Tuesday, January 16, 2007

સાર તત્વ*મકરન્દ દવે.

સાર તત્વ*મકરન્દ દવે.

ગઝલની કટોરી નાજૂક છે,પણ નબળી નથી.હવાઇ તરંગ જેવા આસમાની પીણાને તે બિલોરી રંગમાઁ ઝીલી શકેછે ,તો ધરતીના પડમાઁથી ઊઠતા લાવાની અગન_ઝાળને તે આસાનીથી ઊછળતી રાખે છે.
ગઝલની કિનારી પર તરતા બુદબુદોમાઁ ,બુઁદ સમાની સમુદ્રમેઁ,ની ગહરાઈ તરી આવેછે. કોઈની આંખે આંસુનુઁ બિઁદુ ઝળકે,હોઠ પર સ્મિતની પાઁદડી ફરકે અથવા અકઠ કહાની હૈયાની ભીતર ને ભીતર વલોવાયા કરે.તેને ગઝલ વાચા આપેછે___પાણીદાર મોતીની જીભે.
અનેક સૈકાઓથી ગઝલનુઁ હીરક પાંસાળુઁ પાત્ર એક પછી એક શાયરના હાથમાઁ ફરતુઁ રહેછે,હજી પણ ફરતુઁ રહેશે. અને શાયર એની અદબ જાળવશે તો ગઝલ પોતાની આગવી ખૂબીથી એની પાણી પોચી ક્ષણોને આબેહયાતમાઁ નિતારી આપશે.
ગઝલના મફહૂમ_સારતત્વ વિશે ,ફના,નો એક શે’ર બસ છે.
હમને તો ,ફના,ઈતના
મહફૂમે_ગઝલ સમઝા
એક ઝિન્દગી શાયરકી
અશઆર મેઁ ઢલ જાએ

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter