Wednesday, March 07, 2007

પડછાયો_યોગેશ જોષી

એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.
સામેના થોરની વાડ પર આળોટ્યો
ને
લોહીઝાણ થઇ ગયો
પછી કોઇ સળગતીએ ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળના લીમડાની નીચે
ખરી પડેલા લીલાઁ પાઁદડાની પથારીમાઁ
આખી રાત આળોટયો,
ને સવારે ઊઠીને
પાદરનુઁ તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યો સામેના જુના મઁદિરે,
મઁદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.

_યોગેશ જોષી(કંકાવટી35માર્ચ2006)

પડછાયો_ આસ્વાદ*રાઘેશ્યામ શર્મા

વરસાદના એક ટીપાઁ પર આખીયે સૃષ્ટિને કોતરવાનુઁ કામ ‘એક શબ્દ નિષ્ઠ સર્જકને બાકી લાગેછે.’પડછાયો’ આવા કર્તાની કૃતિ છે..પડછાયો કયારે હોય ?પ્રકાશ હોય ત્યારે અન્ધકારમાઁ છયા ઓછાયાનો પોરો પોખવા મળે ખરો?પ્રકાશનો મહિમા છે, પડછાયાને કારણે.પડછાયાની ગરિમા કવિતામાઁ વર્ણન પામીછે પ્રકાશને લીધે.પરસ્પર અવિનાભાવિ સબન્ધની ઓરમાઁ વીઁટળાયેલા છે.જયાઁ જયાઁ પ્રતિચ્છાયા હશે પડછાયો હશે ત્યાઁ ત્યાઁ પ્રકાશ હોવાનો જ.આધુનિક કવિ નિરંજન ભગ,નરસિઁહ મહેતા બન્યા સિવાય સરસ પઁકતિઓ આલેખી ચુક્યા છે.

હુઁ ને મારો પડછાયો
જ્યાઁ દીપક બુઝ્યો
હુઁત્યાઁ ઓલવાયો.

યોગેશની રચનામાઁ ‘પડછાયો’અભિનવ આકૃતિ ધારણ કરી ગતિ કરતો પામીએ છીએ.સાઁજના સમયે જયારે કે એક સ્વયઁ સંચલિત સ્વતંત્ર વ્યક્તિત્વવાન ના હોય એમ પડછાયો કાવ્ય નાયકથી અળગો થઈ ચાલવા લાગ્યો,બસ ચાલવા લાગ્યો.પડછાયો પોતાની નિયતિ અને નિતિ અને વિધિ મનુષ્યથી મુકત થઈ નક્કી કરી શકવાનો સમર્થ ખરો?હા કાવ્ય કૃતિમાઁ શક્ય છે.કદાચ કાવ્યની આકૃતિમાઁજ.અહીઁ તો સ્વતંત્ર થવાનુઁ મૂલ્ય પોતાને ભોગે અને જોખમે અનુભવે છે.પરિણામે....
‘સામેના થોરની વાડ પર આળોટ્યો ને લોહી ઝાણ થઈ ગયો.’ વ્યક્તિથી વિલગ થયેલી પ્રતિચ્છાયા મૃત્યુપર્યઁત લઁબાઈ છે. માટે તો ‘કોક સળગતી ચિતામાઁથી આરપાર પસાર થઈને સ્મશાન પાછળનાઁ લીમડાની નીચે ખરી પડેલ લીલાઁ પઁદડાની પથારીમાઁ આખીય રાત આળોટ્યો..’
માણસની સદ્ય ચેહના વિરોધમાઁ લીલા પાઁદડાનો વૈભવી ભોગ અને ઠાઠ સરળતાથી શબ્દ રૂપ પામ્યો ગણાય.રાત આમ વીતી ત્યારે સવારે પડછયો પાદરનુઁ તળાવ તરીને ‘જૂના મઁદિરે’પહોઁચે છે.છેક શિખરે પહોઁચી જાય છે.જુનુઁ મઁદિર અહીઁ પડછાયાની કારકીર્દિર્ની પરાકષ્ઠારૂપ મોક્ષના સઁકેત પ્રતિક લેખે પ્રત્યક્ષ કરાવાયુઁ છે.
મનુષ્યની માફકજ પડછાયાને પ્રગતિ કરતો દર્શાવવામાઁ થોડુઁ સમીકણાત્મક બની જવાનો દોષ સઁભવ પેઁસી ગયો છે.વ્યક્તિને સ્થાને પડછાયા ને બરબર લગોલગ ,કટોકટ મૂકવાની કર્તાની ટેકનીક કસબ તરીકે ખોટી નથી.પણ આપણને એંથ્રોમોપોમોર્ફિક’માનવ ગુણારોપક સભાનતા અર્પી ગયા સિવય છોડતી નથી .પણ કદાચ નિર્વાર્ય નથી.
અજાતની રચનાઓમાઁ .
આમ છતાઁ ‘પડછાયા’ને કવિતાની આકૃતિમાઁ જ ઉધ્ધારનારી અઁતિમ પઁક્તિઓ સબળ છે. માટે કૃતિ સફળ છે.
ને ફરફરતો રહ્યો પવનમાઁ
ફરફરતી મેલી ધજાના મેલમાઁ ભળી જઈને.’
ધર્મ પ્રતિકનાઁ કલંક રૂપ મેલમાઁજ પડછાયો ભળી જવાની વિગતથી વક્રોકતિ યોગેશની આધુનિકતાનો ઉત્તમ અણસાર આપે છે.
(શ્રી રાઘેશ્યામ શર્મા ના આ રચનાનાઁ આસ્વાદમાઁથી બહુઁ થોડુઁ ટુકાવીને)
આ અછઁદાસ રચનાની હકીકી ટિપ્પણી તો શ્રી યોગેશ જોષીજ આપી શકે.પરઁતુ શ્રી રાઘેશ્યામ શરમાની દલીલો અને ટિપ્પણી સ્વીકારવામાઁ કોઈ અવરોધની ભાવના જનમતી નથી.આપણો પડછાયો પ્રકાશના કિરણોની ભેટ છે. ભર બપોરે ટપકુઁ થઈ ને આળોટતો ,સાઁજના સમયે એ ઘરો અને દિવલો કૂદીને લઁબાતો ફેલાતો જાયછે.રાત્રે બિલકુલ અઁધારામા શોધ્યો જડતો નથી. જરા માચીસની સળી સળગાવો સજીવન થઈ જાયે છે.જે મોકો મળતાઁ આપણા ‘કી હોલ મોરલ’.એષણા.ઈચ્છાઓ,વાસનાઓ,કામનાઓ,તમામ પ્રકારની બેહુદગીઓ આપણી સાથે પડછાયાની જેમ ચાલે છે. સમયાઁતરે રૂપ બદલી લાઁબી,ટુકીઅથવા અદ્રશ્ય થઈ જાયછે,મૃત્યુ પર્યઁત પીછો છોડતી નથી._વફા

1 Comments:

At 09 March, 2007, Anonymous Anonymous said...

આમાં તો મહમ્મદભાઇ , કાંઇ જ ખબર ના પડી. જરા સમજાવશો?

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter