જીવન વિતાવ્યુ _રતિલાલ’અનિલ”
અંતે મળેછે ધૂળમાઁ સ્વપ્નો ફરી ફરી.
બગડે છે હાય મારુઁ આ કિસ્મત બની બની.
શ્રધ્ધા ને સાધનાથી જીવન સાર પામશે,
શંકાજ ફકત પામશે તર્કો કરી કરી
.
પ્રશ્ર્નો જીવનના કોઈ ઉકેલી શકયો નહી,
મુઁઝવેછે મન સદા મને પ્રશ્ર્નો કરી કરી.
મારી સુરત ન જોઈ મે નિજ્ને ન ઓળખ્યો,
થાકી ગયુઁ જગત મને દર્પણ ધરી ધરી,
જીવન પુનર્જીવનનો ફકત એજ અર્થા છે,
દીપક ની જેમ જીવવુઁ મરવુઁ બળી બળી.
ડહાપણનો ભાર નિત્ય ઉઁચકી શકાય ના,
પાગલ થવાની થાયછે ઇચ્છ કદી કદી.
સાગર તો એજ છે છતાઁ સંજોગ છે જુદા,
પામ્યો ન આજ મોતી હુઁ મંથન કરી કરી.
તોફાન જિન્દગીમા કદી થાયના ‘અનિલ’
સુખ દુ:ખ રહે જો સાથીઓ બન્ને હળી મળી,
મારા જીવનનુ શિલ્પ ઘડાયુઁ નહીઁ ‘અનિલ’
જીવન વિતાવ્યુઁ કોઈની મુર્તિ ઘડી ઘડી,
રતિલાલ’અનિલ”(સુરત)
0 Comments:
Post a Comment
<< Home