Thursday, November 30, 2006

થામ લે સાકી*અલ્લામા ઈકબાલ

થામ લે સાકી*અલ્લામા ઈકબાલ

નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ.
મઝા તો જબ હૈ કી ગીરતે કો થામ લે સાકી.

જો બાદાકશ થે પુરાને વો ઉઠતે જાતેઁ હૈ,
કહીંસે આબે બકાએ દવામ લે સાકી.

કટી હૈ રાત તો હંગામએ ગુસ્તરીમેઁ તેરી
સહર કરીબ હૈ અલ્લહકા નામ લે સાકી

*અલ્લામા ઈકબાલ

બાદાકશ=પીનારા આબે બકાએ દવામ=અમ્રુત જળ(હમેશા બાકી રહેવાળુઁ જળ)
સહર=ઊષા, હંગામએ ગુસ્તરીમેઁ =ફેલાવનારો અરૂચિકર પ્રયાસ

આરામ છે સાકી *બરકત વીરાણી ‘બેફામ

આરામ છે સાકી *બરકત વીરાણી ‘બેફામ’

મદિરાનુઁ મને આથી વધુ શુઁ કામ છે, સાકી?.
હતુઁ જયાઁ દર્દ દિલમાઁ ત્યાઁ હવે આરામ છે,સાકી.

અહીઁ એ યાદ આવે છે,અહીઁ ભૂલુઁ છુઁ દુનિયાને;
સુરાલય મારો એક રસ્તો અને એક ધામ છે,સાકી.

ક્યામતના દિવસ પર્યઁત એનો થાક નહીઁ ઊતરે,
મદિરા મોતની છે, જિઁદગીનો જામ છે સાકી.

ક્ષમા કરજે મારે લડવુઁ પડ્શે ભાન રાખીને,
જગતનાઁ લોક કહે છે,જિન્દગી સઁગ્રામ છે સાકી.

નથી જે પીતા એ લોકો પડી જાયે છે નિન્દ્રામાઁ;
બધાઁને કાજ સરખી આ જગતની શામ છે સાકી.

કયામતમાઁ ખુદા પૂછે ને નીકળી જાય મોઁમાઁથી;
અમે એથી નથી પૂછ્તાઁ: શુઁ તારુઁ નામ છે સાકી?.

અહીઁ કોઈ સુખી-કોઈ વિલાસી તો નથી આવ્યો,
અહીઁનુઁ કેમ આ વાતાવરણ સુમસામ છે સાકી.

ન તુઁ બોલાવ એને ,એ સુરા પીએ છે આંખોની,
સુરાલયમાઁ ન આવે એ એવો બેફામ છે, સાકી.

*બરકત વીરાણી ‘બેફામ’
(માનસર)

સાકીને*સીરતી

સાકીને*સીરતી

પાતો રહે મને તુઁ હરદમ શરાબ સાકી.
જીવન બની ગયુઁ છે જાણે અજાબ સાકી.

ઘેરી વળીછે દિલને ગમની ઘટાઓ ઘેળી,
નયનોમાઁ આવ લઈને તુઁ આફતાબ સાકી

લાધ્યો છે થાક તો પણ જીવનની ઝંખનાને,
મળતો નથી કશેથી કોઈ જવાબ ,સાકી.

ઘોળીને પી જવી છે મનની બધી ઉદાસી,
છ્લકાવ તુઁ ફરીથી જામે-શરાબ સાકી.

દિલપર છવાયેલા છે સન્ધ્યાના કાળઓળા,
દ્રષ્ટિમાઁ ચાન્દની લઈ આવ છાબ, સાકી.

પા,તુઁ સુરા કે મુજને મુક્તિ મળે બધેથી;
દેવો પડે ન મારે ક્યાઁયે હિસાબ સાકી.

પા,તુઁ સુરા કે મારે ગાવાઁ છે પ્રેમ ગીતો ;
લઈ હાથમાઁ ઊભુઁ છે કોઈ રબાબ સાકી.

દુનિયા બધી ભલેને પીવામા પાપ માને,
પીવુઁ તો મારે મન છે મોટો સવાબ ,સાકી.

ચકચૂર બસ કરીદે જીવનને તુઁ સુરાથી,
દુનિયામાઁ સાંપડે ના જેનો જવાબ સાકી.

તરબોળ હો સુરાથી એનુઁ હરએક પાનુઁ;
વાંચી રહ્યુઁ છે કોઈ જીવન કિતાબ સાકી.

દે તુઁ સુરા કે મારે ધોવા છે પાપ મારા;
સુધરી શકે ન એ વિણ જીવન ખરાબ સાકી.

દુનિયા તમામ એની દ્રષ્ટિથી હૂઁફ પામે ;
ગરમાવ ‘ સીરતી ‘ને તુઁ બેહિસાબ સાકી.

*સીરતી(વારસો)

સાકી*પરિમલ

સાકી*પરિમલ

સુરાલયથી મને તરસ્યુઁ જવુઁ મંજૂર છે, સાકી.
છતાઁ કહીદે મદિરાલયનો શુઁ દસ્તુર છે, સાકી.

ન જાણે કેટલુઁ આ પ્યાસ માટે ચાલવુઁ પડશે,
કે મુજથી મારો જામ, ત્યાઁથી દૂર છે, સાકી.

હજીયે રૂપન હાટે હવસના જામમાઁ માનવ,
કઁઈક સેંથી તણુઁ ઘોળી રહ્યા સિઁદૂર છે, સાકી.

નજર તો એમન પર નાખ ,ના આસવ ભલે આપે,
આ તરસ્યાઓ તો તારી અંજુમનનુમ નૂર છે, સાકી.

ઘટા નવલી નવીન આસવ તણી તુ વાત જાવા દે,
અમારાઁ જામ તો આંસુ થકી ભરપુર છે, સાકી.

નથી બાકી બહારોની હવે ફોરમ ‘પરિમલ’માઁ,
આ દિલનુઁ ફૂલ ડંખોથી હવે નાસુર છે,સાકી

*પરિમલ

Wednesday, November 29, 2006

ખાલી છે બધા જામ *દીપક બારડોલીકર

ખાલી છે બધા જામ *દીપક બારડોલીકર

ના શોર મચે આમ અકારણ સાકી.
લોકોની હશે તીવ્ર વિમાસણ સાકી.

દાવાતો નવા નિત્ય કરોછો બેશક,
ખાલી છે બધા જામ છતાઁ પ ણ સાકી.

*દીપક બારડોલીકર(મોસમ)

સંગીન છે સાકી *મોહમ્મદઅલી ભૈડુ’વફા’

સંગીન છે સાકી *મોહમ્મદઅલી ભૈડુ’વફા’

ગુનો તો આપણો પણ આ ઘણો સંગીન છે સાકી.
જરા દ્રષ્ટિ તોકર રાત પણ રંગીન છે સાકી.

સુરાલયના બધા દ્વારો ને જરા તુ બન્ધ નહીઁ કરતો,
તરસ્યાની બધી તરસો ઘણી સાકીન છે સાકી.

નજર હો કે ભર્યો સાગર અહીઁ બન્ને બરાબરછે,
ભલેને શેખજી કહેતા હો કે બેદીન છે સાકી.


અહીઁ પીવાનુ કારણકયાઁ?અમે તોબા કરી પીશુઁ,
‘વફા’ નુ આમ તો બહુ ચોખ્ખુઁ બાતીન છે સાકી.

*મોહમ્મદઅલી ભૈડુ’વફા’
28નવે.2006

Tuesday, November 28, 2006

સર્જનની પ્રક્રિયા

સર્જનની પ્રક્રિયા

“સર્જનની પ્રક્રિયા ખરેખર અગમ્ય છે..છતાઁ સર્જક પાંસે એ સર્જન પરત્વે સઁપુર્ણ સજ્જતા હોવી જરુરી છે.”* સુન્દરમ.
”ગઝલ એ એવો વિષયછે જે ઘણી સાધના માંગેછે.અને વિચારોમાઁ વૈવિધ્ય ઉપરાંત અર્થ ગંભીરતા પણ હોવી જોઇએ, એમ હુઁ માનુ છુઁ.આજ કાલ જે ગઝલો લખાયછે એમાઁ અર્થના ઊઁડાણ હોતાઁ નથી.ગઝલના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો, પણ તેનો અતિરેક ન હોવો જોઈએ.
*મસ્ત મંગેરા(તંત્રી,”વહોરા સમાચાર” સુરત)

ગઝલ એ ભાવની અભિવ્યક્તિનુઁ સરળ અને સચોટ સાધનછે,પરંતુ એની સરળતા જેમ પોષક તત્વછે,તેમ મારક તત્વ પણ છે.કેટલીયે વાર સરળતાની ઓથ લઈને કવિતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. અને રહી જતો હોય છે કેવળ અર્થહીન શબ્દ ઘોંઘાટ.
ગઝલ કોઈ પણ રચી શકેછે એવી ભ્રામકા માન્યતાને આ સરળતા ઉત્તેજન આપતી હોયછે.પરિણામે બીજાઁ કવિતા સ્વરૂપોમાઁ પ્રાથમિક સ્વરૂપ સિધ્ધ કરવા માટે પણ જે ઉપાસના કે તપસ્યા અનિવાર્ય હોયછે,એનો અહીઁ છેદ ઉડી જાય છે, કેટલાક મહત્વકાઁક્ષીઓ ગઝલ જોડતા થઈ જાય છે.. એક અક્ષર પણ ન પાડી શકે એવા નિરક્ષર અને સંસ્કારજગતથી દૂર રહેલા માનવીને પણ ગઝલનો ‘ચસકો’લગાડી શકાય છે.અને તેનામાઁ છન્દની હથોટી આશ્ચર્ય પમાડે એવી ઝડપથી વિકસાવી શકાય છે.
આ વાત ગુણ પક્ષે કહી શકાતી હશે,પણ એનાથીયે વધુ દોષ પક્ષે રહેછે.આથી કવિતા નામનુઁ એક આભાસી વળગણ મેળવી લેનારઓનો એક વર્ગ ઊભો થાય છે.આવો મોટો વર્ગ મોટો હોઈને તેમાઁથી સાચી સાધનાથી ઘૂઁટાઈને આવતી ચિંતનની ગઝલ કે અનુભૂતિ અનાયાસ અભિવ્યક્તિ ને અલગ તારવવાનુઁ કામ વિકટ બનેછે.
ગઝલ અનુભવના જગતનો સઁપૂર્ણ નકશો નહી,પણ તેનો સઁપૂર્ણ ખ્યાલ આપી શકે તેવી સરેરાશ છે.અનુભવની આ સરેરાશ કોઈ વિરલ કવિજ આપી શકે છે.માત્ર બે પંક્તિમાઁ ભાવને સમગ્રતયા પ્રગટ કરવાની મર્યાદાજ સાચા કવિના હાથમાઁ તો શક્તિ બનીને ઉભી રહેછે. એ ભાષાની વ્યંજક શક્તિનો વધુમાઁ વધુ ઉપયોગ કરવા અને ભાવને તિવ્રતમ રૂપે ઉપાસવા મથતોહોયછે.સ્વાભાવિક રીતેજ એ સંકેતોને જન્માવતો હોયછે.અનુભવની સ્રૂષ્ટિને સાકાર કરવા માટે તેના નિરાકાર ભાવ જગતને શક્ય એટલા ઓછા શબ્દો વડે વાચકના ચિત્તમાઁ સંક્રાંત કરતો હોયછે,અને પરિણામે ગઝલની એક કંડિકા અનેક અર્થ છાયાઓ લઈને આવેછે. કવિને અભિપ્રેત કે અન અભિપ્રેત એવી અર્થની નવી ને નવી સ્રુષ્ટિઓ વિલસતી જાયછે,અને એકના એક વાચકને ,ઘડાતી જતી રસવ્રુત્તિના જુદા જુદા તબક્કે એની એજ કંડિકા ભિન્ન ભિન્ન અર્થમામ એ સમજાય એ સઁભવિત છે.
આ અર્થસ્રુષ્ટિનો પરિચય ગઝલને કેવળ વાચિક અર્થમાઁ લેવાથી નથી સાંપડતો ,કારણકે સાચી કવિતામાઁ શબ્દ હમેશાઁ એના અર્થને અતિક્રમેછે.
કવિતાવાચનની કળામાઁ અહીઁથી આગળ કોઈને શીખવી શકાય નહીઁ.
*હરીન્દ્ર દવે

Friday, November 24, 2006

ઘરથી કબર સુધી *બેફામ

ઘરથી કબર સુધી *બેફામ

સપના રૂપે આપ ન આવો નજર સુધી.
ઊડી ગઈ છે હવે નીઁદ તો સહર સુધી.


મારા હ્રદયને પગ નીચે કચડો નહીઁ તમે,
કે ત્યઁના માર્ગ જાયછે ઈશ્વરના ઘર સુધી.


શ્રધ્ધાની હો સુવાસ પ્રતીક્ષાનો રંગ હો,
એવા ફૂલો ખીલેછે ફકત પાનખર સુધી.


આંખોમાઁ આવતાંજ એ વરસાદ થઈ ગયાઁ,
આશાનાઁ ઝાંઝવાઁ જે રહ્યા’તા નજર સુધી.


મૈત્રિનાઁ વર્તુળોમાઁ જનારાની ખેર હો,
નીકળી નહીઁ એ નાવ જે પહોઁચી ભવઁર સુધી

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યુઁ છે તિમિરમાઁ સહર સુધી.

મંઝિલ અમારી ખાકમાઁ મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી .


બેફામ તોયે કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ,
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.


*બેફામ
(માનસર-96)

આશીર્વાદ _શયદા

આકાશવાણી_ મુઁબઈનો એ મુશાએરો હજી હુઁ ભૂલ્યો નથી.તમારો સુરીલો કંઠ, એવીજ ભાવના વિચારપૂર્ણ ગઝલ, જે સાંભળતા શ્રોતાજનોએ તમને આનઁદ થી વધાવી લીધા હતા.સ્વ.સાક્ષર શ્રી રામનારાયણ પાઠકે પ્રસન્ન થઈને તમારી પીઠ થાબડી હતી,અને એ ગઝલ હતીજ એવી.એનો એક શેર (મકતા) જેના પર શ્રી રામનારાયણ મુગ્ધ હતા _
બેફામ તોય કેટલુઁ થાકી જવુઁ પડ્યુઁ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી!

આ શેઅર મેઁ જયાઁ જયાઁ રજુ કર્યો છે ,ત્યાઁ ત્યાઁ બધાય મંત્ર મુગ્ધ થયા છે. ઉર્દુના એક અચ્છા કવિએ તો તો આશ્ચર્ય પામીને એમ પણ કહ્યુઁ કે ગુજરાતીમાઁ આવી ગઝલના રચનારા પણ છે.!
અલગ રાખી મને ,મુજ પર પ્રણયના સુર ના છેડો,
વીણાનો તાર છૂટો હોયતો વાગી નથી શકતો.
આ શેઅરથી પણ શ્રી રામનારાયણભાઈને એટલો બધો આનઁદ થયો હતો કે” તમે મને માત્ર ‘વીણાનો તાર’ કહેશો તોય હુઁ ઓળખી જઈશ”એમ તમને કહ્યુઁ હતુઁ....બસ, બાકી અંગત રીતે મારા તમને આશીર્વાદજ આપવના હોય,પ્રથના કરુઁ છુઁ કે પરરદિગાર તમારા માનસરમાઁ મોતી,એ છે એનાથીયે વિશેષ તેજસ્વી રૂપે મળતાઁ રહે એવી તમને શ્કતિ આપે.
_શયદા

Thursday, November 23, 2006

બદલવી પડશે*સ્વ.અમીન આઝાદ

બદલવી પડશે*સ્વ.અમીન આઝાદ


સંકુચિત જે હશે સીમાઓ, બદલવી પડશે.
દૂર મંઝિલ છે,તો દૂનિયાઓ બદલવી પડશે.

વચ્ચે રજની ન રહે એમ ઉષાને મળશુઁ,
એટલે અ બધી સન્ધ્યાઓ બદલવી પડશે.

વાસના વાસ ન ફેલાવે ,કરી વાસ એમાઁ,
દ્રષ્ટિને દ્રષ્ટિની કક્ષાઓ બદલવી પડશે.

ન રહે કોઈનુઁ મઁદિર ન રહે કોઈની મસ્જિદ,
‘ધર્મ’ ને ધર્મની શાખાઓ બદલવી પડશે.

થઈ ગયો એટલો ઈંસાન છે વિદ્વાન મહાન,
હવે શૈતાનની ચર્ચાઓ બદલવી પડશે.

ચિત્ર છુઁ પૂર્ણ કલાકારનુઁ પણ કહેવા દો-
ચિત્રમાઁની ઘણી રેખાઓ બદલવી પડશે.

આખરે એજ રહી વાત નિરાશાની ‘અમીન’
કોઈ કહેતુઁ હતુઁ ‘આશાઓ’બદલવી પડશે.

*સ્વ.અમીન આઝાદ

અવસરની બારીએ* સ્વ.ગની દહીંવાલા

અવસરની બારીએ* સ્વ.ગની દહીંવાલા

નવા પ્રકાશ વિશે હાક મારીએ આવો !
સૂરજના કાનમાઁ શબ્દો ઉતારીએ આવો !

મદીલી રાતના સ્વપનાઓ છોને નઁદવાતા,
સવાર કેવી હશી એ વિચારીએ આવો!

પરંપરાના શયનમાઁ હે ઉંઘનારાઓ,
સમયને પારખો,અવસરની બારીએ આવો!

ખીલીને પૂષ્પ બને સંકુચિત નજરની કળી,
હ્રદયનાઁ બાગની સીમા વધારીએ આવો!

હે ખારા નીર ! ખમૈયા કરો ખુદા ખાતર,
અમીઝરણ ! હવે પાંપણની ઝારીએ આવો !

દિમાગને અને દિલને લગાવીએ કામે,
સમયના સ્કઁધથી બોજો ઉતારીએ આવો !

ગની ! હજીય છે ઓસાણ ઘરના મારગનુઁ ,
પુન: પધારીએ; ખુદ આવકારીએ આવો !

_ગની દહીંવાલા

અઝાદ નઝમ_ગૂલઝાર

અઝાદ નઝમ_ગૂલઝાર

વિચાર્યુઁ પણ ન હતુઁ કે નામ મારુઁ છે કે નહીઁ.
“ઓ”કહીને કોઈ એ બોલાવી લીધો,
”અરે જી” કહીને બીજાએ હાક મારી,
“અરે ઓ” મિત્રો કહેછે
જેના મનમાઁ જે રીતે આવ્યુઁ ,એ રીતે મને હાક મારી
તમે મને એક વળાઁક પર અચાનક જયારે ‘ગુલઝાર’કહીને અવાજ દીધો,
જાણે એક છીપમાઁથી મોતી સરી પડ્યુઁ,
જાણે મને એક ઓળખાણ પ્રાપ્ત થઈ ગઈ.

,_ગુલઝાર
(આઝાદ નઝમ ,ઉર્દુ માઁથી અનુવાદ)
23નવે.2006

Monday, November 20, 2006

અન્ધારા સુધી_માર્ટીના ન્યુબેરી

અન્ધારા સુધી_માર્ટીના ન્યુબેરી

હુઁ ખુલી બારી માઁથી નિહાળી રહી છુઁ કે, વ્રુક્ષો ભૂરા આકાશથી બચવા પ્રયત્ન કરી રહ્યાઁછે.
તેમની શર્મીન્દગી એ છે કે એ એનાથી છૂટી શકતાઁ નથી.
એવ્રુક્ષો ત્યાઁ સુધી અન્ધાળામાઁ રહેશે જ્યાઁ સુધી બ્ધી જ વસ્તુઓ વિશ્રાંતિ માઁ આળોટશે.
ત્યાઁ સુધી એમણે એક બીજાને ઈશારાઓ કરતુઁ રહેવાનુઁ.
જેવી રીતે કાવતરાખોરો અલગ ફોન બૂથમાથી કરતા રહેછે.
મારો મિત્ર રાત્રિ કાળે અશ્રુ સારે છે.એ આ રીતે હરાયેલી ક્રાંતિ,અને ખોવયેલા ખેડુતો,અને ગુમ થયેલા કુટુઁબોના ગમથી હળવાશ મેળવેછે.
મારા મિત્રે ઈન્સાનિયત સાથે હમદર્દી જાહેર કરીછે,જે સરકારના વર્તમાન અને ભૂતને પીડીત કરેછે.ઘણી બધી મુર્ખાઈઓ વિશે સાઁભળીને એને ઊલ્ટી થઈ જાયછે.
એનો ગુસ્સો સઁમોહનકારી છે,પણ એ રડવા માટે રાત્રિની રાહ જૂએછે.એને આશ્ચર્ય થાયછે કે ,કોને આ જેલમાથી બહાર કાઢી,મ્રુત અવસ્થા સુધી પીટવામા આવેછે.અને કેટલા નકામાઓ એક સોયના માથા ઉપર ન્રુત્ય કરેછે.
“અને એ જાણેછે કે રણમાઁ જે વસ્તુ પણ બાઁધવામા આવે તે ઘણી જલ્દી રેતમા પરિવર્તીત થઈ જાય છે,”
અને આ એના રૂદનનુ બીજુઁ કારણ છે
જે લોકો કરૂણાભર્યા શબ્દોને તરછોડીછે તે તેનુ અહો ભાગ્યહો.અને તેનુઁ અહોભગ્ય હો જે વિદ્વતાને ગઁભીરતાથી લેતા નથી
અને તે લોકો ધન્યતાને પાત્ર છે,જે લોકો જાણેછે કે હીટલર,નીક્ષન,અને બુશની ઓલાદ તેમના પાડોશીઓના સ્નાનાગારમાઁ રહેછે.
(અને તેઓ પણ પોતાના અશ્રુઓને અન્ધારુ થવા સુધી રોકી રાખે છે.)
સીઆઈએ માટે અશ્રુ વહાવો,
કેદીઓ માટે અશ્રુ વહાવો,
દીઈએ અને ગુપ્ત અને જાહેર પોલીસ માટે અશ્રુ વહાવો,
ટોળીના સરદારો અને એમના બાળકો માટે અશ્રુ વહાવો,
કોરિયા માટે,વિયેતનામ,ઈરાક,પેલેસ્ટાઈન અને ચીલી માટે અશ્રુ વહાવો.
કાસ્ટ્રો વ્રુધ થઈ રહ્યો છે એના માટે અશ્રુ વહાવો,
કારણકે ખરીદારોએ શીખવાવાળાની જગયા લઈ લીધી છે.
કારણકે આખરી ઘુઁટ અને સુરાલયો આખરે બઁધ થઈ રહ્યાઁ છે.

તમે હે મિત્ર, ધન્યતાને પાત્રછો કેમકે તમે તેઓને પત્રો પાઠવી રહ્યાછો ,જે ભૂલી ગયા છે કે કેવી રીતે વાંચવુ,અને નિર્વાણા માટે દલીલો કરી રહ્યા છે,યુવાનો માઅટે અને વ્રુધ્ધોની સમાધિ ને ગળે લગાવવા માટે.
આકાશપણ ભૂખરુઁ અને થકાવટથી ભરેલુઁ છે. એ તમને ઓળખે છે.અને સમજેકે એને તમને શ્યાહી નુ અર્પણ કરવુઁ કે પાણીનુઁ.તમે આ વિશ્વને ગળી જશો.

_માર્ટીના ન્યુબેરી(અંગ્રેજી ઉપરથી અનુવાદ)

Sunday, November 19, 2006

એ એક મા હતી! જય ગજ્જર

એ એક મા હતી! જય ગજ્જર

“લાઈફ ટાઈમ જેલ ....”મેજિસ્ટ્રેટે ચૂકાદો આપ્યો.
બેવરલીના પેટનુ પાણી પણ ન હાલ્યુઁ..
ખૂન કરવા વિષે મેજિસ્ટ્રેટે પૂછયુઁ. “તમારે બચાવમાઁ કઁઈ કહેવુઁ છે?”
“નો માય લોર્ડ, મને સજા મંજુર છે.”
લોકોના મુખમાઁથી નીકળતા ધિક્કારના શબ્દોથી કોર્ટ રૂમની દિવાલો પણ ધ્રૂજી ઊઠી.. ’એક મા આટલી હદે ક્રુર કેવી રીતે બની શકે?” એને હ્રદય છે છે કે નહિ?’એ સવાલ ના પડઘા.પડતા રહ્યા.બેવરલીનાઁ આંસુ પણ એનો જવાબ આપી શકે એમ નહોતાઁ.
પોલીસ બેવરલીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસ કાર તરફ દોરી ગઈ.
બેવરલી અઁદરખાનેથી રડી રહી હતી.એને સજા થઈ એ માટે નહી. પણ એક મા થઈને પોતાની વહાલસોયી દીકરીનુઁ ખુન કર્યુઁ હતુઁ એટલે. એની ડેબીનો જ્ન્મ થયો ત્યારે કેવી હરખ ઘેલી બની નાચી ઉઠી હતી.એનો બાપ ટોમ ડેબીના જન્મ પહેલાઁ એની માને રડતી મૂકી કયાંક ભૂગર્ભમાઁ ચલ્યો ગયો હતો.એને બેવરલી જોઈતી હતી એની દીકરી નહી.એ પ્રેગનંટ છે એ જાણયા પછી એનામાઁ થી રસ ઊડી ગયો હતો. બેવરલી આજીજી કરતી રહી “ ટોમ, હુઁ તને ખૂબ પ્રેમ કરુઁ છુઁ. મારા પેટમાઁ આપણા પ્રેમની સુવાસનુઁ ફૂલ ખીલી રહ્યુઁ છે,કોઈ પાપનુઁ એ ફળ નથી.”
પણ એના આજીજી ભર્યા પ્રેમાળ શબ્દોની ટોમ પર કોઈ અસર ન થતી.એ જીદ લઈને બેઠો હતો , “ મારે કોઈ બેબી નજોઈએ.... એબોર્સન કરાવી દે. “ એને એની જીદ ન છોડી પણ બેવરલીને છોડી.
એકલા હાથે એને ડેબીને બહુ પ્રેમથી ઉછેરી.. કાળી મજૂરી કરીને કમાતી. એ ડેબીને વહાલથી ઉછાળતી અને કહેતી, “ જો મને સાચો પ્રેમ કરતો હશે તો એક દિવસ તારો બાપ દોડી આવશે..મારા શરીરનો જ એ ભૂખ્યો હોયતો મારે એની કોઈ જરૂર નથી....” એમ છ વર્ષ એક આશામાઁ અને દીકરીના પ્રેમમાઁ કાઢી નાખ્યાઁ.
પણ છેવટે એ ભાંગી પડી. ડેબી એકા એક માઁદી પડી. ડેબી એકા એક માઁદી પડતાઁ એને હોસ્પીટલ માઁ લઈ ગઈ.ડૉકટરે નિદાન કરી પ્રીક્રીપ્સન આપતાઁ કહ્યુઁ “ એને લ્યુકોમિયા છે. બાર મહિના માંડ કાઢશે...” એ સંભળી મન કંપી ઉઠયુઁ, એનુઁ હૈયુઁ ધ્રુજી ઉઠ્યુઁ.ઘેર આવી ધ્રુસ્કે ધ્રુસ્કે એ રડી.સ્વસ્થ થઈ. મોંઘા ઈંજેંકશનો અને દવાઓ લાવવા એને કાળી મજૂરી કરવાનો નિશ્ચય કર્યો.
પણ દિવસે દિવસે વધતી જતી પીડા ડેબીથી સહન થતી ન હોતી.. એ રો કકળ કરતી અને ફાટી આંખે મા સામે લાચાર વદને તાકી જાણે યાચના કરતી. એ દયામણો ચહેરો અને એનુઁ એ અસહ્ય દુ:ખ બેવરલી જોઈ ન શકતી. એ હૈયા ફાટ રડતી . આમને આમ માંડ માઁડ બે મહિના કાઢ્યા. છેવટે દુ:ખ સહી ન શકતાઁ ,ડેબીને યાતના વધી જતાઁ એ બેડમાઁ કૂદાકૂદ કરવા લાગી.. એનાઁ રોકકળ ખૂબ વધી ગયાઁ. બેવરલી આ બધુઁ જોઈ ન શ્કી.
“ બે ચાર મહિનામાઁ એ મરવાનીજ છે તો દુ:ખ સહન કરતાઁ રહેવાનો શો અર્થ?” અને વધુ વિચાર્યા વિના જે હાથે વહાલથી રોજ ઉછાળતી કે છાતી સરસી ચાંપતી એજ બે હાથે, એની પાંસે જઈ કિસ કરી ‘ગૉડ બ્લેસ યુ હેવન ,માય ડીઅર” કહી એનુમ ગળુઁ દબાવી દીધુઁ .અને જાતે જ પોલીસ ચોકીએ જઈ ખૂન કર્યાનો એકરાર કર્યો.
* * * __ જય ગજ્જર (શબ્દસેતુ-ટોરંટો,કેનેડા)

Saturday, November 18, 2006

શબ્દોની સફરનો એક દિવસ_મનોજ ખંડેરિયા

શબ્દોની સફરનો એક દિવસ_મનોજ ખંડેરિયા

હુઁ
શબ્દોની સફર ખેડતાઁ ખેડતાઁ
એક દિવસ
એવા અજાયબ નગરમાઁ જઈ ચડ્યો
જ્યાઁ બધાજ માનવીની કાયા
ઓગળી ગઈ હતી હવામાઁ
માત્ર બે બે આંખોનુજ અસ્તિત્વ
ઝળકતુઁ હતુઁ હવામાઁ
શેરીઓમાઁ
બજારોમાઁ
મકાનોમાઁ
બધેજ બે બે અંખો ફરતી હતી
આઁખોને હળતો મળતો
આઁખોમાઁ ભળતો ભળતો
હુઁ
એક શેરીના વળાઁક પર
એવી આઁખોની સામે આવીગયો
જેમાઁ
જુગજુગ જૂના
ડુંગરા મેઁ ડોલતા દીઠા
અને હુઁ ચિત્કારી ઉઠ્યો’આ એજ!.

_મનોજ ખંડેરિયા

(અચાનક_87)

Friday, November 17, 2006




Thursday, November 16, 2006


રમાડા_ ઈન ,ન્યુ જર્સીમાઁ યોજાઈ” આદિલથી અંકિત અમદાવાદથી અમેરિકા_ગઝલયાત્રા”

To view the jpeg image clearly, pl. right click the mouse and go to open link.



Wednesday, November 15, 2006

અંતિમ ઘડી છે. _સુલેમાન દેસાઈ’જિદ્દી’લુવારવી

અંતિમ ઘડી છે. _સુલેમાન દેસાઈ’જિદ્દી’લુવારવી

ખોટી નહીઁ પણ વાત આ ખરી છે .
રસ્તે જતાઁ આ કિસ્મત મળી છે.

હુઁ છુઁ ય જેવી કબુલી મને લો,
સામે એ ચાલીને કરગરી છે.

ફેલાય ખુશ્બુ ખીલવા પહેલાઁ,
ચુઁટી એને લેજો સરસ એ કળી છે.

બદલાય જાણે ગઈ જાતિ એની
આફેશનની ઈમારત કેવી ચણી છે.

ખૂશી થઈને અપનાવી છે તકદીર
શિકાયત નથી એ કે માથે પડી છે.

કરવી પડેછે હા હજીએ સલામી,
આઝાદી અમને હજી કયાઁ મળી છે.

મ્રુત્યુને “જિદ્દી’ સમજો છે દ્વારે,
આવ્યુઁ અરે આ અંતિમ ઘડી છે.

_સુલેમાન દેસાઈ’જિદ્દી’લુવારવી
,

Monday, November 13, 2006

બે વફાઈના અવરોધો._અમજદ ઈસ્લામ અમજદ

જો તમે એ નિશ્ચય કરી લીધો છે કે,
અમારા હ્રદયને ત્યાગી જવુઁ છે
તો હે પ્રિયે આટલુઁ જ્ઞાત થઈ જાઓ
કિનારા તરફથી નીકળવાનો પ્રયાસ કરશો તો સામે સમુઁદર હશે.
આ તારલાઓ જેણે આપણને એક સાથે જોયા છે
સાક્ષી આપવા હાજર થશે
જીર્ણ કાગળોની બાલ્કનીમાઁથી ઘણા શબ્દો ઉભયને ઝાઁકશે
તમોને પાછા બોલાવશે
કેટલાએ ગોપિત વચનો ,ઉઘરાણી કરનારા ફસાદીઓને જેમ માર્ગમા અવરોધ ઉભો કરશે.
તમને પાલવથી પકડશે
તમારો જીવ ખાશે.
પોતાનો ચહેરો છુપાવીને કઈ રીતે
ભરેલી મહેફિલથી નીકળશો?
જરા પાછુઁ વિચારી લ્યો હે પ્રિયે,
કદાચ નીકળી તો જશો પણ
પરંતુ ઘણી મુશકીલથી નીકળશો.

_
ઉર્દુન સુવિખ્યાત કવિ અમજદ ઈસ્લામ અમજદ ની આઝાદ નઝ્મનો અનુવાદ

Sunday, November 12, 2006

કોરા હાથ_કિશોર પટેલ

કોરા હાથ

હુઁ જનમ્યો કોરા હાથ લઈને
અને તુઁ આવી હાથમાઁ રેખા લઈને
અને પછી........
હાથમાઁ હાથ ભરાવી
આંખો મીચી ભરવા લાગ્યા
અને પછી........
ભરતા રહ્યા વર્ષો સુધી
બસ.ભરતાજ રહ્યા વર્ષો સુધી.
મેઁ કહ્યુઁ _સાંભર .હવે બસ કર .બહુ થયુઁ ,અપચો થશે.
ગોળી ખાઈ લઈશ _તેઁ હસતાઁ હસતાઁ જવાબ આપ્યો હતો.
અને આજે વર્ષો બાદ .......
એ અણધાર્યુ કઠન આગળ આવ્યુઁ
અને આજે કોમામા પડેલા
તારા સુકકા હોઠ
આંસુઓથી ભિંજવી રહ્યો છુઁ.


_કિશોર પટેલ(શબ્દસેતુ-ટોરંટો-કેનેડા)

12નવે.2006


.

Saturday, November 11, 2006

ગઝલ_રશીદ મીર

ગઝલ_રશીદ મીર

અંખની પણ શી ગરૂરી હોય છે.
સ્પર્શ એનો કયાઁ જરૂરી હોય છે.

એ વિના વાંકેજ ઝૂરી હોય છે.
જાત પર કોને સબૂરી હોય છે.

સ્વપ્નવત મળવાનુઁ માઁડી વાળજે
માઁડ ઈચ્છાઓ ઢબૂરી હોય છે.

એક ભવ લાગે છે અંતર કાપતાઁ
બે કદમ જેટલીજ દૂરી હોય છે.

સ્વર્ગ છોડી જનારો અંશ છુઁ,
’મીર’ ને ક્યાઁ જી હજૂરી હોય છે.

_ રશીદ મીર

(ખાલી હાથનો વૈભવ-24)

Friday, November 10, 2006

જંપવા નથી દેતા_કુતુબ ‘આઝાદ’

જંપવા નથી દેતા_કુતુબ ‘આઝાદ’

માણસોને આજ માણસ જંપવા નથી દેતા.
ગૂઁગળાતો હોયછે કોઇ હવા નથી દેતા.

કંટકો પર ચાલવા મજબૂર કરતા હોયછે,
ફૂલ પર તો એક ડગલુઁ ચાલવા નથી દેતા.

કયાઁ જઈ ફરિયાદ કરીએઁ જિઁદગીના દર્દની,
દર્દ તો આપેછે સહુ કોઈ દવા નથી દેતા.

આહ પણ ભરવા નથી દેતા નિરાંતે કોઇને,
બોલવા માંગેછે એને બોલવા નથી દેતા.

ક્યાઁ સુધી રહેશે અજઁપામા ડૂબેલો માનવી,
મન ગમે એ માન્યતામા રાચવા નથી દેતા.

થઈ ગયાછે કેટલા ‘આઝાદ;સંજોગો કઠણ,
માનવી ને માનવી આજે થવા નથી દેતા.

_કુતુબ ‘આઝાદ’

ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’

ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’

હકથી વધારે લેશ અમારે ન જોઈએ.
હક થાય છે તે આપો વધારે ન જોઈએ.

મઝધારમાઁ થયુઁ તે વાત રહી ગઈ,
તૂફાનનો અજઁપો કિનારે ન જોઈએ.

હૈયામાઁ એનો વાસ જો થાયે તો ઠીક છે,
અલ્લહનો અવાજ મિનારે ન જોઈએ.


કોઈ પડયો ન ફેર મરણના સ્વભાવમાઁ
ટાણે કટાણે આવેછે જયારે ન જોઈએ.

સહેલાઈ થી જે પાળી શકો એજ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

હિમ્મત અને ઈરાદાઓ કમજોર થઈ જસે,
મંઝિલની કોઈ વાત ઉતારે ન જોઈએ.

‘આઝાદ’ જિન્દગીની મઝા ઔર છે દોસ્ત,
આ જિન્દગી પરાયે સહારે ન જોઈએ.

_કુતુબ’આઝાદ’
(અલ્લાહનો આવાજ તો હર જગા થશે,
હો વસંતકે પાનખર લાઈલાહા ઈલ્લલ્લાહ.


પહાડ,સહરા અને સમુદ્રના મોજાઁ ઉપર
મને છે હુકમે અઝાન લાઈલાહા ઈલ્લલ્લાહ.


આ ‘આઝાદ’સા.ના ત્રીજા શેર નો જવાબ છે._વફા )

Wednesday, November 08, 2006

ગુજરાતનુઁ ગઝલમોતી :કુતુબ ‘આઝાદ’

click here to read more in Akila about Kutub Azad' or copy the adddress at address point.
http://www.akilaindia.com/0211/index.html





Monday, November 06, 2006

મને_ કુતુબ’આઝાદ

મને_ કુતુબ’આઝાદ

છોડી જવાના શ્વાસ એ લાગેછે ડર મને.
વિશ્વાસ કેમ આવે કહો સ્વાસ પર મને.

સામે નથી તમે છતાઁ દેખાવ છો તમે,
આપેછે કયાઁ ફરેબ આ મારી નજર મને.

પાંસે નહીઁ તો સ્વપ્નમા આવતા રહો,
મળતુઁ નથી ચેન તમારા વગર મને.

દુનિયા ખરાબ છે છતાઁ સારી હુઁ માનતે.
મળતે નહીઁ કડવા અનુભવ અગર મને.

સંકટ હજાર હોયને હસતો રહુઁ સદા,
પરવરદિગાર આપજે એવુઁ જિગર મને.

નિરખી રહ્યા છે કેમ હસરતથી લોક આજ
સમજી રહ્યા છે તેઓ કોઈ જાદુગર મને.

સંજોગની વાત છે કે છુઁ સાવ બેખબર,
’આઝાદ’ કઁઈ રહી નથી મારી ખબર મને.
___ કુતુબ’આઝાદ.
(મુ.શાયર જનાબ સુલેમાન દેસાઈ’ઝિદ્દી’ સાહેબે કુતુબ’આઝાદ’ની એક ગઝલ પોતાની યાદ દાસ્ત ના આધારે લખી મોકલીછે.શુક્રિયહ.કોઇની પાંસે આ મૂળ ગઝલ હોયતો ‘બઝમે વફા’ને મોકલવા વિનંતી છે.જેથી ભૂલ સુધાર થઇ શ્કે.)

Counters
Web Site Counter
Web Site Counter