ભૂલીજા_ _મુહમ્મદઅલી ભૈડુ’વફા
આ તાપી કિનારો ને ગાઁધી બાગ કેમ ભુલાશે?
અહીઁ મારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.
-આસીમ રાઁદેરી
ભૂલીજા
તાપી કિનારો ગાઁધી બાગ ભૂલીજા
પાણી થકી લાગેલ આગ ભૂલીજા.
સાથે રહી કોણે ખંજર પીઠમા ભોંક્યુઁ
તે વાર ની સાથે તે દાગ ભુલી જા.
છેદાય ડંખોથી ગયુઁ નગર તારુઁ,
તે ઝેરભૂલીજા એ નાગ ભૂલીજા.
પેલા ખઝાનાને, હવે કયાઁ જઈ શોધુઁ
તે પ્રેમ ભૂલીજા ,એનો રાગ ભૂલીજા.
ભાગ્યતમારા મા હતુઁ દર્દ આજોવા
આપ્યારની નગરી તણો ત્યાગ ભૂલીજા
દિલતો રડે પણ કયાઁ નયન રહ્યાઁ સુકાઁ
તાપી તટે ખેલાયેલ ફાગ ભૂલીજા.
-20ઓગસ્ટ2006
_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
એક સો વર્ષ વટાવી ચુકેલા જનાબ આસીમ રાઁદેરી સાહેબ ને
સલામ સહિત અર્પણ..નઝ્મમાઁ તુકારાંત માનાર્થે પ્રયોજાયુઁ છે.
કોઈરાન્દેરી ,સુરતી વ્યક્તિ આ વાંચે તો આસીમ સાહેબને સઁભળાવવા વિનંતી
2 Comments:
તાપી અને ગાધીબાગ યાદ કરાવીને દિલ ખુશ કરી દીધું. આસીમ રાંદેરી સાહેબની રચનાઓમાં સૂરત પ્રત્યેનો જે લગાવ દેખાય છે એ ક્યાંય બીજે દેખાયો નથી !
દિલતો રડે પણ કયાઁ નયન રહ્યાઁ સુકાઁ
તાપી તટે ખેલાયેલ ફાગ ભૂલીજા.
સુંદર રચના...
આભાર
Post a Comment
<< Home