Saturday, December 02, 2006

કસમ સાકી*મકરન્દ દવે

કસમ સાકી*મકરન્દ દવે

ચમત્કારોની દુનિયામાઁ ભરુઁ છુઁ હર કદમ સાકી !
નિહાળુઁ છુ છલકતાઁ જામમાઁ જનમોજનમ સાકી !

હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહુઁ,
છ્તાઁ તારા ભણી લઈ જાય છે મારા કદમ સાકી !

નિરાલી હર અદા,હર ચાલ,હર કાનાફૂસી તારી,
તને પહેચાનુઁ પણ રહી જાય છે પાછો ભરમ સાકી !

કહી દઊઁ સાફ દુનિયાને બધી વાતો,બધા ભેદો,
કરે છે આંખ થી તુ ત્યાઁ મના કેવી મભમ, સાકી !

નથી જેણે હજુઁ તારાઁ નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીઁ તારા નિયમ , સાકી !

સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબર ને નથી કાઁ કયાઁયે દેખાતો સિતમ, સાકી !

ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેઁ જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !

હવે તો જિન્દગીની રોશની પર રોશની જોઉઁ,
મને સમજાયછે ,સમજાયછે તારો મરમ, સાકી !

ભરી મહેફિલ મહીઁ એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હથ દિલ પર ખાય છે કોના કસમ, સાકી !

*મકરન્દ દવે(હવાબારી-24)

4-2-1963

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter