Friday, November 24, 2006

ઘરથી કબર સુધી *બેફામ

ઘરથી કબર સુધી *બેફામ

સપના રૂપે આપ ન આવો નજર સુધી.
ઊડી ગઈ છે હવે નીઁદ તો સહર સુધી.


મારા હ્રદયને પગ નીચે કચડો નહીઁ તમે,
કે ત્યઁના માર્ગ જાયછે ઈશ્વરના ઘર સુધી.


શ્રધ્ધાની હો સુવાસ પ્રતીક્ષાનો રંગ હો,
એવા ફૂલો ખીલેછે ફકત પાનખર સુધી.


આંખોમાઁ આવતાંજ એ વરસાદ થઈ ગયાઁ,
આશાનાઁ ઝાંઝવાઁ જે રહ્યા’તા નજર સુધી.


મૈત્રિનાઁ વર્તુળોમાઁ જનારાની ખેર હો,
નીકળી નહીઁ એ નાવ જે પહોઁચી ભવઁર સુધી

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યુઁ છે તિમિરમાઁ સહર સુધી.

મંઝિલ અમારી ખાકમાઁ મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી .


બેફામ તોયે કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ,
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.


*બેફામ
(માનસર-96)

આશીર્વાદ _શયદા

આકાશવાણી_ મુઁબઈનો એ મુશાએરો હજી હુઁ ભૂલ્યો નથી.તમારો સુરીલો કંઠ, એવીજ ભાવના વિચારપૂર્ણ ગઝલ, જે સાંભળતા શ્રોતાજનોએ તમને આનઁદ થી વધાવી લીધા હતા.સ્વ.સાક્ષર શ્રી રામનારાયણ પાઠકે પ્રસન્ન થઈને તમારી પીઠ થાબડી હતી,અને એ ગઝલ હતીજ એવી.એનો એક શેર (મકતા) જેના પર શ્રી રામનારાયણ મુગ્ધ હતા _
બેફામ તોય કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી!

આ શેઅર મેઁ જયાઁ જયાઁ રજુ કર્યો છે ,ત્યાઁ ત્યાઁ બધાય મંત્ર મુગ્ધ થયા છે. ઉર્દુના એક અચ્છા કવિએ તો તો આશ્ચર્ય પામીને એમ પણ કહ્યુઁ કે ગુજરાતીમાઁ આવી ગઝલના રચનારા પણ છે.!
અલગ રાખી મને ,મુજ પર પ્રણયના સુર ના છેડો,
વીણાનો તાર છૂટો હોયતો વાગી નથી શકતો.
આ શેઅરથી પણ શ્રી રામનારાયણભાઈને એટલો બધો આનઁદ થયો હતો કે” તમે મને માત્ર ‘વીણાનો તાર’ કહેશો તોય હુઁ ઓળખી જઈશ”એમ તમને કહ્યુઁ હતુઁ....બસ, બાકી અંગત રીતે મારા તમને આશીર્વાદજ આપવના હોય,પ્રથના કરુઁ છુઁ કે પરરદિગાર તમારા માનસરમાઁ મોતી,એ છે એનાથીયે વિશેષ તેજસ્વી રૂપે મળતાઁ રહે એવી તમને શ્કતિ આપે.
_શયદા

1 Comments:

At 25 November, 2006, Anonymous Anonymous said...

મહમ્મદભાઇ
તમારી પાસે શયદાની કોઇ ચોપડી છે? મારી પાસે તેમનો બાયો ડેટા છે, જો સાથે તેમની બે ચાર રચનાઓ પોસ્ટ કરીએ તો સારું રહે.

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter