દવા મારી નથી _સીરતી
દવા મારી નથી _સીરતી
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી.
કોઈ સસ્તી કીર્તિ પાછળ ભલે ,ભમતુઁ ફરે,
’સીરતી’ની ભવ્યતાને એ કદી ભાવે નહીઁ
કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,
શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.
_સીરતી
તઝ્મીન: _સૈયદ ‘રાઝ’ નવસારવી.
છે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.
થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.
દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી
_સૈયદ ‘રાઝ’ નવસારવી.
એ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’
તઝ્મીન:
એતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.
એઅલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી..
આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટ્વાની કોઇપણ બારી નથી.
જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી
તુઁ તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટ્લે ભારી નથી.
અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.
હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી(સીરતી)
_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
14જુલાઈ2006
છન્દ:ગાલગાગા,ગાલગાગા,,ગાલગાગા,લગા
જામ લઈલે _સીરતી
(ગઝલ)
મહોબ્બતની મસ્તીનો એક જામ લઈ લે !
જીવન જીવવાનો સરંજામ લઈ લે !
જરૂરત વિસામાની હો જીન્દગીને ,
ફરેબોની છાયામાઁ આરામ લઈ લે !
વફાઓને આંસુનો આપી દિલાસો,
કોઈ બેવફાનુઁ ફરી નામ લઈ લે !
હ્રદય હો અગર ડૂબવાની અણી પર,
સુરાના જિગરમાઁથી તુઁ હામ લઈ લે !
સદા કેફમાઁ લીન તલ્લીન રહેવા,
કોઈના નયનમાઁથી એક જામ લઈ લે !
દિલાસાની હો ભૂખ માયુસ દિલને,
મલે જે તને, તે તુઁ અંજામ લઈ લે !
ન ઠરવાનો મુજને મળે કયાઁથી આરો,
મ્હોબ્બત સમુઁ પાક,ધામ તુઁ લઈ લે !
ધરા પર મળે જો ન ફરવાને દ્રષ્ટિ !,
ગગનમાજ ભમવાનુ તુઁ કામ લઈ લે !
જવાનીનો આ થાક ને ‘સીરતી’ તુઁ,
ભલો થઈ ખુદાનુઁ હવે નામ લઈ લે !
_સીરતી(1908-1980)
(જ.સીરતીસા.મર્હુમના ગઝલ સંગ્રહ’વારસો’ માઁથી સાભાર)
0 Comments:
Post a Comment
<< Home