Wednesday, January 24, 2007

અલોપછે_નિસાર અહમદ શેખ” શેખચ્લ્લી”

હઝલ


ધોવાઇ જશે પાપ બધાઁ એવી હોપ છે
તૌબાની ખુબ તેજ અહીઁ બારસોપ છે

ઝ્ભ્ભો ય છે વિશાળ ને માથે ય ટોપ છે
સુધરેલો મૌલ્વી ય પણ જાણે કે પોપ છે

જોઇ મને કહે છે અલ્યા તુ તો ગોપ છે
એ એમની કૃપા છે કે ઇશ્વરનો કોપ છે

જાદુ ભરીછે આપણી સરકારની નજર
જેના ઉપર પડી કે તે વસ્તુ અલોપ છે

દરરોજના તમાશા નવા દેખતા રહો
દુનિયાઁ ખરુઁ કહુઁ તો એક બાઇસ્કોપ છે

જોઇ તમોને આંખને ઠઁડક વળી ગઈ
દર્શન તમારાઁ જાણે કોઇ આઇડ્રોપ છે

ફુરચા ઊડી જવાની હતી ‘શેખ’ને ખબર
કિઁતુ એ ગપના ગોળા ને શબ્દોની તોપ છે

_નિસાર અહમદ શેખ”શેખચલ્લી”

ગુજલીશ કવિતાના પ્રણેતા તો બોલ્ટન(યુ.કે) નિવાસી જ.અદમ ટઁકારવી સાહેબ છે.પરઁતુ એના બીજ જ.બેકાર સાહેબ અને શેખ ચલ્લી સાહેબ વાવી ચુક્યા હતા.

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter