મુઁબઈ 11/7
મુઁબઈ 11/7
ઓ મારા નગર
આ કેવી કયામત તાર ઉપર તૂટી પડી છે.
તારી રોનક અને ઝિન્દાદીલી નો કોણ શત્રુ છે?
તારી મુસ્કુરાતી ઉષાઓ
તારી ગુનગુનાતી સન્ધ્યાઓ.
તારી રંગીન રાત્રિઓ,
ભલા કોને ડંખી રહી છે?
આ કોણ દ્રુષ્ટ અત્યાચારી છે?
જે પ્રવુત્ત યાત્રીઓની સામુહિક હત્યાઓ કરી રર્હ્યો છે.
જે સન્ધ્યા ને રકત થી રંગી રહ્યો છે.
હે મારા શહેર !
જો કે આ કયામત તારા ઉપર તૂટી પડીછે.
તારી બધી ગલીઓ,અને બજારો વેદનામામ ડૂબી ગયાઁ છે.
પરંતુ જે લાવણ્ય તારા સ્વભાવગત છે,
જે તોફાનોની દિશાને વણાક આપવાની તારી ત્રેવડ છે,
તે પાશ્યાત્ય ભૂમિકા મારા વિસ્વાસને અડ્ગ બનાવેછે.
તારુઁ લલાટ કોઈ અત્યાચારીના સામે ઝુકી નથી શકતુઁ.
તારા હોસલાનુ ખમીર કદીયે તૂટી નથી શકતુઁ
.
_ ઈઁતેઝાર નઈમ .
(મુઁબઈના ઉર્દુ દૈનિક “ઈંકલાબ”ના સૌજન્યથી ,ઉર્દુ કવિ ઈઁતેઝાર નઈમ ની આઝદ નઝમનો અનુવાદ)
0 Comments:
Post a Comment
<< Home