પથ્થર _ સુરેશ જોષી
પથ્થર _ સુરેશ જોષી
પથ્થર કેટલીક વાર ઈર્ષ્યા પ્રેરે છે.
એના જેવી આત્મસમાહિતતા મારામાં નથી.
પત્થર ઈતિહાસને પોતાના પરથી સરી જવા દે છે,
એના પાઠ ગોખતો નથી.
પવનની સ્વગતોકિતઓ એણે સંઘરી રાખી છે,
પાણીએ એને પોતાને ટાંકણે કોર્યો છે.
સૂર્યનાં આંગળાંનીછાપ એના પર છે.
કોઈ વાર એને હાથથી સ્પર્શું છું
ત્યારે એમાં સંમિત થયેલો સમય ઘૂઘવતો સંભળાય છે.
આમ છતાં પથ્થર પોતે તો અવિચલિત અને કૂટસ્થ છે.
હરિયાળીની એને માયા નથી.
કોઈ વાર એ ધૂળની ભભૂતિ લગાડીને સન્યાસીનો પાથ ભજવે છે
તો કોઈ વાર 'શાકુંતલ'ના પેલા ઇંગુદીતૈલચિત્રપણ માના વઢળા આશ્રમવાસી જેવો લાગે છે.
અકળ રીતે એ આકાર બદલે છે.
કેટલીક કાર પ્રુથ્વીનેઆવેલાં દુ:સ્વપ્નોમાં એણે જે આકારો જોયા હશે
તે પથ્થરોમાં મૂર્ત થઈ ઉઠે છે.
કેટલીક વાર એ એક પગ પર ઉભો રહીને
તપ કરતા ધ્રુવ જેવી મુદ્રા ધારણ કરે છે,
તો કોઈક વાર ઈન્ગેમાર બર્ગમેનની ફિલ્મ 'ધ સેવન્થ સીલ' માંનાં
અંચળો ઓઢેલાં મરણનાં પાત્ર જેવો લાગે છે.
રાજાઓની અમરતાનું એ નિર્લિપીભાવે વહન કરે છે.
ઈશ્વરના વેશમાં એ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને અધ્યઁ અભિષેકને સ્વીકારે છે.
કોઈવાર કાન દઈને સાંભળું છું
તો કશીક આદિમ વાણી બોલતો એ સંભળાય છે.
પવનના હોઠ એને સ્પર્શે છે.
એની શિરાખોમાં ધાતુનો ચળકાટ ચળકતો હોય છે.
20:2:86 સુરેશ જોષી
1 Comments:
સુંદર કવિતા, વફા સાહેબ...
આભાર...
વિવેક
Post a Comment
<< Home