Wednesday, August 09, 2006

ગઝલ_ રાજેન્દ્ર પાઠક

ગઝલ

વાગતાઁ વાગી ગયુઁ કૈઁ ધારદાર છે.
સોંસરુઁ ઉતરી ગયુઁ કૈઁ આરપાર છે.

અંગ લાગીગૈ આગન બસજયાઁ નજર મળી
ઓઢણીનો ઘૂમટો કૈઁ તાર તાર છે.

એષણાના ઘર લગી સપના મહીઁ ગયો,
દર્દની ઓસડ વગર કૈઁ સારવાર છે

રોકવા જેને મથ્યો હુઁ જિઁદગી સુધી,
ઝાંઝવાના જળ હવે કૈઁ માર માર છે,

કામના મનની બધી બહુ સાચવી હતી
આગમન આ મોતનુઁ કૈઁ તારનાર છે.

_રાજેન્દ્ર પાઠક

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter