Wednesday, May 10, 2006

'ટોળું' મોહઁમદઅલી ભૈડુ”વફા”

જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળુઁ.
અને એકી ટશે નિરખી રહ્યુઁછે આશનુ ટોળુઁ.

હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું;
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનુ ટોળું.

સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી;
જુઓ ને આવજો મા ખદબદે છે હાથ નુઁ ટોળુઁ.

તમે મેકઅપ કરોછોકે ઉગાડો રૂપની ખેતી;
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.


તમે સાકી પરબ આ ઝાં ઝવાની લઈને કયાં બેઠાં;
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.

ઘણુઁ ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી;
જુઓ આકાશમા પઁખી ઉડે કે પાઁખનુઁ ટોળુઁ.

“વફા”ચઁપા તણા ફૂલો તમે વાવીને શુઁકરશો
ભ્રમર આવી નહીં શકશે નેફરશે નાગનું ટોળું.

મોહઁમદઅલી ભૈડુ”વફા”
લગાગાગા/ લગાગાગા/ લગાગાગા/ લગાગાગા
મફાઈલુન/મફાઈલુન/મફાઈલુન/ મફાઈલુન
(હજઝ છઁદ)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter