રૂપની તાસીર જો-સીરતી
દ્રષ્તિમાઁ જો હોય કોઈ હીર જો.
મારી નિર્મળ આંખમા તસ્વીરજો.
બઁધ દ્વારો ભાગ્યના ઊઘડી જશે,
ફાવશે મુજ પ્રેમની તદબીર જો.
લક્ષ્ય બનવા દિલ સદા તૈયાર છે,
ચાલશે ત્યાંથી નયનના તીર જો.
તુજને વીઁધી અર્શ પર પહોંચી ગઈ,
હે ગગન! મુજ આહની તાસીર જો.
પ્રેમની દ્રઢતામાઁ ખામી શી પછી,
પોષશે તેની નયનનાઁ નીર જો.
હુઁ ફિદા શાને થયો? દિલ જાનથી,
રૂપ ! તારા રૂપની તાસીર જો,
પયરહનના ચીરે ચીરા થઈ જશે,
તૂટશે મુજ ભાનની જંજીર જો.
કોડ દિલના ‘સીરતી’ પૂરા થશે,
આપશે યારી તને તકદીર જો.
‘સીરતી’ (વારસો-51)
0 Comments:
Post a Comment
<< Home