‘બેકાર’ સાહેબની હઝલ.
‘બેકાર’ સાહેબની હઝલ.
સાથીઓ બદલ્યા કરે જે ડેંન્સ માઁ.
એ ભમરડી શુઁ રહે બેલેંસ મા
.
પ્રેમ પણ વેચાય પાઉંડ પેંન્સ માઁ,
કેમ આવે મારી કોમન સેંન્સ માઁ.
કેમ જામે મેળ એ જોડીનો હવે,
હિન્દ મા મીસ્ટર મીસીસ એથેંન્સ મા.
માઁગનારા ની નજર બચાવવા,
છ્ત્રીને આગળ ધરી ડીફેંન્સમા.
એમની જાતિ કરો નક્કી હવે,
બેસી રહે ભરાય જે વીમેંન્સ માઁ.
_ જનાબ આઈ.ડી.બેકાર.રાન્દેરી,ખાંન્પુરી(મર્હુમ)
થોડા શેરો:
આજ એનો થઈ ગયો ઘટસ્ફોટ છે,
કે’બેકાર’ તો સાવ નર્યો ભોટ છે.
ચુઁટણી આવે અને ચાલી ગઈ,
તો પણ ફાટેલ એનો કોટ છે.
************************ ***************
માની લીધુમઁ કે એની પંસે પાઈ પણ રાતી નથી,
ને નર્મદ સમ એની પોલાદની છાતી નથી.
એજ હુઁ ;બેકાર; છુઁ ,દર્શન કરીને ધન્ય થા,
ઓળ્ખ્યો ના મને ?જા તુઁ ગુજરાતી નથી.
********* ***************************
આ હઝલ અને શેરો મે મારી યાદ દાસ્તના આધારે લખ્યા છે. જો કોઈ વ્યક્તિની પાંસે એમનો સંગ્રહ’ધરતી ના ધબકારા, હોય તો ક્રુપા કરી હઝલ, શેર મા કોઈ દોષ હોયતો જરુરથી ઈ-મેલ કરવા વિનંતી.સુધારો કરીલેવામા આવશે.
વફા.
0 Comments:
Post a Comment
<< Home