Sunday, September 03, 2006

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.
1
સાંજ ઢળશે
યાદ વધશે

યાદ વધતાઁ
દર્દ વધશે.

રાત પડતાઁ
સ્વપ્ન ઊગશે.

આંખમાઁ એ
દ્રશ્ય રમશે.

આવતાઁ ફળ
ડાળ નમશે.

લાખ એના
અર્થ કરશે.

લોક તો ઠીક
તુઁ ય વઢશે.
2
અગમ લાગે
નિગમ લાગે

હવે ખુદની
શરમ લાગે

થતાઁ ‘આદિલ’
જનમ લાગે

ખચિત એના
કદમ લાગે

જુઓ પેલા
‘અદમ’લાગે

હવે ઝખ્મો
મલમ લાગે

મુઠ્ઠી બાઁધી
ભરમ લાગે

હસે એવુઁ
સનમ લાગે

ખુદા તારી
રહમ લાગે
3
આ મધરાતો
ઝંઝાવાતો

થોડા શબ્દો
કઁઈ આઘાતો

ભોળો ચહેરો
ના સમજાતો

સૂનો રસ્તો
ક્યાઁ ક્યાઁ જાતો

બસ કર તારી
મોઘમ વાતો

શબ્દે શબ્દે
કેવી લાતો

’ગુલ’તુઁ છેને
કાળી રાતો

__________ અહમદ’ગુલ’
(બાટલી , યુ.કે)(પાંખડી12,13,17)



0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter