પરમવીર ચક્ર વિજેતા _ હવાલદાર અબ્દુલહમીદને.
પરમવીર ચક્ર વિજેતા ,
હવાલદાર અબ્દુલહમીદને.
શત્રુઓની તેઁકરી મીટ્ટી પલીદ.
ધન્ય તારીજાતને અબ્દુલહમીદ.
દેશ કાજે તુ થયો સાચો શહીદ,
ધન્ય તારી માતને અબ્દુલહમીદ.
રણ્ મહીઁ બાજી લગાવી જાનની,
રેવડી બોલાવી પાકિસ્તાનની.
આન રાખી ધર્મને ઈમાનની.
તેઁ વધારી શાન હિન્દુસતાનની.
શત્રુઓની ટેંક્ના ચુરા કર્યા,
વેરીઓ ના કોડ તેઁ પુરા કર્યા.
શત્રુઓના હાલ તેઁ બુરા કર્યા,
વાહ કેવા કામ તેઁ રણ શુરા કર્યા.
તુ હતો એક લશકરી હવાલદાર,
ન સિપેહસાલાર ન રિસાલદાર.
ન કોઈ ધનવાન કે ન માલદાર.
ન વળી વાતોડિયો કે પત્રકાર.
ધામથી પહોંચી ગયો સ્વધામમા,
દેશના તુ આવી ગયો તુમ કામમા.
સ્વર્ગ જઈ પોઢી ગયો આરામમા.
રહી જશે તુજ નામ પણ શુભનામમા.
એ વતનના પાણ પ્યારાને સલામ,
એ વતનના ચાન્દ તારાને સલામ.
નિસાર અહમદ શેખ”શેખચલ્લી”(વૈભવ-8)
1965ના યુધ્ધનો હીરો હ.અબ્દુલહમીદ
0 Comments:
Post a Comment
<< Home