદલે ઇશારા કરો છો
ઇશારાનો પણ સમજદાર છું હું

ન શંકા ઉઠાવો સરખા બધા છે
ન કોઇનો ખોટો તરફદાર છું હું

જિદ્દી બધાને નથી પરિચય તમારો
કહોને અદના ગઝલકાર છું હું

સુલેમાન દેસાઇ “જિદ્દી લુવારવી”
કેમ્બ્રીજ,કેનેડા 22મે2006

1 Comments:

At 23 May, 2006, Anonymous Anonymous said...

ખબર ન હતી કે લુવારામા આટલી ઉચ્ચ કોટિના ગુજરાતી ગઝ્લકારો છે. આશા છે તમારુ લેખનકાર્ય ધબકતુ રહેશે. આવી સુંદર રચના 'બઝ્મે વફા'ને મોકલતા રહો એવી અપેક્ષા. આભાર
બાબુ પાંચભાયા

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter