મારુઁ સરનામુઁ:અમ્રુતા પ્રીતમ
આજે મેઁ મારા ઘરર્નો નઁબર ભુઁસી નાખ્યો છે.
અને શેરીના માથા પર લખેલુઁ શેરી નુઁ નામ પણ હટાવી દીધુઁ છે.
અને બધા રસ્તાઓની દિશાઓના નામ ભુઁસી નાખ્યા છે.
કિઁતુ જો તમારે મને આવશ્યક રીતે પ્રાપ્ત કરવુઁ હોયતો,
બધાજ દેશોના ,બધાજ શહેરોના,બધી શેરીના દ્વાર ખટખટાઓ,
આ એક શ્રાપ પણ છે અને વરદાન પણ છે
અને જ્યાઁ પણ સ્વતંત્ર આત્માની ઝલક દ્રષ્ટિમાન થાય
સમજી લેવુઁ કે તે મારુઁ ઘર છે.
_ અમ્રુતા પ્રીતમ
0 Comments:
Post a Comment
<< Home