Tuesday, November 28, 2006

સર્જનની પ્રક્રિયા

સર્જનની પ્રક્રિયા

“સર્જનની પ્રક્રિયા ખરેખર અગમ્ય છે..છતાઁ સર્જક પાંસે એ સર્જન પરત્વે સઁપુર્ણ સજ્જતા હોવી જરુરી છે.”* સુન્દરમ.
”ગઝલ એ એવો વિષયછે જે ઘણી સાધના માંગેછે.અને વિચારોમાઁ વૈવિધ્ય ઉપરાંત અર્થ ગંભીરતા પણ હોવી જોઇએ, એમ હુઁ માનુ છુઁ.આજ કાલ જે ગઝલો લખાયછે એમાઁ અર્થના ઊઁડાણ હોતાઁ નથી.ગઝલના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો, પણ તેનો અતિરેક ન હોવો જોઈએ.
*મસ્ત મંગેરા(તંત્રી,”વહોરા સમાચાર” સુરત)

ગઝલ એ ભાવની અભિવ્યક્તિનુઁ સરળ અને સચોટ સાધનછે,પરંતુ એની સરળતા જેમ પોષક તત્વછે,તેમ મારક તત્વ પણ છે.કેટલીયે વાર સરળતાની ઓથ લઈને કવિતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. અને રહી જતો હોય છે કેવળ અર્થહીન શબ્દ ઘોંઘાટ.
ગઝલ કોઈ પણ રચી શકેછે એવી ભ્રામકા માન્યતાને આ સરળતા ઉત્તેજન આપતી હોયછે.પરિણામે બીજાઁ કવિતા સ્વરૂપોમાઁ પ્રાથમિક સ્વરૂપ સિધ્ધ કરવા માટે પણ જે ઉપાસના કે તપસ્યા અનિવાર્ય હોયછે,એનો અહીઁ છેદ ઉડી જાય છે, કેટલાક મહત્વકાઁક્ષીઓ ગઝલ જોડતા થઈ જાય છે.. એક અક્ષર પણ ન પાડી શકે એવા નિરક્ષર અને સંસ્કારજગતથી દૂર રહેલા માનવીને પણ ગઝલનો ‘ચસકો’લગાડી શકાય છે.અને તેનામાઁ છન્દની હથોટી આશ્ચર્ય પમાડે એવી ઝડપથી વિકસાવી શકાય છે.
આ વાત ગુણ પક્ષે કહી શકાતી હશે,પણ એનાથીયે વધુ દોષ પક્ષે રહેછે.આથી કવિતા નામનુઁ એક આભાસી વળગણ મેળવી લેનારઓનો એક વર્ગ ઊભો થાય છે.આવો મોટો વર્ગ મોટો હોઈને તેમાઁથી સાચી સાધનાથી ઘૂઁટાઈને આવતી ચિંતનની ગઝલ કે અનુભૂતિ અનાયાસ અભિવ્યક્તિ ને અલગ તારવવાનુઁ કામ વિકટ બનેછે.
ગઝલ અનુભવના જગતનો સઁપૂર્ણ નકશો નહી,પણ તેનો સઁપૂર્ણ ખ્યાલ આપી શકે તેવી સરેરાશ છે.અનુભવની આ સરેરાશ કોઈ વિરલ કવિજ આપી શકે છે.માત્ર બે પંક્તિમાઁ ભાવને સમગ્રતયા પ્રગટ કરવાની મર્યાદાજ સાચા કવિના હાથમાઁ તો શક્તિ બનીને ઉભી રહેછે. એ ભાષાની વ્યંજક શક્તિનો વધુમાઁ વધુ ઉપયોગ કરવા અને ભાવને તિવ્રતમ રૂપે ઉપાસવા મથતોહોયછે.સ્વાભાવિક રીતેજ એ સંકેતોને જન્માવતો હોયછે.અનુભવની સ્રૂષ્ટિને સાકાર કરવા માટે તેના નિરાકાર ભાવ જગતને શક્ય એટલા ઓછા શબ્દો વડે વાચકના ચિત્તમાઁ સંક્રાંત કરતો હોયછે,અને પરિણામે ગઝલની એક કંડિકા અનેક અર્થ છાયાઓ લઈને આવેછે. કવિને અભિપ્રેત કે અન અભિપ્રેત એવી અર્થની નવી ને નવી સ્રુષ્ટિઓ વિલસતી જાયછે,અને એકના એક વાચકને ,ઘડાતી જતી રસવ્રુત્તિના જુદા જુદા તબક્કે એની એજ કંડિકા ભિન્ન ભિન્ન અર્થમામ એ સમજાય એ સઁભવિત છે.
આ અર્થસ્રુષ્ટિનો પરિચય ગઝલને કેવળ વાચિક અર્થમાઁ લેવાથી નથી સાંપડતો ,કારણકે સાચી કવિતામાઁ શબ્દ હમેશાઁ એના અર્થને અતિક્રમેછે.
કવિતાવાચનની કળામાઁ અહીઁથી આગળ કોઈને શીખવી શકાય નહીઁ.
*હરીન્દ્ર દવે

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter