Saturday, December 02, 2006

તરબતર સાકી*પ્રફુલ્લ નાણાવટી

તરબતર સાકી*પ્રફુલ્લ નાણાવટી

નશીલી આંખ જોઈને થયો છુઁ તરબતર સાકી.
નથી પીવી હવે સૂરા ભલે તુઁ જામ ભર સાકી

મને મંજુર છે ચાલ્યા જવુઁ બસ બેખબર સાકી.
અગર જીવી શકુઁ ના જિન્દગી માનભર સાકી.

નથી એ દોષ એનો સહુ મને માને છે બડભાગી,
બધાઁને તો કહી છે મેઁ જીવનની ખુશખબર સાકી.

દરદ એવુઁ વધ્યુઁ છે કે દવાઓ કામ નહિ લાગે,
દુઆ બસ એજ છે આખર કરી લે તુઁ નજર સાકી.

મને જોઈ ગયાઁ છે એ મદિરાલય ભણી જાતાઁ,
કરુઁ શુઁ જ્યાઁ વસવ્યુઁ છે મેઁ મારુઁ ત્યાઁજ ઘર સાકી.

*પ્રફુલ્લ નાણાવટી(પગેરુઁ)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter