મૌનના શબ્દો
હરીન્દ્ર દવેએ એક પ્રસંગની વાત કરતાં લખ્યું છે કે શેખ આદમ આબુવાલા તેમને મળે ત્યારે કોઈ ને કોઈ શે'ર કહેતા. એ છેલ્લે મળ્યા ત્યારે હરીન્દ્રને રસ્તામાં ઉભા રાખી શેખઆદમે આ શે'ર કહ્યો હતો:
સૂને જાતે ન થે તુમસે,
મેરે દિન રાત કે શિકવે;
કફન સરકાઓ, મેરી
બેઝુબાની દેખતે જાઓ.
(દિવસ ને રાત મારી ફરિયાદ,મારી કટકટ ચાલુ જ રહેતી હતી.તારાથી એ સાંભળી શકાતી નહોતી. સાંભળીને તું થાકી જતો હતો. પણ દોસ્ત, હવે આવ, મારા ચહેરા પરથી કફન ઉથાવ અને મારું મૌન કેવું છે એ જોઈ લે.)
0 Comments:
Post a Comment
<< Home