Sunday, October 29, 2006

ઉર્દુની મશ્હુર કવિયત્રી પરવીન શાકિર ની આઝાદ નઝમ

દિવ્ય જ્ઞાન

કારણ વગર અધરો હંસી પડ્યા,
કેશ વિના આયાસ વિખરાય ગયા,
મને સ્વપનો ધરીને
નિન્દ્રાએ કઈ દિશામા પ્રવાસ આદર્યો,
મારા કર્ણમાઁ કાનાફુસીની મ્હેક પ્રસરી
મારુઁ શર્મીલુઁ સ્મિત મેઁ સાઁભર્યુઁ,
અને પછી હુઁ સમજી ગઈ
મારા નયનો માઁ તારા નામનો તારો ચમકી ગયો.

_________પરવીન શાકિર
(અનુવાદ)

Saturday, October 28, 2006

ઈદ પર શેર લખવાની ફરમાઈશ પર મહા કવિ અલ્લામા ઈકબાલ નો જવાબ.

ઈદ પર શેર લખવાની ફરમાઈશ પર મહા કવિ અલ્લામા ઈકબાલ નો જવાબ.

હિલાલે ઈદ હમારી હંસી ઉળાતાહૈ.

યે શાલામાર મેઁ એક બર્ગે ઝર્દ કેહતાથા

ગયા વો મૌસમે ગૂલ જીસકા રાઝદાર હુઁ મેઁ.

ન પાયમાલ કરેઁ મુઝ્કો ઝાયરાને ચમન
ઉન્હીઁકી શાખે નશેમન કી યાદગાર હુઁ મેઁ.

જરાસે પત્તેને બેતાબ કર દીયા મુઝકો
ચમનમેઁ આકે સરાપા ગમે બહાર હુઁ મેઁ .

ખિઝાઁમેઁ મુઝકો રૂલાતી હૈ યાદે ફસલે બહાર
ખૂશી હો ઈદ કી કયોઁ કર કે સૌગવાર હુઁ મેઁ.

જાર હો ગયે ઓહદે કોહનકે મેખાને
ગુઝિશ્તા બાદા પરસ્તોઁકી યાદગાર હુઁ મેઁ.

પયામે ઐશો મુસર્રત હમેઁ સુનાતા હૈ,
હિલાલે ઈદ હમારી હંસી ઉળાતાહૈ.

_અલ્લામા ઈકબાલ

ઝર્દ=પીળુઁ, બર્ગ=પર્ણ,બાદા પરસ્ત=સુરાનોપ્રેમી, ઝાયર=દર્શક,જાર=ઉજડી જવુઁ

Friday, October 27, 2006

લાભપાંચમ_અદમ ટંકારવી

લાભપાંચમ_અદમ ટંકારવી

આવુઁ એકદમ થૈ ગયુઁ.
હોવુઁ છમછમ થૈ ગયુઁ.

એક પળ અંખો મળી,
દર્દ કાયમ થૈ ગયુઁ.

પ્રિય તારુઁ બોલવુઁ
ખૂબ મોઘમ થૈ ગયુઁ.

કોઇનુઁ આવાગમન
જીવનુઁ જોખમ થૈ ગયુઁ.

શબ્દનુઁ બરછટપણુઁ
લ્યો મુલાયમ થૈ ગયુઁ.

એક પગલુઁ આંગણે
લાભપંચમ થૈ ગયુઁ.

એક હાલરડુઁ ‘અદમ’
અંતે માતમ થૈ ગયુઁ.

_અદમ ટંકારવી

(રિઝામણુઁ-49)

Monday, October 23, 2006

સમય __મોહમ્મદઅલી ભૈડુ’વફા’

સમય __મોહમ્મદઅલી ભૈડુ’વફા’

(ગઝલ)

ઘડિયાળના કાંટા ઉપર ફેલાયલો સમય.
પ્રતિક્ષા તણી આખો મહીઁ રેલાયલો સમય.

રણમા રહી સદીઓ પછી એ રેત થઇ ગયો,
તે યાદના કો,કાફ્લે વીઁટળાયલો સમય.

એ પીગળે આંખો મહી લઇ વેદનાનો ભાર,
ઘર ઘર અને ગલીઓ મહીઁ લૂટાયલો સમય.

એને તમે પાછો કદી રોકી નહીઁ શકો,
વહેતા વહેણને નાભિએ ખુઁપાયલો સમય..

ઇતિહાસના કો આયને ડોકાશેએ કદી,
યાદોતણા મખમલ મા છૂપાયલો સમય.

મહેકી રહ્યોછે લાગણીના રેશમ ઉપર હજી,
મહોબ્બતના આંગણામા ભીઁજાયલો સમય.


જ્યારે મને કહેશો તમે આવી જઈશ ‘વફા’
હુઁ કઁઇ નથી કો,જામથી ઢોળાયેલો સમય.

__મોહમ્મદઅલી ભૈડુ’વફા’

બ્રામ્પટન,કેનેડા 23અઓકટો.2006

Counters
Web Site Counter
Web Site Counter