Monday, December 25, 2006

દીપક બારડોલીકર

દીપક બારડોલીકર

ગુજરાતી ભાષાના આ જાણીતા કવિ,લેખક ને પત્રકારનુઁ મુળ નામ મુસાજી ઈસપજી હાફેસજી.જન્મ 1925 માઁ બારડોલીના એક સુન્ની વહોરા કુટુઁબમાઁ.વિદ્યા અભ્યાસ દર્મિયાન વ્યાયામવીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો સહિત આઝાદી આઁદોલનમાઁ ભાગ લીધો..કોઁગ્રેસ સેવા દળ અને પછી મુસ્લીમ લીગ નેશનલ ગાર્ડસમાઁ યુવકોને કેળવ્યા. 1948માઁ ગાઁધીજીની હત્યા પ્રસંગે મુઁબઈ ઈલાકાના મુસ્લિમ લીગ નેશનલ ગારડસના અધિકારીઓની ગિરફતારી થતાઁ જેલવાસ ભોગવી(લેવાદેવા વગર-વફા)પાકિસ્તાન આવ્યા.સાત વર્ષ વિદ્ય દાન કરી પુન: બારડોલી ગયા.61 માઁ અદાલતના ચુકાદા વિરુધ્ધ દેશ નિકાલ થયા.64થી પત્રકાર બન્યા..1977 માઁ પત્રકારિત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો.વર્સો સુધી કરાઁચીમાઁ દૈનિક ‘ડોન-ગુજરાતી’માઁ સિનિયર સબ એડિટરની હેસિયત થી સેવા બજાવી. હાલમાઁ બાળકો સાથે વોલસોલ,ઈઁગ્લેઁડ માઁ રહેછે.
પુસ્તકો:પરિવેશ,આબેકવસર,વાટના દીવા, સુન્ની વહોરા,મેઘ ધનુષ-1,મોસમ,મેઘધનુષ-2, સિરાતે હરમ,ગુલમહોરના ઘૂઁટ
સમ્પાદનો:સ્મ્રુટિકા,વાઁછ્ટ

ગારે-હિરામાઁ*દીપક બારડોલીકર
ના’ત(પ્રશ્સ્તિ કાવ્ય)

અજબ એક કેફ ઘેરાયો હતો ગારે-હિરામાઁ
અલૌકિક તાર જોડાયો હતો ગારે-હિરામાઁ

ખુદાનો શબ્દ પડઘાયો હતો ગારે-હિરામાઁ,
કરિશ્મો એક સરજાયો હતો ગારે-હિરામાઁ

કયામત પણ મીટાવી ના શકે ભીનાશ એની
મહોબતસિઁધુ ઉભરાયો હતો ગારે-હિરામાઁ

સમજની શુષ્ક સરિતાઓ ફરી ભરપૂર થઇ ગઇ
ઇલમનો બાબ ખોલાયો હતો ગારે-હિરામાઁ

હજી પણ છે અને હરદમ રહેશે નૂર એનુઁ
નબુવ્વતદીપ પ્રગટાયો હતો ગારે-હિરામાઁ

અજબ એવી અદબ ઈજ્જત મળીછે ધૂળને પણ
રિસાલત તાજ મોકાયો હતો ગારે-હિરામાઁ

*દીપક બારડોલીકર
વોલસોલ-‘94(યુ.કે)

ગારે-હિરામાઁ= પવિત્ર શહેર મક્કાને નજીક પહાડી પર આવેલી તે નાની ગુફા જેમાઁ અલ્લહના અઁતિમ નબી હજરત મોહમ્મદ(સલ.) પર અલ્લહ પાકની પ્રથમ વહી ઉતરી.

પત્થર કાળો
પરશે ચુમે લોક
હૈયાઁ ઉજળા

_દીપક

હજી પણ રોશની છે આ નગરમાઁ
હજી પણ આપનો દીપક બળેછે.

_દીપક

(દીપક સાહેબને પ્રથમ વાર 1959માઁ અમારી એમ.એમ.પી.હાઈ સ્કૂલ,રાઁદેરે સુરત રઁગ ઉપવનમાઁ યોજેલા મુશયેરામા જોયેલા, સાઁભળેલા,એમના મુકતકો પર લોકો વારી ગયેલા.આ મુશાયેરામાઁ શેખાદમ આબુવાલા,શૂન્ય,ઘાયલ ,અકબર અલી જશદણ વાળા(પાજોદ દરબાર)વિ.ને સાઁભળવાનો
મોકો મળ્યો.શ્રી બેકારસા. ના સઁચાલન માઁ મુશાયેરો ખુબ જામ્યો હતો.યાદગાર મુશાયેરામાઁ એનુઁ નામ છે.
1989 માઁ કરાઁચીમા મલીર સીટી માઁ એમના ઘરે મહેમાની માણી.એમણે એમના થોડા પૂસ્તકો ભેટ આપ્યાઁ હતાઁ.મારા નજીકના સ્નેહેઓમાઁથી છે, ‘વફા’)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter