Tuesday, January 23, 2007

ગઝલનુઁ સ્થાન _નિસાર શેખચલ્લી

ગઝલનુઁ સ્થાન _નિસાર શેખચલ્લી

ગુજરાતે ગઝલને ઓળખી મુશાયેરા દ્વારા.{બીજી રીતે કેમ ન ઓળખી એ ચર્ચા અત્રે નહિઁ છેડુઁ}મુશાઈરામા ગઝલની રજુઆત જે રીતે થાય છે{વંચાય છે,બોલાય છે,ગવાય છે}તેને ગ્રહણ કરવાનુઁ સધન કાન છે.એટ્લે ગઝલના પરિક્ષક,સમીક્ષક બન્યા કાન,જે કર્ણપ્રિય હોય ,તે લોક પ્રિય એવુઁ ધોરણ ઠર્યુઁ. બીજી બાજુ લોક પ્રિય થવા સારુ_દાદ મેળવવા સારુ_ગઝલકારે કળાકારને બદલે ગળાકાર ‘થવા માઁડ્યુઁ.સીનેમા યા નાટકના અદાકારના પેઠે ગઝલકાર આઈના સામે ઉભો રહીને બોલવાની અદાઓનુઁ રિહર્સલ ભજવીને મુશાયઈરહમાઁ આવવા માઁદ્યો.પરિણામે ગઝલ પાછી રહી ગઈઅને શાયર આગળ ઉપસી આવ્યો.ગઝલકારની સાચી ઓળખ એની કૃતિ ગઝલ હોવી જોઈ એ એવો સર્વ સામાન્ય નિયમ બદલાઈને ગઝલકારે મુશાયરા રૂપી ઈલેકશન જીતવા પોતાનો મેનીફેસ્ટો બહાર પાડવા માઁડયો.પરિણામે સાઁભરીને પરીક્ષા કરવાનુઁ પણ શ્રોતા પાઁસે ગયુઁ.અને ફલાણા ભાઈ બોલે કે રજુ કરે તેનુઁ નામ ગઝલ, એટલે દરર્જ્જે ધોરણ ઉતરી આવ્યુઁ છે.
મુશાયરાનો મૂળ હેતુ અને ધોરણ નહિવત થઈ ગયાઁ.આજે કાવ્ય સમ્મેલન,કે કવિ સમ્મેલન નથી રહ્યાઁ,પણ કવિતાનો હાટ બની ગયો છે.અને તેમા પણ અમુક મોનો પોલીવાળાઓનો માલજ આવી શકે છે.એથી ખાદી છાપ સંકુચિત મનોદશા કેટલાકોએ અપનાવા માઁડી છે.પરિણામે મુશાયરા દ્વારા પણ ગઝલ પ્રચાર અને વિકાસ રૂઁધાય ગયો છે.
મુશાઈરહ નો શાયર પોતાની વિશેષ શકિત બન્દિશ અને કાફિયાની તલાશમાઁ ખર્ચતો હોવાથી ગઝલનો ઘાટ તેમણે બગાડવા માઁડયો .એવી કૃતિમાઁ કોઇ કોઇ ‘કેન્દ્રીયમૂડ’ તો નજરે ન પડે ,ભિન્ન ભિન્ન ભાવો અને કલ્પનાઓમાઁ પણ ઉઁડાણ ગઁભીરતા જેવુઁ


કઁઈ નહિ.આમ મુશાઈરહ દ્વારા ગઝલ પ્રચાર તો પામી,આવકારાઈ પણ ખરી.પરંતુ એને જે સ્થાન મ્ળવુઁ જોઈએ તે મળ્યુઁ નથીજ.
ગુજરાતમાઁ ગઝલકારોનો ખાસ્સો મેળો જામ્યો.”લોક સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા”
જેવુઁ પણ થયુઁ.ગઝલથી લેવાય તે બધા લાભો લેવાયા .પરંતુ ગઝલનો ભેખધારી કોઈ થયો નહીઁ.ગઝલનો કેસ લડનાર કોઇ વકીલ પણ જનમ્યો નહિ.પરિણામે ગઝલને એના સાચા સ્વરૂપમાઁ ગુજરાતાને ઓળખવાનુઁ મળ્યુઁ નહિ.જાણવાના ઉત્સુકોએ પૂછ્યુઁ ત્યારે ગઝલના સમ્રાટોએ જવબ આપ્યો “તને લાગી નથી દિલમાઁ તુઁ દિલની વાત શુઁ જાણે?” અને બસ .બહુ બહુ તો પોતાની નવી ગઝલ સઁભળાવી દીધી.
પણ હવે ગઝલ બીજે રસ્તે ગુજરાતીઓનઁ દિલ દિમાગમાઁ પહોઁચાડવાના યત્નો થઈ રહ્યા.જેના દ્વાર જનતા વાઁચીને વિચારશે અને વિચારીને ગઝલની તૂલના કરશે.

કઠોર તા.28-6-65 નિસાર શેખચલ્લી

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter