શ્રી ગુલઝારની એક સુન્દર નઝમ
શ્રી ગુલઝારની એક સુન્દર નઝમ
મોબાઈલ સાચેજ કેટ્લો મોબાઈલ છે.
એક કાન પર ઓફીસ સવાર છે,
અને બીજા પર ઘર .
હુઁ બધા કામો
જમણા કાનથી કરુઁ છુઁ
અને બીજા ઘરના બધા ડાબા થી.
.
જમણા કાનથી મેનેજરે મને પકડ્યો
જમણ કરતાઁ કરતાઁ
એક મહત્વનો કાગળ છે સાહેબ
ગેરેજ થી એક ફોન આવ્યો
ફરીથી જમણા કાનથી
સહેબ કલચ પ્લેટ તૂટી ગઈછે
કાર્બ્યુરેટરમા કચરો હતો
ડાબા કાનમા ઘંટડી રણકી
પત્નીને કહ્યુઁ કે હોલ્ડ કરો
-તે ન્યુયોર્ક થી બોલી રહી હતી,
સ્ત્રીઓ વચ્ચે બેઠક જમાવીને જયારે બેઠેલી હોય ત્યારે,
કોઇ બાળક રૂદન કરે તો-
છાતી થી લગાવીને એની માઁ
થોડી વાર માટે અલગ હટી જાયછે
કઁઈ એવીજ મીટીઁગમાઁ
મોબાઈલ કાન પર મુકી કોઈ
મીટીઁગથી અલગ થઈ જાયછે
!
એક મૈયત પર જોયુઁ
કાન લગાવીને કોઈ
કાનાફુસી મા બોલી રહ્યુઁ છે
કદાચ પ્રશ્ન કરે છે કે
કોઈ ફરિશતાથી
જે રવાના થઈ ચુકયોછે,પહોઁચ્યો કે નહીઁ?
એક સુચના વારઁવાર
એક નઁબર પર આવી જાય છે
આઉટ ઓફ રીચ છે.
ફરીથી પ્રયત્ન કરવા વિનઁતી
આ નઁબર કદાચ એનો છે.
........બડે મિયાઁનો.
_ગુલઝાર
(ઉર્દુ પરથી અનુવાદ)
0 Comments:
Post a Comment
<< Home