Monday, December 25, 2006

બસ અલ્લાહ*દીપક બારડોલીકર

બસ અલ્લાહ*દીપક બારડોલીકર

હમ્દ(સ્તુતિ કાવ્ય)


સૃષ્ટિ નો કિરતાર બસ અલ્લાહ છે.
શ્રેષ્ઠ સર્જનહાર બસ અલ્લાહ છે.

છે નિરંતર મોહ એની મે’રનો,
સાચો અનરાધાર બસ અલ્લાહ છે.

મર્મ ના કયારેય કો’પામી શકે,
એવો અપરંપાર બસ અલ્લાહ છે.

આ ધરા શુઁ, આભ જેવા આભનો
શ્રેયકર આધાર બસ અલ્લાહ છે.

સર્વ વિશ્વો એની છાયામાઁ રહે
એટલો કુઁજાર બસ અલ્લાહ છે.

ખુદ શહેનશાહે જેને કરગરે
એવો એક દાતાર બસ અલ્લહ છે.


દર્દનો દીવો સળગતો રાખજો
આપણો દિલદાર બસ અલ્લાહ છે.

હોય ‘ગાલિબ’ની કે ‘દીપક’ની ગઝલ
સર્વનો શણગાર બસ અલ્લાહ છે.

*દીપક બારડોલીકર(સિરાતે હરમ-12)

માંચેસ્ટર(યુ.કે.)-,93

0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home

Counters
Web Site Counter
Web Site Counter