Sunday, March 04, 2007

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’

અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છઁદો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.
છઁદ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છઁદો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,
અછઁદાસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છઁદ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છઁદ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછઁદાસ_ અછઁદાસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..
અછઁદાસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછઁદાસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છઁદોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.
સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછઁદાસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.
હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.
નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.
પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..
વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે.
સમાન છઁદો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
’બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ”
અથવા
’બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
******
દર્પણ:

દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરો
ગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.
નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?
ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
“ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”


_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007)

વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)

1 Comments:

At 06 March, 2007, Anonymous Anonymous said...

વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે.

bahu saras vaat kari wafaa bhaai.

 

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter