એક ઈચ્છા:_ફૈઝ અહમદ ફૈઝ
આઝાદ નઝમ
મને કરામતો પર શ્રધ્ધા નથી
પરઁતુ એવી એષણા છે કે જયારે મ્રુત્યુ
મને આ વિશ્વની સભામાઁથી લઈ જાય
તો ફરી એક વાર મને એ આમઁત્રણ આપે
કે કબરના ખાડામાઁથી પરત થઈ શકુઁ
તારા દ્વાર પર આવીને સાદ દઉઁ
તને વેદનાના સહભાગીની ઊગ્ર અતુરતા હોયતો
તો તારી પ્રત્યક્ષ આવી જાઊઁ
જો એ ન હોય તો પરલોક પ્રતિ
ફરી એક વાર પ્રયાણ કરી લઉઁ
:_ફૈઝ અહમદ ફૈઝ
(ઉર્દુ પરથી અનુવાદ)
0 Comments:
Post a Comment
<< Home