Thursday, November 30, 2006

સાકીને*સીરતી

સાકીને*સીરતી

પાતો રહે મને તુઁ હરદમ શરાબ સાકી.
જીવન બની ગયુઁ છે જાણે અજાબ સાકી.

ઘેરી વળીછે દિલને ગમની ઘટાઓ ઘેળી,
નયનોમાઁ આવ લઈને તુઁ આફતાબ સાકી

લાધ્યો છે થાક તો પણ જીવનની ઝંખનાને,
મળતો નથી કશેથી કોઈ જવાબ ,સાકી.

ઘોળીને પી જવી છે મનની બધી ઉદાસી,
છ્લકાવ તુઁ ફરીથી જામે-શરાબ સાકી.

દિલપર છવાયેલા છે સન્ધ્યાના કાળઓળા,
દ્રષ્ટિમાઁ ચાન્દની લઈ આવ છાબ, સાકી.

પા,તુઁ સુરા કે મુજને મુક્તિ મળે બધેથી;
દેવો પડે ન મારે ક્યાઁયે હિસાબ સાકી.

પા,તુઁ સુરા કે મારે ગાવાઁ છે પ્રેમ ગીતો ;
લઈ હાથમાઁ ઊભુઁ છે કોઈ રબાબ સાકી.

દુનિયા બધી ભલેને પીવામા પાપ માને,
પીવુઁ તો મારે મન છે મોટો સવાબ ,સાકી.

ચકચૂર બસ કરીદે જીવનને તુઁ સુરાથી,
દુનિયામાઁ સાંપડે ના જેનો જવાબ સાકી.

તરબોળ હો સુરાથી એનુઁ હરએક પાનુઁ;
વાંચી રહ્યુઁ છે કોઈ જીવન કિતાબ સાકી.

દે તુઁ સુરા કે મારે ધોવા છે પાપ મારા;
સુધરી શકે ન એ વિણ જીવન ખરાબ સાકી.

દુનિયા તમામ એની દ્રષ્ટિથી હૂઁફ પામે ;
ગરમાવ ‘ સીરતી ‘ને તુઁ બેહિસાબ સાકી.

*સીરતી(વારસો)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter