Thursday, November 30, 2006

આરામ છે સાકી *બરકત વીરાણી ‘બેફામ

આરામ છે સાકી *બરકત વીરાણી ‘બેફામ’

મદિરાનુઁ મને આથી વધુ શુઁ કામ છે, સાકી?.
હતુઁ જયાઁ દર્દ દિલમાઁ ત્યાઁ હવે આરામ છે,સાકી.

અહીઁ એ યાદ આવે છે,અહીઁ ભૂલુઁ છુઁ દુનિયાને;
સુરાલય મારો એક રસ્તો અને એક ધામ છે,સાકી.

ક્યામતના દિવસ પર્યઁત એનો થાક નહીઁ ઊતરે,
મદિરા મોતની છે, જિઁદગીનો જામ છે સાકી.

ક્ષમા કરજે મારે લડવુઁ પડ્શે ભાન રાખીને,
જગતનાઁ લોક કહે છે,જિન્દગી સઁગ્રામ છે સાકી.

નથી જે પીતા એ લોકો પડી જાયે છે નિન્દ્રામાઁ;
બધાઁને કાજ સરખી આ જગતની શામ છે સાકી.

કયામતમાઁ ખુદા પૂછે ને નીકળી જાય મોઁમાઁથી;
અમે એથી નથી પૂછ્તાઁ: શુઁ તારુઁ નામ છે સાકી?.

અહીઁ કોઈ સુખી-કોઈ વિલાસી તો નથી આવ્યો,
અહીઁનુઁ કેમ આ વાતાવરણ સુમસામ છે સાકી.

ન તુઁ બોલાવ એને ,એ સુરા પીએ છે આંખોની,
સુરાલયમાઁ ન આવે એ એવો બેફામ છે, સાકી.

*બરકત વીરાણી ‘બેફામ’
(માનસર)

1 Comments:

At 02 December, 2006, Anonymous Anonymous said...

તેમના જીવન વિશે વાંચો -
http://sureshbjani.wordpress.com/2006/11/25/befaam/

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter