Tuesday, August 22, 2006

અરબી કાવ્ય_મારી પાંસે ફકત આજ છે. - તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)

- તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)

અરબી કાવ્ય_મારી પાંસે ફકત આજ છે.

મારી આ કાઁધ પર
મે રાઈફાલ ક્દી ઉંચકી નથી.
અને મેઁ એની ત્રીગર કદી ખેંચી નથી.
મારી પાંસે ફકત
સંગીત મય વંસળી છે.
એક પીંછી છે,મારા સ્વપનોને ચિતરવા માટે,
અને એક શાહીનો ખડિયો છે,
મારી પાંસે ફકત આટલુંજ છે.
એક અતૂટ આસ્થા
અને એક અનઁત પ્રેમ
મારી પિડિત પ્રજાના માટે.

*******
જંગલી આગ

આપણા ફુરસદના સમયે
આપણેપ્રકાશનો એક દોરો લઈએઁ છીયેઁ.
અન્ધકારની ગાંઠો માઁથી
સ્વપનોના ઉપવન ગુઁથીયે છીયેઁ
બળતી રેત ને ઠંડી કરીયે છીયેઁ
ખજુરીના ઉભા પડછાયાથી,
અને મુર્ખાઓ મટે મોટી થાળી બનાવીયેઁ છીયેઁ
ચન્દ્ર્મા જેવી.
જો કોઈ દિવસ આપણે ગોથુઁ ખાઈ જઈએઁ
આપણા મૂળિયાઓ આપણને સીધાઁ ઉભા રાખશે.
આપણા ફુરસદના સમયે,
આપણી કીડીઓના ઉધ્યોગ શીખએઁ છીએઁ.
અમે ક્ષણિક પ્રકાશતા નથી
જેમ કદી દીવા સળી સળગાવી લઈએઁ.
પરંતુ જંગલી આગની જેમ
અમારો સ્વાચ્છોસ્વાસ
ક્ષિતિજ જેવડો વિશાળ હોયછે.

આપણા ફુરસદના સમયે,
આપણે ઈતિહાસના તરંગી ઘોડાઓને
માર્ગદર્શન આપીએ છીએઁ.

**************
.
તેઓ જાણેછે

અને તે લોકો જાણે છે કે
મારો દેશે હજારો વિજેતાઓથી પરિચિત છે.
અને તેઓ જાણેછેકે
તે હજારો પીગળી ગયા
ઉલેચાયલાહિમ ની જેમ;

_તૌફીક જયાદ(ફલસ્તીની કવિ)


ફલસ્તેન= પેલેસ્ટાઈન

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter