Saturday, December 16, 2006

માઇલ_સ્ટોન_મસ્ત’હબીબ’સારોદી

શએરનો ધર્મ

વોહ શએર કે પયગામે હયાતે અબદી હય.
યા નગ્મએ જિબ્રિલ હય બાંગે શરાફિલ.

_ ઈકબાલ.

શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શેર:એમાઁ અલ્લાહનો પયગામ માનવ સુધી પહોઁચાડનાર ફરિશ્તા જિબ્રઈલ નુઁ ગીત હોય કે , પછી કયામતનો સૂર ફૂંકનાર ફરિશતા ઈસ્રાફીલનુઁ આહવાન હોય ,સારાંશ કે જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય હોય.

શએર સબન્ધી ઉપરોકત દર્ષ્ટિબિન્દુનુઁ અનુસરણ કરવાનો મેઁ આગ્રહ રાખ્યો છે.ગઝને હુઁ કેટલો વફાદર રહ્યો છુઁ એ નિર્ણય તો પાઠકોએ કરવો ઘટે..અલબત્ત એટલુઁ વિસ્વાસ પૂર્વક કહી શકુઁ છુઁ કે ­


વોહ બુલહવસ કે જિન્હેઁ જુર્અતે ગુનાહ નહીઁ.
ગઝલ મેઁ ઢુઁઢતે હઁય વો ઈલાજે તિશના લબી
.


ઉપરોકત શેરમાઁ નિર્દિષ્ટ કામી પુરૂષની ત્રુષ્ણાને સંતોષે એવુઁ તત્વ મારી ગઝલમાઁ નથી.મારે જે કઁઈ કહેવાનુઁ હતુઁ તે મેઁ મારી રીતે કહ્યુઁ છે. એમ કરવામાઁ હુમ જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને એટલો મને આત્મ સંતોષ છે.
_મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)

12-7-1965

માઇલ_સ્ટોન_મસ્ત’હબીબ’સારોદી

નઝમ

જાણે કે સ્વેત વસ્ત્રોમાઁ કોઈ હસીન છે.
અથવા પ્રતીક્ષા કરતો કોઈ ભાગ્યહીન છે.
રક્ષક,પહેરગીર, ફરિશ્તો કે જીન છે.
અથવા કોઈ તપસ્વી તપસ્યામાઁ લીન છે.

ખાંભી છે કોઇની કે સમાધિ કે છે મઝાર?
પથ્થર સીમાનો છે કે મહોબ્બતની યાદગાર?

ઊભો છે વ્રુક્ષ_છાંવમાઁ વર્ષોથી એમ તુઁ_
કોઇના આગમનનો કરે કોઇ ઇંતેજાર !
સંકેત દેવા ઊભોછે પણ એવી શાનથી!
મંઝિલ મળ્યાનો જાણેછે સંતોષ ને ખુમાર!

તારા લલાટ પર હજી અંકિત શહૂર છે,
પાંત્રીસ માઇલ અઁહીથી લાહોર દૂર છે!

સૂચન ખરુઁ છે તારુઁ પણ તુજને ખબર નથી,
અહિયાઁના ઇંન્કિલાબ પર તારી નજર નથી.
વાતાવરણની જાણે થઇ તુજ પર અસર નથી,
પહેલાઁ હતો તે રંગ ,આ નકશા ઊપર નથી.

સાચેજ જે શહેરથી તારો સબઁધ છે,
‘રાહી’ના માટે દ્વાર થયાઁ એનાઁ બઁધ છે.

સૂચન પ્રમાણે તારા એ અંતર રહ્યુઁ નથી,
અંતર વધી ગયુઁ છે ઘણુઁ એનો ખેદ છે.
છેટુઁયે એટલુઁ કે કળે કલ્પના નહીઁ,
યુગ યુગનો જાણે રાહ છે,તે પણ અભેદ છે.

તુઁ કે’ છે,દૂર એટલુઁ લાહોર હતુઁ જરૂર ,
પણ આજ કહી શકાતુઁ નથી ,કેટ્લુઁ છે દૂર.

સેવાના ભેખધારી! કરુઁ છુઁ કબુલ કે,
સેવાજ માત્ર તારી છે આદત; કરે છે તુઁ.
વર્ષોથી નિજના ધ્યેયના પાલનમાઁ રત રહી_
નિર્વ્યાજ લીન થઇને ઈબાદત કરેછે તુઁ

પણ આજ તારી એથી જરૂરત રહી નથી,
આ શહેરને તે શહેરથી નિસ્બત રહી નથી..

હે ધ્યાન મગ્ન! જો કે શી પલટી ગઈ હવા,
સાથી નિકટનો ,દૂરનો પંથક બની ગયો;
મતભેદ રાહીઓમાઁ પડયો લક્ષ્ય પર જતાઁ,
મંઝિલ ફરી ગઈ તુઁ નિરર્થક બની ગયો!

જોઇને તુજને આવે છે મુજ મનમાઁ એ વિચાર;
રસ્તો ભૂલી ગયો છે ખુદ રસ્તો બતાવનાર !

બદલાયાઁ અંતે કાફલાના રુખ અને પ્રયાણ;
’દર્શક-નજર’નો ખુદ નજર અન્દાજ થઇ ગયો;
આવે દયા ન કેમ તારી આ દશા ઉપર ?
’રેહબર’ હતો તે ’રાહી’ નો મોહતાજ થઇ ગયો..

પ્રેરી રહ્યો છે પ્રશ્ન એ અંતર _ શિલા ! મને,
મ્યુઝિયમમાઁ જઈને કેમ મૂકી આવુઁ ના તને?

માન્યુઁ,કોઈ વિજેતાની સમશીર તુઁ નથી,
કો. રાયનો મુગટ કે જવાહીર તુઁ નથી,
મોઘુઁ રતન કે રાષ્ટ્રની જાગીર તુઁ નથી,
કો, કર્મ_ધર્મ વીરની તસ્વીર તુઁ નથી

પણ એટલી ખબર છે,અમારો તુઁ પ્યાર છે !
ભૂતકાળની અમારા તુઁ એક યાદગાર છે !

મ્યુઝિયમ માઁ ચાલ,ત્યાઁ રહી કહેજે તુઁ સર્વને,
વેરી અમારા ,અંતે શુભેચ્છક બની ગયા
દુશ્મન હતા જે હિન્દની આન બાનના_
ભારતના ભાગલાના તે સર્જક બની ગયા!

ભારતના ભગલાના જે સર્જક બની ગયા_
એ રાષ્ટ્રદોહીઓનુઁ સ્મારક પ્રતીક છુઁ!

_મસ્ત’હબીબ’સારોદી

શેર

ઊઠો આ રાતને પણ પ્રાતને પાઁસે લઈ જઈએ.
પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનોછે.


(“માઈલ-સ્ટોન”હ્રદયસ્પર્શી કાવ્ય છે. ભારતના વિભાજનથી સર્જાએલી કરુણતાઓ, આવી પડેલા નિર્વાસિતો સિવાય ગુજરતને ઝાઝી સ્પર્શી નથી ,એટલે ગુજરાતી સાહિત્યમાઁ એનો પડઘો નહીવત પડ્યો છે.
આમ તો આ કાવ્યનો વાચ્યાર્થ સ્પષ્ટ,અસરકારક પણ છે.પરંતુ જીવનના વિવિધ ક્ષેત્રે માઈલ_સ્ટોનો ઊભાઁ છે તેનુઁ એક પ્રતિક છે,એવો વેધક વ્યંગ્યાર્થ પણ એમાથી તારવી શકાય.
સામયિક, ઐતિહાસિક માર્ગસૂચક સ્તંભો પોતે સનાતન માર્ગ નુઁ સુચન કરેછે એવા ભ્રમમાઁ પોતે રહી બીજાને પણ ભ્રમ માઁ રાખેછે,પણ એ લાઁબુ ચાલતુઁ નથી ,નવા માઈલ_સ્ટોન આવે છે અને કારવાઁ એણે સૂચવેલી દિશામાઁ કૂચ કરેછે.
“મંઝિલ ફરી ગઈ ,તુઁ નિરર્થક બની ગયો”
પ્રજાની સ્મ્રુતિના મ્યુઝિયમમાઁ આવા કેટકેટલા માઈલ્_સ્ટોનો પડ્યા હશે.
એમાઁ યુગ_પુરૂષો પ્રત્યે પ્રજાની ક્રુતઘ્નતા નથી ,પ્રુથવીના પરીઘમાઁ સીધા એક માર્ગ આગળ વધતાઁ પ્રુથવીનો છેડો આવે એટલે દિશા બદલીને પ્રજા કૂચ ચાલુ રાખે છે.”ઈકબાલે લખ્યુઁજ છે :

”સિતારોઁ કે આગે જહાઁ ઔર ભી હૈ ! .

_રતિલાલા’અનિલ’

તા.20-6-65)

હદ વટાવી જાયછે-મસ્તહબીબ સારોદી

પ્રેમની જયારે ખુમારી હદ વટાવી જાયછે;
તંગ કરનારાઓ પોતે તંગ આવી જાયછે.

એમનો ઉદ્દેશ એમા શો હશે ,કોને ખબર;
આવતાં પોતે નથી ખ્વાબોમાં આવી જાય છે.

કોણ જાણે એ કયા એ પ્રશ્નનો ઉત્તર હશે;
આંખ જેની યાદમા અશ્રુ વહાવી જાયછે.

જોકે બળવાની મઝા દીપ ને મળેછે રાતભર;
કિન્તુ પરવાનાનો પળમા અંત આવી જાય છે.

એથીયે સુંદર સ્થાનની વાત કર માનુ તને;
સ્વર્ગની પણ વાત એની એ સુણાવી જાયછે.

જિંદગીથી રુઠવા એથી સફળા હું ના થયો,
એ મને સામેથી આવીને મનાવી જાય છે.

કામ આવી જાયછે ભૂતકાળની ભુલો "હબીબ"
મારી નિષ્ફળતા મને રસ્તો બતવી જાયછે.

મસ્તહબીબ સારોદી(એમના ૧૯૬૫ના ગઝલ સંગ્ર્હમાથી)


રાતો કપાતી થૈ.- મસ્ત હબીબ સારોદી

કોઇના આગમનની જયારથી ઘડીઓ ગણાતી થૈ.
ઉઘાડી આંખથી એમ જ બધી રાતો કપાતી થૈ.

છુપી વાતો હતી મહેફિલની તે ચૌટે ગવાતી થૈ.
કોઈ નહીઁ પણ સુરાની વાસ ખુદ વિશ્વાસ ઘાતી થૈ.

તબિયત જયારથી તારા પ્રણયના ગીત ગાતી થૈ.
ભુલાતી ના હતી તેવી બધી વાતો ભુલાતી થૈ.

મને જોઈ નજર એ રીતથી એની લજાતી થૈ.
હતી અફવા સમી જે વાત તે સાચી મનાતી થૈ.

ચમન કોનુઁ, ચમનમાઁ આજ્ઞા કોની પળાતી થૈ.
કળીથી રહી શકાયુઁ ના તો તે મનમાઁ મુસ્કરાતી થૈ.

અમારા મતનુઁ પણ કર્યુઁ ખઁડન કેવી દલીલોથી,
હતી જે વાત જે સાચી આખરે ખોટી મનાતી થૈ.

અમોનેછે ખબર રેહબર થવાની ચાલબાજીની,
અહીઁ એથી અમારા પર તકેદારી રખાતી થૈ.

જરા હળવો થયો આઘાત એથી તો જુદાઈનો,
તમારી હાજરી જયારે કવનમા મુજ જણાતી થૈ.

હતી એક ખેવના મનમાઁ કોઈને કઁઈક કહેવાની,
મથ્યો કહેવા ‘હબીબ’હુઁ એટલે ગઝલો લખાતી થૈ.

મસ્ત હબીબ સારોદી(મસ્તી-69)1965

હું કોણ છુઁ?
‘મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

હું કોણ છુઁ?
ઘંટ નાદો થયા,
પાત:પણ જો થયુઁ,
સૂર્યોદય થતાઁ હુઁ યે ચાલ્યો જઈશ,
કો અજાણી અદીઠીજ રાહો ઉપર,
નયનનુઁ પાત્ર લઈને વિલોકિશ હુઁ,
સૌ જતી આવતી રાહે મુખાક્રુતિ,
ઓફિસો,કારખાનાઁઓ ,સંસ્થાઓમાઁ,
શાળા કોલેજ કે પેઢીઓમા બધી
મૂલ્ય અંકાવવા મારુઁ યત્ન કરીશ,
પ્રિયે મારા પ્રતિ ,
એક દ્રષ્તિ કરી જોઈલે,
સાંજ પડ્તાઁ સુધી વેચી આવીશ અગર,
નિષ્કપત આ હ્ર્દય ,શુધ્ધ શોણિત હુઁ,
ને ભરી ઝોળીમા ચઁદ ચાઁદીના ટુકડા,.
જો ફરી પાછો અહિયાઁ હુઁ આવીશ તો,
એ સમે તુ મને ઓળખી ના શકીશ,
જઈને હુઁ કોને કહીશ-
જોને હુઁ કોણ છુઁ?

મસ્તહબીબ’સારોદી (મસ્તી-66)

….ઊઠી ચાલ્યો જઈશ. _મસ્ત’હબીબ’સારોદી મર્હુમ


સિતારાથી ભર્યો શ્યામલ હવે ઘુંઘટ હટાવી દે,

ઉઠાવ એ આવરણ સન્ધ્યા સવારોના વદન પરથી,

અદાઓ એકધારી જોઈ કંટાળી ગયોછુઁ હુઁ,

નજર થાકી ગઈછે નિત્યા એના એજ દર્શન થી!

કે આ વેરાન દ્ર્શ્યોને ભક્તિભાવનાઁ બઁધન !

અને આ ભુખથી ત્રાસી ઊઠેલાનાઁ જીવન તો જો !

અરે આ મ્લાન ચહેરાઓ! સિતારાઓનાઁ પુલકિત મન!

ખુશાલીના જનાઝામાઁ આ સ્મિત કરતાઁ વદન તો જો!

જરા દ્રષ્ટિ તો કર આ પુરાતન અનજુમન તારી ,

પ્રતીક્ષા ,મીટ, માઁડીને કરે છે નવ -પ્રકાશોની,

નવાઁ દ્ર્સ્યો તુઁ સર્જી દે, બધુઁ વાતાવરણ પલટાવ,

!નહીઁ તો આ જગત ‘સર્જન_પરિષદ નુઁ વિસર્જન કર !

ઊઠી ચાલ્યો જઈશ નહિતર હુઁ તારી અંજુમનમાઁથી!

_મસ્ત’હબીબ’સારોદી મર્હુમ
0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Counters
Web Site Counter
Web Site Counter