સારે જહાઁ સે અચ્છા હિઁદોસ્તાઁ હમારા
નિસાર અહમદ શેખ” શેખચલ્લી”
મેરી મુઠ્ઠીમેઁ સુખે હુએ ફૂલ હૈઁ,
ખૂશ્બૂઓઁ કો ઉડાકર હવા લે ગઈ!
જન્મ:1911 ઈંતેકાલ: 4-11-1980
મૂળ વતન:પેટલાદ,ચરોતર
ચરોતરની એ ચારુતા રહી ના ‘શેખ્ચલ્લી’માઁ,
જીવન એનુઁ છે હુરટમાઁ વસીને હુરટી જેવુઁ.
નિસાર અહમદ શેખ સાહેબ મૂળ પેટલાદના વતની પરંતુ પાછળથી કઠોર(જી.સુરત) આવી સ્થાયી થયા.અને સુરતની પ્રખ્યાત સંસ્થા’ ધી સુરતી સુન્નિ વહોર મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી,સુરતના મુખપત્ર ‘વહોરા સમાચાર’ના તંત્રી તરીકે સેવા આપી
ગુજરાતી મુશાયરાનુઁ મુખ્ય સ્થાન રાઁદેર રહ્યુઁ.અને ત્યાઁ મવ.સાદિક સાહેબની ઓફિસમાઁ તા.31-7-1931 ના દિને પહેલ વહેલો ગુજરાતી મુશાયરો થયેલો.તેમાઁ મુ.નિસાર અહમદ શેખ,શેખચલ્લી, સાહેબે ભાગ લીધાનુઁ જાણવા મળ્યુઁ છે.
એમણે ગઁભીર પ્રકારની રચનાઓ “ખુરશીદ” ઉપનામે લખતા..એમની હસ્ત લિખિત ડાયરીની આ રચનાઓ અપ્રાપ્યછે.એકહેતા કે’ મારાઁ કાવ્યો આપને હસાવે છે,પરઁતુ હુમ હસી નાખવા જેવો માણસ નથી’
1931માઁ રાઁદેરના પ્રથમ ગુજરાતી મુશાયરામાઁ એમણે રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનુઁ રાષ્ટ્રગીત ગણાય છે
ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હુઁ પણ વતન કાજે
અમારુઁ જીવવુઁ મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગુઁ કફન કજે, દફન કાજે
અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને
તમારા દેશની લક્ષ્મી બધી વિદેશમાઁ જાએ
રડે વેપારી કરીગર કૃષિકારો બધા હાયે
થઈ બેકાર કઁઈ મરતા ક્ષુધાની આકરી લાયે
વિના વેપાર ઉદ્યોગે કમાયે કયાઁથી શુઁ ખાયે?
વળી જે અન્યને પોષે થયા તે આજ ભીખારી
અરેરે હિઁદ માતારે દશા આ શી થઇ તારી
લૂઁટાયા હેમ ને હીરા રહ્યા બસ કાચ ને કાગળ
અમીઝરણાઁ સુકી ચાલ્યાઁ જ્યાઁ ત્યાઁ હિમના ઝાકળ
દીવાળી દેશમાઁ કેવી ગવાયે ક્યાઁથી જય મઁગળ
સળગતા દેશ દાવાનળ અહીઁ છે કોઇને ક્યાઁ કળ
કરી હાકલ મિટાવવાને બધી યુરપની શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને
તમારામાઁ કમાલો છે વળી ઝગલુલ લેનીન કો
નથી પ્રતાપ ભામાશા સલાહુદ્દીન જેવા કો
અને તે હોય તો પણ શુઁ કદર એની અહીઁ થાયે
જહીઁ તીલક સમા નેતા વીશી માઁહેઁ મરી જાએ
તમે હુબ્બુલ વતન સાથે મિનલઈમાઁ ને ભૂલ્યાછો
ખરેખર દેશ મુક્તિનો તમે સુપઁથ ભૂલ્યા છો
સબક સ્વાતઁત્ર્ય થાવાનો ફરીથી આપ શીખી લ્યો
હુશેન ઇબ્ને અલી થી વીરતાના માપ શીખી લ્યો
ગુલામી મોતથી બદતર ગલત એ જાપ શીખી લ્યો
હવે ‘નિસાર’ આઝાદી તણા આલાપ શીખી લ્યો
જીવનનો અર્થ આઝાદી જરા સમજીને એ પંક્તિ
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને
_નિસાર અહમદ શેખ” શેખચલ્લી”
(તા.10-4-1933ના પાલનપુર મુકામે દી.બા.કૃષ્ણલાલ ઝવેરીએ કરેલ ભાષણમાઁ આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરીધન્યવાદ આપ્યા હતા)
0 Comments:
Post a Comment
<< Home