ગઝલ_ગુલામ અબ્બાસ’અબ્બાસ’
ગઝલ_ગુલામ અબ્બાસ’અબ્બાસ’
હસ્તરેખા વાંચવાની,
શકયતા શણગારવાની.
કોશિશો નક્કર કરીછે ,
નવ ગ્રહોને બાઁધવાની.
અવસરોની ખોજ કરતાઁ,
રાત આજે જાગવાની.
આંગળાઁ થાકી ગયાઁ છે,
બઁધ મુઠ્ઠી ખોલવાની.
બારણાને હડસેલો બસ,
ભીંત પણ સરકી જવાની.
ભાવકોએ તક ધરીછે,
સંતને ઈશ્વર થવાની.
ટેરવે ‘અબ્બાસ’ લોહી ,
અટકળો વાગોળવાની.
_ગુલામ અબ્બાસ’અબ્બાસ’
(ઉચાટ-65)
1 Comments:
સુરેશ્ભાઈ ઘણો ઘ્અણો આભાર, આ શેર મા મારી સમજણ એવી છેકે,માણસના જીવના મા ઘ્ણુઁ જુગતુ,અજુગતુઁ બનેછે.માણસ આશાવાદી પણ હોયછે અને નિરાશાના વમળોમા પણ ફસાયેલો હોય છે. આખા જીવનનો ચર્ખો અટ્ક્ળો પર ચાલેછે.સારુઁ નરસુ નિપજે એ માલિકની મરજી. આ અટ્કળો વાગૉળવામા આશા નિરાશાની કેટલીયે આંગળી ચવાય જતી હોયછે.અને સાધ્યમા કદીક ટેળવાઁ પર લોહી સિવાય શુઁ હોય.? વડોદરાના કવિ શ્રી અબ્બાસને આનાથી કઁઈ બીજુઁજ અભિપ્રેત હોય તો બ્લોગ્મા જણાવી આભારી કરશો. વફા
Post a Comment
<< Home